Breaking News

માતા દૂધ લેવા ગઈ અને ઘરે આવીને જોયુ તો 3 વર્ષનો દીકરો આગમાં બળીને ભડથું થઈ ગયો, કાળજું કંપાવે તેવી ઘટના..!

છેલ્લા ઘણા દિવસોથી આગ લાગવાની ઘટનામાં ખુબ જ વધારો થઈ રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી સૌ કોઈ લોકો આગ સામે સચેત થયા હતા અને ફાયર સેફટીને ધ્યાન આપ્યું હતું પરતું હવે ફરીવાર આગના કેસો વધતા ચકચાર મચી ગયો છે. તાજેતરમાં જ સુરતના હીરાબાગ વિસ્તારમાં બસમાં આગ લાગતા એક મહિલા અને બાળકીનું મોત થયું હતું.

આગના બનાવ એટલા કરુણ અને કાળજું કંપાવે એવા હોઈ છે કારણ ને કોઈ વ્યક્તિ આપડી નજર સામે બળીને ખાખ થઈ જાય છતાં પણ તમે તેને બચાવવા માટે આગમાં કુદી શકતા નથી. જો તમે આગમાં કુદી જાવ તો એક સાથે બે જીવો જોખમમાં મુકાઈ છે. એટલા માટે આગ સામે ફાયર સેફટી જ જીવને જોખમમાંથી બહાર કાઢી શકે છે.

આજે અમદાવાદમાં વહેલી સવારમાં જ એક કાળો કિસ્સો બની ગયો છે. અમદાવાદના ઈન્ડિયા કોલોની વોર્ડમાં આગ લાગવાના કારણે પરિવારનો એક નો એક 3 વર્ષનો લાડકવાયા દીકરાનું મોત થયું છે. આ આગ ગેસલાઈનમાં લીકેજના કારણે લાગી હતી.

સવાર સવારમાં ઇન્ડિયા કોલોનીમાં રહેતા મકવાણા પરિવારનો દીકરો જયવીરસિંહ મકવાણા આગની ઘટનામાં હોમાયો છે. જયવીરસિંહના માતા સવારે દુધ લેવા માટે બજાર ગયા હતા. ત્યારે ઘરમાં ગેસ લીકેજને કારણે આગ ફાટી નીકળી હતી. આગે થોડીક જ ક્ષણોમાં એટલું વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું કે તેને કાબુમાં કરવી ખુબ મુશ્કેલ હતી…

સવારનો સમય હોવાથી અન્ય કોઈ લોકોની નજર પણ ત્યાં પડી નોહતી. જયવીરસિંહના માતાએ ઘરે આવીને જોયું તો તેમના ઘરમાંથી ધુમાડા નીકળતા હતા. તેમનો દીકરો જયવીરસિંહ મકવાણા ગંભીર રીતે આગની ચપેટમાં આવી ગયો હતો. આ દ્રશ્યો જોઈને માતાના પગ નીચેથી જમીન ખસકી ગઈ હતી. કારણ કે તેની નજર સામે તેનો લાડકવાયો દીકરી આગમાં બળી રહ્યો હતો..

તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરતું તે ખુબ વધારે માત્રામાં દાઝી ગયો હોવાથીતેનુ મોત નિપજ્યુ હોવાનુ ડોકટરોએ જણાવ્યુ હતું. આગને લીધે મકાનની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ સ્થાનિકોએ બુઝાવી હતી.

જો કે આગ અન્ય મકાનોમાં પસરતી રોકી ફાયર વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, 3 દિવસ પહેલા અમરાઈવાડીના ભીલવાડાના શ્રીનાથ પાર્ક-1 ના ત્રીજા માળે પણ આગ લાગી હતી, જ્યાં ગેસ લીકેજથી આગ લાગતા એક કિશોર સહિત ત્રણ જણા ગંભીર રીતે દાઝી ગયા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *