Breaking News

માતા 2 બાળકો મૂકીને રીસામણે ગયા બાદ દાદી બની હેવાન, દોઢ વર્ષના ફૂલ જેવા પૌત્રને જમીન પર પછાડીને મારી નાંખ્યો..!

ભારતીય રીતિરીવાજો મુજબ, ઘરના વડીલોની જવાબદારી નાના બાળકોને સંસ્કાર અને વ્યવહાર સમજાવવાની હોઈ છે પરતું આ ઘટના વાચ્યા બાદ તમે પણ બોલી ઉઠશો કે આવા તો કાઈ વડીલ હોતા હશે… ખેડબ્રહ્મામાં વિસ્તારમાં એક ખુબ ચોંકાવનારો ખુલાસો સામે આવતા જ લોકોમાં અરેરાટી મચી ગઈ છે.

ખેડબ્રહ્મામાં વસવાટ કરતા મુકેશભાઈ ઉદાજી ઠાકોર અને તેનો પરિવાર રાજીપે રહતા હતા, તેઓના લગ્ન દસ વર્ષ પહેલા થયા હતા. તેમની પત્ની વાઘેશ્વરીના હતા જેનું નામ વીનાબેન કોદરવી છે. લગ્ન થયા બાદ તેમનો સંસાર સુખેથી ચાલતો હતો. જેમાં બે બાળકોનો જન્મ થયો હતો.

પરંતુ લગ્નના થોડા જ વર્ષો બાદ વીનાબેન 2 દીકરાને મૂકીને પોતાના પિયર ચાલ્યા ગયા હતા. તેમાં 4 વર્ષનો દીકરો ઋત્વિક અને દોઢ વર્ષના શૈલેષનો સમાવેશ થાય છે. ઘરમાં અન્ય કોઈ સ્ત્રી ન હોવાથી આ બાળકોને ખવરાવીને ઉછેર કરવાની તેમજ પાલન પોષણ કરવાની બધી જ જવાબદારી દાદી ચંદ્રિકાબેન પર આવી હતી.

આજકાલના બાળકો સૌથી વધુ સમય પોતાના લાડીલા દાદા-દાદી સાથે વિતાવતા હોય છે. એક સમય હતો જ્યારે દાદીઓ પૌત્રોને વાર્તાઓ કહીને તેમના જ્ઞાનમાં વધારો કરતી હતી. પરંતુ આજના સમયમાં દાદીઓ દાનવ બની રહી છે. મુકેશભાઈ છૂટક મજુરી કામ કરતા હતા…

તેથી તે સવારમાં પોતાના સંતાનોને દાદી પાસે છોડીને મજૂરી કામે જતા હતા. એક દિવસ ચંદ્રિકાબેને મુકેશભાઈને ફોન કરીને કહ્ય હતું કે, નાનો દીકરો શૈલેષ અચાનક બીમાર પડ્યો છે અને તેણે શ્વાસ છોડી દીધો છે. તે સમયે ઉદયપુરમાં કામ કરતા મુકેશભાઈ તાત્કાલિક ખેડબ્રહ્મા આવવા રવાના થયા હતા.

દાદી ચંદ્રિકાબેહેને મુકેશને વધુમાં જણાવ્યું હતું કે બંને છોકરા સાંજે ઘરની બહાર રમતા હતા અને અંધારૂ થતાં જ તેઓને જમાડીને ખાટલામાં સૂવડાવી દીધા હતા. ત્યાર બાદ રાત્રે આઠ વાગ્યેના ટકોરે શૈલેષના મોઢામાંથી અચાનક જ લાળ ટપકવા માંડી હતી… અને થોડી જ વારમાં તો તેના શરીરમાંથી જીવ ચાલ્યો ગયો હતો…

આ શબ્દો સાંભળતા જ મુકેશના પગ નીચેથી જમીન ખસકી ગઈ હતી.  તેઓ તાત્કાલિક ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જ્યા તેમણે જોયુ કે, મોટા દીકરા ઋત્વિકના ચહેર પર ઈજાના નિશાન હતા. તો નાનો દીકરો શૈલેષ મૃત્યુ પામ્યો હતો.

ઋત્વિકને શરીરે અનેક ઇજાઓ હતી. તો બીજી તરફ પાડોશીઓને પણ ચંદ્રિકાબેન પર શંકા ગઈ હતી. કારણ કે, બનાવની રાતે ઘરમાંથી બંને બાળકોના રડવાનો અને ચંદ્રિકાબેનની બૂમો પાડવાનો અવાજ આવતો હતો. જેથી પી.એમ રિપોર્ટ આવતા પોલીસે ચંદ્રિકાબેનની આકરી પૂછપરછ કરી હતી..

જેમાં તેમણે પોતાનો ગુનો કબૂલ્યો હતો. ચંદ્રિકાબેને ભોંયતળીયે પછાડીને બંને બાળકોને માર માર્યો હતો. જેમાં શૈલેષનુ મોત નિપજ્યુ હતું.  ચતુર દાદીએ હત્યાને અકસ્માતમાં ફેરવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બીજા પૌત્ર અને પાડોશીઓની મદદથી હત્યારી દાદીનો ભાંડો ફુટ્યો હતો. એક દાદીએ જ દાનવ બનીને માસુમનુ મોત નિપજાવ્યુ હતું.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *