Breaking News

લગ્નમંડપ પાસેથી મામેરામાં આવેલા રૂપિયા અને દાગીના ભરેલો થેલો ચોરી થઈ જતા પ્રસંગમાં ચીસા-ચીસ મચી ગઈ, CCTV કેમેરા જોયા તો મહેમાનોના પણ હોશ ઉડી ગયા..!

લગ્ન પ્રસંગની અંદર જુદી-જુદી વિધિઓમાં પરિવારજનો વ્યસ્ત હોય છે. ત્યારે લગ્નની અંદર રહેલી તમામ કિંમતી ચીજ વસ્તુ અને પૈસા સહિતની વસ્તુઓને સાચવવા માટે પરિવારનો જ કોઈ એક સભ્ય હંમેશા હાજર હોય છે. જો સહેજ અમથું પણ ધ્યાન ભંગ થાય તો ખૂબ જ મોટી સંખ્યામાં પધારેલા મહેમાનોની વચ્ચે શું ઘટના બની જાય તેનું નક્કી હોતું નથી..

અત્યારે એક પરિવારને માથે હાથ દઈને રડવાનો વારો આવ્યો હતો. કારણકે ચાલુ લગ્નની અંદર ખૂબ જ મોટી હચમચાવી દેતી ઘટના બની ચૂકી છે. આ ઘટના બાલાજી નગરમાં રહેતા પ્રભુ દયાળ નામના વ્યક્તિ સાથે બની છે. તેમના દીકરાના લગ્ન સંજીવની પેલેસ પાસે યોજવામાં આવ્યા હતા..

આ લગ્નની અંદર તમામ મહેમાનો પણ આવી પહોંચી હતા. જેમાં જુદી-જુદી વિધિઓ શરૂ કરવામાં આવી, મામેરાની વિધિ દરમિયાન અંદાજે 15 તોલા જેટલું સોનું અને સાત લાખ રૂપિયા રોકડા આપવામાં આવ્યા હતા. આ તમામ રકમ એક થેલામાં મૂકીને તેને સાચવણી કરવામાં આવતી હતી..

આ થેલાની સાચવણી જતીન નામનો તેમના જ પરિવારનો એક યુવક કરી રહ્યો હતો. પરંતુ જમણવારના કાર્યક્રમની અંદર અન્ય કોઈ કામ હોવાને કારણે જતીન આ થેલાને ત્યાં નીચે મૂકીને જતો રહ્યો હતો. બસ આ લાપરવાહીને કારણે આજે પરિવારજનોને માથે હાથ દઈને રડવાનો વારો આવી ગયો છે..

જ્યારે જતીન પાસે પરિવારના સભ્યોએ આ થેલાની માંગણી કરી હતી, ત્યારે જતીન વિચારમાં પડી ગયો કે, તેણે અન્ય કામ પૂર્ણ કરવાની ભાગ દોડની વચ્ચે આ થયાને તેણે રખડતો મૂકી દીધો હતો. આ થેલાને તેણે અંતિમ વખત લગ્નના સ્ટેજની બાજુમાં મૂક્યો હતો. પરંતુ ત્યાં અત્યારે ફરીવાર પહોંચ્યો ત્યારે જોયું તો આ થેલો ત્યાં હાજર હતો નહીં..

થેલાની અંદર 15 તોલા જેટલું સોનુ તેમજ સાત લાખ રૂપિયા રોકડા મુકેલા હતા આટલી મોટી કિંમતનો આ થેલો ગાયબ થઈ જવાને કારણે પરિવારજનો ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયા અને આ થેલો અહીંથી કોણે ચોરી કરી લીધો છે, તેની જાણકારી મેળવવા લાગ્યા હતા. સંજીવની પેલેસની નજીક એક બંગલામાં રહેતા વ્યક્તિએ તેના બંગલા ની બહાર સીસીટીવી કેમેરા લગાવ્યા હતા..

ત્યાં રહેલા કેટલાક લોકોએ સલાહ સૂચન આપ્યું કે, આપણે આ કેમેરાની અંદર તપાસ કરવી જોઈએ. કદાચ આ વ્યક્તિના કેમેરાની અંદરથી આપણા લગ્ન પ્રસંગની અંદર શું બનાવ બન્યો છે. તેની જાણકારી મળી રહેશે જ્યારે આ સીસીટીવી કેમેરાને ખોલવામાં આવ્યા અને તેનું ફૂટેજ ચેક કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે તેમના લગ્ન પ્રસંગની અંદર મહેમાન તરીકે આવેલી એક મહિલાએ આ થેલાને ત્યાંથી લઈ લીધો છે..

અને ઢીલા પગે ત્યાંથી નીકળીને તે ફરાર થઈ ગઈ છે. ઘણા બધા લોકો અન્ય કોઈ વ્યક્તિની સફળતાને સહન કરી શકતા નથી. અને કોઈ વ્યક્તિને નીચા દેખાડવા માટે તેની સાથે એકદમ નીચી કક્ષાની હરકતો પણ કરી નાખે છે, જ્યારે પરિવારના સભ્યોને પૂછપરછ કરવામાં આવી કે આ વ્યક્તિ કોણ હતું..

ત્યારે તેઓએ જણાવ્યું કે, તેઓ જ્યારે આજથી પાંચ વર્ષ પહેલા અન્ય સોસાયટીની અંદર રહેતા હતા. ત્યાં પડોશમાં રહેતી આ મહિલા છે. જેને અતિશય વધારે કિંમતનો આ થેલો ચોરી કરી લીધો છે. તેઓ જ્યારે આ મહિલાની પડોશમાં રહેતા હતા. ત્યારથી જ આ મહિલા સ્વભાવની ખૂબ જ ટૂંકી હતી…

તેમજ તેનાથી અન્ય કોઈ વ્યક્તિની સફળતા ક્યારેય પણ સહન થતી હતી નહીં. આ મહિલાને પકડવા માટે અત્યારે પોલીસની ટીમો લાગી પડી છે. મહિલાએ શહેર છોડી દીધું હોવાની પણ માહિતી સામે આવી છે. જ્યારે તેના ઘરે ખબર પડી કે, આ મહિલાએ અન્ય કોઈ વ્યક્તિના લગ્નમાંથી ખૂબ જ મોટી રકમ ચોરી કરીને ભાગી ગઈ છે. ત્યારે તેમનું મોઢું શરમથી નીચે ઝૂકી ગયું હતું..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *