Breaking News

માતાના ખોળામાં સુતેલી 4 વર્ષની બાળકીને દીપડો ઉચકીને લઈ ગયો, ખેડૂતોએ આવી રીતે બચાવી દીકરીની જિંદગી.. વાંચો..!

સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના જંગલ નજીકના વિસ્તારોમાં જંગલી જનાવરોનો ખુબ જ ભય રહેલ હોઈ છે. કેટલાક જાનવરો ગામ સુધી આવી જતા હોઈ છે પરંતુ તેઓ માણસને કશુ કરતા નથી હોતા. માત્રને માત્ર લટાર મારીને જતા રહે છે. જ્યારે અમુકવાર ભૂખ્યા અને તરસ્યા રખડતા રખડતા ગામમાં આવી પહોચે છે ત્યારે તે કોઈના પર હુમલો કરી દેતા હોઈ છે.

મોટા ભાગે દીપડા અને વાઘ માનવભક્ષી હોઈ છે. તેઓ મનુષ્યને જોતા જ તેમના પર હુમલો કરી દેતા હોઈ છે. જ્યારે સિંહ જેવા પ્રાણીમાં માનવો પ્રત્યે અલગ પ્રકારની જ લાગણી જોડાયેલી હોઈ છે. જો તમે સિંહને અડકો નહી તો એ પણ તમને કશુ જ નહી કરે. થોડા દિવસ પહેલા જ એક દીપડા એ આફત ઉભી કરી દીધી હતી…

આસપાસ ના ગામોમાં ઘુસીને કેટલાય ખેડૂતોના પાલતું પ્રાણીને ફાડી ખાધા હતા. અને હવે વધુ એક આવી જ માનવભક્ષી ઘટના ગીરસોમનાથના ઉનામાં બની છે. અહી દીપડાએ એક નાની બાળકી ઉપર હુમલો કરતા લોકોમાં ડરનો માહોલ છવાઈ ગયો છે.

હકીકતમાં ઉના તાલુકાના ભડિયાદર ગામમાં ખેડૂત દેવશીભાઈ મકવાણા ખેતી કરીને પરિવાર સાથે રાજી ખુશીથી રહે છે. એક દિવસ તેમની પત્ની તેમની દીકરીને ખોળામાં સુવડાવીને રમાડી રહી હતી. રમાડતા રમાડતા તે માતાનો પ્રેમ બાળકમાં પરોવી રહી હતી. આ સમય દરમિયાન અચાનક જ ક્યાંકથી દીપડો કુદીને તેની પાસે આવી પહોચ્યો..

અને તેના ખોળામાં સુતેલી માત્ર 4 વર્ષની દીકરીને મોઢામાં ઊંચકીને લઈ ગયો હતો. ખોળામાંથી બાળકને દીપડાના મોઢામાં જોઈને માતા ખુબ જ ડરી ગઈ હતી. આ આદમખોર દીપડાના મોઢામાંથી બાળકીને છોડાવવા માટે માતાએ બૂમાબૂમ કરી મૂકતા ખેતરમાં કામ કરનારા લોકો દીપડા પાછળ ભાગ્યા હતા.

જેના કારણે દીપડો બાળકીને મુકી ભાગી છુટ્યો હતો. પરંતુ દીપડાના હુમલામાં બાળકીને ગળા, પગમાં ઈજા પહોંચી છે. પરંતુ સદનસીબે માતાએ બૂમો પાડતા ખેતરમાં કામ કરતા લોકો દીપડાની પાછળ દોડ્યા હતા. જેના કારણે દીપડો બાળાને મૂકીને ભાગ્યો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *