Breaking News

માતાએ વાપરવા માટે 500 રૂપિયા ન દેતા જણેલા લાડકા દીકરાએ કરી નાખ્યું એવું કે જાણીને દરેક માં-બાપ ફડફડી ગયા..!

અમુક વખત માતા પિતા તેના બાળકોને સીધા રસ્તા લાવવા માટે મીઠા ઠપકો પણ આપે છે. પરંતુ અત્યારના બાળકોને માતા પિતાનો આ પ્રેમ ભર્યો ઠપકો સમજાતું નથી અને તેમને માઠુ લાગી જતું હોય છે. એક મહિના પહેલા જ એક એવી ઘટના સામે આવી હતી કે, જેમાં એક બાળકને પોતાના માતા પિતાનો ઠપકો ખૂબ જ માઠો લાગી આવ્યો..

અને તેણે પાંચમાં માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો. અત્યારે દરેક માતા પિતાની આંખો ફફડાવી નાખે તેવી એક ઘટના બની ચૂકી છે. આ ઘટનાને જાણીને દરેક મા બાપે પોતાના બાળકોનું ખૂબ જ ધ્યાન રાખવું પડશે. આ મામલા બિહારના ગયા વિસ્તારનો છે. અહીં સંદીપ નામનો 18 વર્ષનો દીકરો તેના મા બાપ સાથે રહે છે..

તેની માતા સુનિતા દેવી અને તેના પિતા બંને કાળી મજૂરી કરીને સંદીપનો ઉછેર કર્યો હતો અને અત્યારે તેને ભણાવી ગણાવીને ખૂબ જ મોટો માણસ બનાવવા માંગે છે. પરંતુ સંદીપ તેના ગામમાં રહેતા અન્ય યુવકોની ખરાબ સંગતમાં પડી ગયો હતો. તે નશાના રવાડે ચડી ગયો આ ઉપરાંત જુગાર જેવા ખેલ પણ રમવા લાગ્યો હતો.

આ તમામ ચીજ વસ્તુ કરવા માટે જરૂર પડતા પૈસા તે ઘરેથી ચોરી કરી લેતો હતો. જ્યારે સંદીપના મા-બાપને જાણકારી મળી કે, તેમનો દીકરો ઘરેથી ચોરી કરીને ન કરવાની રહ્યો છે. ત્યારે તેઓએ સંદીપને વાપરવા માટે પૈસા આપવાનું બંધ કરી દીધું હતું. અને ઘરમાં છુપાવેલા તમામ રૂપિયાને અન્ય જગ્યાએ મૂકી દીધા હતા.

જેથી સંદીપ આ પૈસાની ચોરી ન કરી શકે આ સાથે સાથે સંદીપની માતા સુનિતાએ એક વખત સંદીપને જણાવ્યું કે, બેટા આપણે ભણી ગણીને ખૂબ જ મોટું માણસ બનવાનું છે. આવા ખરાબ લોકોની સંગત તું છોડી દેજે કારણ કે આ લોકોની સંગત તને પણ બરબાદ કરી નાખશે અને આપણા પરિવારને પણ બરબાદ કરી નાખશે..

પરંતુ સંદીપને તેની માતાની આ વાત સમજાય નહીં અને તેને વિચાર્યું કે, તેની માતા તેના મિત્રોને તેનાથી અલગ કરવા માંગી રહી છે. તે ખૂબ જ ગુસ્સે ભરાઈ ગયો અને એક દિવસ તેણે પોતાની માતા પાસે વાપરવા માટે 500 રૂપિયા માંગ્યા હતા. પરંતુ સુનીતા એ જણાવી દીધું કે જો આ ₹500 તે તેને વાપરવા માટે આપી દેશે તો બીજા દિવસે ઘરમાં ખાવા માટેની ચીજ વસ્તુઓ ખરીદવાના પૈસા માં ઘટ ઉદભવશે..

એટલા માટે તેણે આ પૈસા આપવાની મનાઈ કરી દીધી હતી. પરંતુ સંદીપ એકનો બે ન થયો અને પોતાની માતા પાસે આ રૂપિયાની માંગણી કરતો રહ્યો હતો. ઘર ચલાવવા માટે જરૂરી પૈસા ખૂબ જ ઓછા હોવાને કારણે સુનિતાએ તેના દીકરાને રૂપિયા આપવાની ચોખ્ખી મનાઈ કરી દીધી હતી..

બસ આ વાતનું સંદીપને ખૂબ જ ખોટું લાગી ગયું અને તેણે પોતાની ઘર પાસે પડેલા ઈંટના ઢગલા ઉપરથી એક ઈંટ ઉઠાવી હતી અને પોતાની માતા ને માથાના ભાગે મારી દીધી હતી. આ ઈંટનો ઘા વાગતાની સાથે સુનિતા બેહોશ થઈને નીચે જમીન ઉપર પડી ગઈ હતી. સુનીતા જ્યારે બેહોશ થઈ ત્યારે તેણે જોરથી ચીખ નાખી દીધી હતી..

આ ચીખનો અવાજ જ્યારે આસપાસના પડોશીઓ સાંભળ્યો ત્યારે તેઓ સંદીપના ઘરે આવી પહોંચ્યા અને જોયું તો સુનીતાના માથા પરથી લોહી નીકળતું હતું અને તે જમીન ઉપર નીચે પડેલી હતી જ્યારે સંદીપના હાથમાં લોહીવાળું ઈંટડુ પકડેલું હતું. આ દ્રશ્ય જોઈને તેઓ સમજી ગયા કે સંદીપ કોઈ વાતને લઈને તેની માતા સાથે ઝઘડો કરતો હશે..

અને સંદીપ તેની માતાને માતાના ભાગે ખા મારી દીધો છે. સંદીપએ આવેશમા આવીને ન કરવાનો કામ કરી નાખ્યું હતું. તેણે પોતાની જ માતા ઉપર હાથ ઉઠાવ્યો અને આટલો બધો જોરથી વાગ્યો હતો કે તેને હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી. પરંતુ હોસ્પિટલમાં ટુંકી સારવાર બાદ ડોક્ટરે સુનીતાને મૃત જાહેર કરી દીધી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઘરડા પિતાના મોત બાદ સગાભાઈઓ સંપતિના ભાગ પાડવાની બાબતે છુટા હાથની મારામારી ઉપર ઉતરી આવતા જ થયું એવું કે પરિવારની જિંદગી બગડી ગઈ..!

સંપત્તિ માટે પરિવારના સભ્યો અંદર જ આટલો મોટો ઝઘડો કરી બેસે છે કે, જ્યારે આ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *