Breaking News

લગ્નની એનીવર્સરી પર પતિએ ફરવા જવાની ના પાડતા પત્નીએ ફિનાઈલના ઘૂંટડા ગટગટાવ્યા, અરેરાટી મચાવતો બનાવ..!

આજકાલ લગ્નની એનિવર્સરી પતિ-પત્નીની બર્થ ડે તેમજ સગાઈની એનિવર્સરીની સાથે સાથે એવી ઘણી બધી તારીખો વ્યક્તિગત જીવનમાં ખૂબ જ મહત્વની સાબિત થતી હોય છે. મોટાભાગે આપણે જોયું છે કે પતિઓને તેમના લગ્નની વર્ષગાંઠ કે તેમની પત્નીની જન્મ તારીખ યાદ હોતી નથી..

જેમના કારણે પત્નીને ખૂબ જ ખોટું લાગી જતું હોય છે. કારણ કે તેમના પત્નીને માત્ર એક દિવસ જે પત્ની માટે ખૂબ જ ખુશનુમા ભર્યો હોય એ પણ યાદ રહેતો નથી. ઘણી બધી વાર આવી મહત્વની તારીખો ભૂલી જવાના કારણે પતિ પત્ની વચ્ચે ડખાઓ પણ થતાં હોય છે. હાલ રાજકોટના વિજયનગરમાં દરિયા પરિવાર રહે છે..

જેમાં એક પતિ-પત્નીની લગ્નની વર્ષગાંઠ હતી. પરંતુ પતિએ આ વર્ષ ગાંઠની ઉજવણી ન કરતાં પત્નીને ખૂબ જ માઠું લાગી ગયું હતું અને તેણે આપઘાત નો પ્રયાસ કર્યો છે. વિજયનગરના પ્લોટ 11માં રહેતા સાગર ભાઈના લગ્ન ચાર વર્ષ પહેલા ઉર્વશી બહેન સાથે થયા હતા. છેલ્લા દિવસોમાં તેમના લગ્નના ચાર વર્ષ પૂર્ણ થતા તેમની પત્નીએ સાગરભાઇ ને સાંજના સમયે કોઈ સારી જગ્યા પર બહાર લઈ જવાની વાત કરી હતી..

અને તેમના લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરવાની માહિતી આપી હતી. સાગરભાઇ તેમની પત્નીનેએ સમયે તો હા પાડી આપી હતી કે આપણે જરૂર કોઈ સારી જગ્યા પર જઈશુ અને લગ્નની એનિવર્સરીની ઉજવણી કરશું પરંતુ જ્યારે એનિવર્સરીનો દિવસ આવ્યો ત્યારે સાગરભાઇ એ સાંજે તેમની પત્નીને જણાવ્યું હતું કે મારી પાસે પૈસા નથી..

એટલા માટે હાલ આપણે ફરવા જવાનો પ્લાન કેન્સલ રાખીશું. અને થોડા સમય પછી આપણે ફરવા જઈશુ. પરંતુ તેની પત્નીને આ બાબતમાં ખૂબ જ માઠું લાગી ગયું હતું. અને ઘરમાં પડેલી ફિનાઈલની બોટલ તેણે ગટગટાવી લીધી હતી. હકીકતમાં જો પત્નીની આ વાત સાથે પત્ની સહમત હોય તો આ પ્રકારનો બનાવ બને નહીં..

પતિ અને પત્ની બન્ને સમજદાર હોય તો લગ્નજીવન સુખમય રીતે પસાર થતું હોય છે. સાગરભાઇ કોઈ કારણસર આર્થિક પરિસ્થિતિમાં મુશ્કેલીનો સામનો કરતા હશે. એટલા માટે તેને લગ્નની વર્ષગાંઠ ઉજવવાની મનાઈ કરી હતી. પરંતુ તેમની પત્ની આ બાબતને સમજી શકી નહીં અને માઠું લાગી ગયું હતું અને અંતે તેણે આપઘાત કરવાનો પ્રયાસ કરી લીધો હતો..

સાગરભાઇ ને જાણ થઈ કે ઉર્વશીએ ફિનાઈલ પી લીધી છે. એટલે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. આ બનાવની જાણ સ્થાનિક પોલીસને પણ જાણ થતાં તેઓ પણ હોસ્પિટલે દોડી આવ્યા હતા. અને પૂછપરછ શરૂ કરી હતી. ઉર્વશીબેન પોલીસને જણાવ્યું હતું કે લગ્નની એનિવર્સરી ન ઉજવવાને કારણે તેમને માઠું લાગી ગયું હતું..

તેના કારણે તેઓએ આ પગલું ભર્યું છે. આજકાલના દરેક પતિ-પત્નીઓ એ આ લેખ પરથી શીખ લેવી જોઈએ કે જ્યારે પણ વિકટ પરિસ્થિતિ આવી પડે છે. ત્યારે બંનેએ સાથે મળીને પરિસ્થિતિનો સામનો કરવાનો હોય છે. એવામાં પણ જો મનમાં રહેલી જીદ પૂર્ણ કરવાની તીવ્ર ઇચ્છા થતી હોય એ બાબત બિલકુલ ખોટી છે..

જ્યારે પતિનો ખરાબ સમય ચાલતો હોય. ત્યારે પત્નીએ સાથ આપવો પડે છે. અને જ્યારે પત્ની નો ખરાબ સમય ચાલતો હોય ત્યારે પતિએ સાથ આપવો પડે છે. એકબીજાની જીદ પર અડગ રહેવાથી ઝગડાઓ ઉત્પન્ન થાય છે. અને આ ઝઘડાઓનો હલ સમગ્ર જીવન દરમિયાન ક્યારેય પણ મળતો નથી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *