Breaking News

લગ્ન પહેલા જુગાર રમવા બેઠેલો વરરાજો રોકડા માટે ઝઘડો કરી બેસતા, મિત્રએ ઈંટના ઘા મારીને ટીંચી નાખ્યો, અને પછી તો થયું એવું કે….

કહેવાય છે કે, ખરાબ કુટેવો એક ને એક દિવસ માણસને બરબાદ કરી નાખે છે. આ ઉપરાંત વ્યસનના અવળા રવાડા તો માણસની સાથે સાથે તેનું પારિવારિક અને વ્યવહારિક જીવન પણ બરબાદ કરી નાખે છે. જે વ્યક્તિ વ્યસનની અંદર ખૂબ જ ઊંડાણપૂર્વક સપડાઈ ગયો હોય તે વ્યક્તિ તેમાંથી બહાર નીકળવા ઘણી મથામણ કરે છે..

છતાં પણ તે અંદર ને અંદર ફસાતો જાય છે. એટલા માટે આવી બધી કુટેવો અને વ્યસનથી દૂર રહેવું જોઈએ અત્યારે એક કુટુંબને કારણે જ એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે. આ ઘટના સન ફ્લાવર સોસાયટીની છે. આ સોસાયટીમાં બંટી નામનો એક યુવક તેના પરિવાર સાથે રહે છે. માત્ર પાંચ દિવસની અંદર જ બંટીના લગ્ન થવા જઈ રહ્યા હતા..

પરંતુ લગ્નનો પ્રસંગ પૂર્ણ થાય એ પહેલાં જ બંટીનું મૃત્યુ થઈ ગયું છે. બંટી સાંજના સમયે તેના મિત્ર પવન સાથે ગાર્ડન પાસે બેસીને જુગારની રમત રમતો હતો. તેઓએ દસ દસ રૂપિયાથી ચાલ રમવાની શરૂ કરી હતી. આ રમતમાં બંટી 500 રૂપિયા હારી ગયો હતો. ત્યારે તેણે થોડી દૂર રહેતી તેની બહેન પાસેથી 700 ઉછીના લઈને ફરી પાછો અહીં આવી પહોંચ્યો..

અને તે ફરી પાછો જુગાર પણ રમવા લાગ્યો હતો, અને તેની કિસ્મત બદલાઈ ગઈ રમતા રમતા તેણે 500 રૂપિયા તો જીતી લીધા અને ત્યાર પછીના 250 રૂપિયા તેના મિત્ર પવનને જીત્યા હતા. જ્યારે આ રમત તેઓએ પૂર્ણ કરી દીધી ત્યારે પવને આ 250 રૂપિયા બંટી પાસેથી માંગ્યા હતા..

પરંતુ બંટીએ આ રૂપિયા આપવાની મનાઈ કરી દેતા બંને વચ્ચે લડાઈ ઝઘડો થઈ ગયો હતો. નાના અમથા રોકડાની બાબતમાં બંને વચ્ચે ખૂબ જ મોટું લડાઈ ઝઘડો થઈ જતા બંને મારા મારી ઉપર પણ ઉતરી આવ્યા હતા. જ્યારે બંટીએ પવનને ઢોર મારવાનું શરૂ કર્યું તો બીજી બાજુ પવનનો ભાઈ રાજુ પણ ત્યાં આવી પહોંચ્યો અને તેણે પોતાના ભાઈને બચાવવા માટે બંટી ઉપર ત્યાં પાસે જ પડેલી ઇંટ લઈને વાર કરી દીધો હતો..

અને આ વાર એટલો બધો ભયંકર હતો કે, બંટીનું ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયું હતું. જ્યારે આ ઘટના બની ત્યારે આસપાસના ઘણા બધા લોકો ત્યાં હાજર થઈ ગયા હતા. તેઓએ તરત જ બંટીને જિલ્લાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ ત્યાં પહોંચે એ પહેલાં તો બંટીનું મૃત્યુ થઈ ગયું હતું..

બંટીની ઉમર અંદાજિત 26 વર્ષની હોવાનું સામે આવી રહ્યું છે. તે ઘણા સમયથી લગ્નની સમસ્યાથી ખૂબ જ પરેશાન હતો. તેની આવી કુટેવને કારણે તેનો લગ્ન થતા હતા નહીં. પરિવારજનોએ માંડ માંડ તેના માટે સારી કન્યા શોધી હતી. પરંતુ તેની સાથે પરણે પહેલાં તો બંટીનું મૃત્યુ થઈ જતા ચારે કોર ચકચાર મચી ગયો છે…

પરિવારજનોમાં પણ રોકડ મચી ગઈ છે, કારણ કે બે દિવસ પછી તેમના ઘરે શુભ પ્રસંગ આવી રહ્યો હતો અને તેમના દીકરાની જાન લઈને જવાનું હતું. પરંતુ આ તમામ સુખની ઘડીઓ હવે બાજુ પર મૂકીને અત્યારે સમગ્ર પરિવાર મોતના માતમમાં છવાઈ ગયો છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *