લગ્ન પ્રસંગના ઉતારે મહેમાનોને સુવા માટે કરેલી પથારીમાંથી મળ્યું એવું કે મહેમાનના પરસેવા છૂટી ગયા, મચી ગઈ હડિયાપાટી..!

જે ઘરમાં લગ્ન પ્રસંગ આવી પહોંચી હોય તે ઘરના સભ્યોએ મહેમાનોના રહેવા તેમજ ખાવા પીવાની અને સુવાની દરેક ચીજ વસ્તુઓની તૈયારીઓ કરવી પડે છે, મહેમાનને સાચવવાએ ખૂબ જ મોટી જવાબદારી આવી પડતી હોય છે. લગ્ન પ્રસંગના સમયની અંદર ઘણી બધી ચીજ વસ્તુઓનું મેનેજમેન્ટ કરવું પડે છે..

પરંતુ અત્યારે લગ્ન પ્રસંગના ઉતારે એક હચમચાવી દેતી ઘટના બની ચૂકી છે. જ્યારે-જ્યારે પણ લગ્ન પ્રસંગ આવી પહોંચે છે. ત્યારે મોટાભાગે ગામડાના વિસ્તારોમાં લગ્ન પ્રસંગની અંદર હાજરી આપવા માટે આવેલા મહેમાનોને અન્ય વ્યક્તિઓના ઘરે ઉતારો આપવામાં આવે છે કે, જ્યાં તેઓ સુખ ચેનથી રહી શકે અને આ લગ્ન પ્રસંગની અંદર હાજરી આપી શકે..

પરંતુ આ લગ્ન પ્રસંગના ઉતારામાં મહેમાનો જ્યારે સાંજે સુવા માટે કરેલી પથારીમાં સુવા જતા હતા. ત્યારે એવું દ્રશ્ય જોઈ લીધું છે કે, મહેમાનોના પરસેવા છૂટી ગયા હતા અને ચારે કોર હડીયા પાટી મચી ગઈ હતી, આ ઘટના સાતરડી ગામની છે. આ ગામમાં હીના નામની યુવતીના લગ્ન યોજાયા હતા..

હીનાના લગ્નમાં હાજરી આપવા માટે અન્ય ગામના મહેમાનો ત્યાં આવી પહોંચી હતા. અને તેમને વિનુપ્રસાદના ઘરે ઉતારો આપવામાં આવ્યો હતો. જ્યાં ગાદલા અને ગોદડા સહિતની ચીજ વસ્તુઓનું મેનેજમેન્ટ કરીને પથારી કરવામાં આવી હતી. અને ત્યાં મહેમાનો સુખચેનથી સુઈ શકે પરંતુ રાત્રિના સમયે જ્યારે મહેમાનો સુવા માટે કરેલી પથારીમાં સુવા જતા હતા..

ત્યારે ધાબળો ઊંચો કરતાની સાથે જેવું દ્રશ્ય જોઈ લીધું કે, મહેમાનોના પરસેવા છૂટી ગયા હતા. વિનુપ્રસાદનું ઘર ખેતરોની એકદમ નજીક આવેલું હોવાથી તેના ઘરની અંદર અવારનવાર કોઈ ઝેરી ચીજ વસ્તુઓ જોવા મળતી હોય છે. પરંતુ આ વખતે મહેમાનો અને સુવા માટે કરેલી પથારીના ધાબળાની નીચેથી સાપ મળી આવ્યો હતો..

આ સાપ ધાબળાની નીચે લપાઈને બેઠો હતો. જ્યારે મહેમાનને સુવા માટે ધાબળો ઊંચો કર્યો ત્યારે અચાનક જ આ સાપ ફુફાડા મારીને બહાર નીકળી આવ્યો હતો. આ દ્રશ્ય જોઈને મહેમાનો હચમચી ઉઠ્યા અને ત્યાંથી ભાગવા લાગ્યા હતા. તેવો ભાગતા ભાગતા લગ્ન પ્રસંગ વાળા ઘરે આવી પહોંચ્યા અને જ્યાં તેઓએ ઘરધણીને જણાવ્યું કે, તેઓએ જે ઉતારો આપ્યો છે..

ત્યાં સુતી વખતે તેમની પથારીમાંથી સાપ મળી આવ્યો છે. સદનસીબે કોઈ વ્યક્તિને ઈજા કે હાની પહોંચી નથી. પરંતુ આ દ્રશ્ય જોઈને તેવો હચમચી ગયા છે. અને હવે આ જગ્યા પર રહેવા કે સુવા માનતા નથી. તાત્કાલિક ધોરણે તેમને અન્ય કોઈ જગ્યાએ ખસેડવામાં આવે તેવું તેઓ જણાવવા લાગ્યા હતા.

હીનાના માતા પિતા આ ઘટનાને લઈને ખૂબ જ ડરી ગયા હતા. તેમના પરિવારના અન્ય સભ્યોએ તાત્કાલિક ધોરણે અડધી રાત્રે મહેમાનોને અન્ય ઉતારા ઉપર ખસેડવાની કામગીરી શરૂ કરી હતી. તરત જ મહેમાનોને બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓ સુખ ચેનથી રહી શકે અને આ લગ્ન પ્રસંગની હાજરી આપી શકે..

પરંતુ આ હચમચાવી દેતી ઘટના બની જતા લગ્ન પ્રસંગની અંદર હડીયા પાટી મચી ગઈ છે. થોડા સમય પહેલા પણ એક એવી ઘટના સામે આવી હતી કે, લગ્ન પ્રસંગના ઉતારા ઉપર બંને પક્ષોના મહેમાનો વચ્ચે લડાઈ ઝઘડો થઈ ગયો હતો. આ ઝઘડો એટલો બધો આગળ વધી ગયો કે, જેમાં મારામારીના દ્રશ્યો પણ સર્જાયા અને ત્રણ વ્યક્તિઓ હોય જ વ્યસ્ત પણ થઈ ગયા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment