Breaking News

લગ્નના માંડવે જ દુલ્હનને યમરાજ તેડી જતા નાની દીકરીને પરણાવી પરિવારે જાન વળાવી, લગ્ન પહેલા જ મોત થતા મરશીયા ગાવાનો વારો આવ્યો.. ઓમ શાંતિ..!

ગુજરાતના ભાવનગરમાંથી અત્યારે ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જે ઘરની અંદર લગ્ન પ્રસંગ હોય તે ઘરે દરેક લોકો ખૂબ જ વધારે ખુશ હોય છે. તેમના ઘરે આવેલા પ્રસંગ રાજી ખુશી અને વિધ્ન વગરની પૂર્ણ થઈ જાય તેવી દરેક લોકોની ઈચ્છા હોય છે. પરંતુ ભાવનગરના એક પરિવારમાંથી ખૂબ જ મોટી આફત આવી પડી હતી..

સુભાષનગર વિસ્તારમાં આવેલા ભગવાનેશ્વર મહાદેવની મંદિરની સામેના વિસ્તારમાં રહેતા ભરવાડ પરિવારના ઝીણાભાઈ ભકાભાઈ રાઠોડના પરિવારજનો સાથે આ દુઃખદ ઘટના બની જવા પામી છે. તેમના ઘરે લગ્ન પ્રસંગ આવી પહોંચ્યો હતો. તેમના ઘરે જે દીકરીનું લગ્ન પ્રસંગ હતો, એજ દીકરી અચાનક ચકકર ખાઈને નીચે ઢળી પડી હતી..

અને ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવી. પરંતુ ત્યાં ડોક્ટરે જણાવ્યું કે, હૃદય રોગનો હુમલો આવવાને કારણે હેતલ નું મૃત્યુ થઈ ગયું છે. જે દીકરી ફેરા ફરીને સાસરે જવાની હતી, હવે એ દીકરીની અર્થી ઉઠતા પરિવારજનો મોતના મરશિયા ગાવાનો વારો આવી ગયો હતો..

ઝીણાભાઈ રાઠોડની દીકરી હેતલના લગ્ન નારી ગામના રાણાભાઇ બુટાભાઈ આલગોતર નામના વ્યક્તિના દીકરા વિશાલભાઈ સાથે નક્કી કરવામાં આવ્યા હતા. જાન પરણવા માટે ભાવનગર આવી પહોંચી હતી. પરંતુ માંડવી પહોંચતાની સાથે જ દુલ્હનનું મૃત્યુ થઈ જતા ચારેકોર મોતનો માતમ છવાઈ ગયો હતો..

અને આવી દુખદ ઘટનાની અંદર પરિવારજનો એ એવો દાખલો બેસાડ્યો છે કે, જેને સૌ કોઈ લોકો સલામ કરી રહ્યા છે. જાન એમનેમ પાછી ન જાય એટલા માટે આ પરિવારજનોએ તેમની નાની દીકરીના લગ્ન વરરાજા સાથે કરાવ્યા હતા. અને જાનને વિદાય પણ આપી દીધી હતી. ત્યાં સુધી દીકરી હેતલની લાશને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી હતી..

અને ત્યારબાદ તેના અંતિમ સંસ્કારની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી. બિચારા પરિવારજનો ખુબ જ ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા છે. જાન પરત ન જાય એટલા માટે તેઓએ તેમની નાની દીકરીને વરરાજા સાથે પરણાવી દીધી હતી. જ્યારે આ દીકરીની અંતિમ યાત્રા કાઢવામાં આવી ત્યારે તેમના પરિવારની સાથે સાથે તેમના પડોશી પણ દુઃખની ઘડીને રોકી શક્યા નથી..

સૌ કોઈ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી, કારણ કે લગ્ન પ્રસંગ આવી પહોંચ્યો હતો. અને જ્યાં લગ્ન ગીતો ગવાય રહ્યા હતા અને ત્યાં જ અચાનક મોતના મરશિયા ગાવાનો વારો આવતા દરેક લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. જ્યારે આ દીકરીને સ્મશાને લઈ જવામાં આવી ત્યારે હજુ પણ ઘણા બધા વ્યક્તિને વિશ્વાસ થયો નહીં કે, જે દીકરીને પરણવા માટે જાન આવી હતી..

તે જ દીકરીની અંતિમયાત્રા હવે નીકળી ચૂકી છે. હકીકતમાં જ્યારે જ્યારે પરિવારજનો સાથે આવી ઘટના બને છે. ત્યારે કોઈપણ વ્યક્તિ માટે આવી દુઃખદ ઘટના સહન કરવી ખુબ જ મુશ્કેલ બની જાય છે. જે કોઈ પણ વ્યક્તિ માટે સહન કરવું સેહલુ નથી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *