લગ્ન પહેલા દુલ્હા અને દુલ્હન બંનેને એકબીજા સાથે વાતચીત કરીને બંનેના સ્વભાવને સમજી લેવા ખૂબ જ જરૂરી છે. પરંતુ હાલના લગ્નમાં એકબીજા પ્રત્યેનો વિશ્વાસ જોવા મળતો નથી. જેના કારણે લગ્ન થયા બાદ ઘરમાં અવનવા કિસ્સાઓ બનતા હોય છે. હાલ એક દુલ્હનને દુલ્હનના પરિવારજનોને રોડે ચડાવી દીધા છે..
આ બનાવ ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાં બન્યો છે. હકીકતમાં શામલી જિલ્લાના સિંભાલકા ગામમાં પીન્ટુભાઇ નામના વ્યક્તિ રહે છે. તેમના દીકરા જયપ્રકાશના લગ્ન બાગપત જિલ્લાના કિરણ પાલ નામની યુવતી સાથે કરવામાં આવ્યા હતા. લગ્ન થયાના થોડા દિવસોની અંદર અંદર જ ઘરમાં ખૂબ સારો સુમેળ જોવા મળતો હતો..
થોડા દિવસ સુધી દુલ્હન રીતિરિવાજ મુજબ દુલ્હા સાથે રહેતી હતી. પરંતુ ધીમે ધીમે તેનું વર્તન બદલાવા લાગ્યું હતું. પરિવાર એક દિવસ સાંજે ભોજન જમ્યા બાદ સુઈ ગયો હતો. અને સવારે જાગીને જોયું તો સૌ કોઈ લોકોના ડોળા ફાટેલા રહી ગયા હતા. કારણ કે ઘરની અંદરથી રોકડા રૂપિયા અને સાથે સાથે કિંમતી ચીજવસ્તુઓ અને સોનાના દાગીના પણ ગાયબ હતાં..
સાથે જયપ્રકાશની પત્ની પણ ગાયબ હોવાથી પરિવારજનો સમજી ચૂક્યા હતા કે નક્કી જયપ્રકાશની પત્ની ઘરે કીમતી ચીજ વસ્તુઓ ચોરી ને અન્ય કોઈ વ્યક્તિ સાથે ભાગી ગઇ છે. આ બધાની સાથે પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી હતી. તપાસ કર્યા બાદ જણાવ્યું હતું કે લગ્નના એક મહિના થયા બાદ કિરણ નામની આ યુવતીએ જયપ્રકાશના પરિવારજનોને ચકમો આપીને કીમતી ચીજવસ્તુ ચોરીને પોતાના પ્રેમી સાથે ભાગી જવાની તૈયારીઓ કરી લીધી હતી..
એ દિવસ અને રાત્રીના સમયે દૂધની અંદર બેભાન કરવાની દવા મીલાવી દીધી હતી. આ દૂધને પરિવારના તમામ સભ્યોએ ખાધું હતું. પરંતુ જયપ્રકાશની પત્નીએ દિવસે જમવાનીના પાડી દીધી હતી. એટલે પરિવારના તમામ સભ્યો દૂધ પીતાની સાથે જ બેભાન થઈ ગયા હતા. આ મોકો ઉઠાવીને તેને ઘરમાં પોતાના પ્રેમીની મદદથી હાથ સફાયો કર્યો હતો..
અને તમામ ચીજ વસ્તુઓ ચોરી લીધી હતી. ત્યારબાદ તે પોતાના પ્રેમી સાથે ભાગી ગઇ હતી.જયપ્રકાશ પરિવારજનોએ પોલીસને માહિતી આપતા જણાવ્યું હતું કે, તેઓની સંખ્યા મુજબ તેમની પત્ની બાગપત જિલ્લાના અંકિત બાવલી નામના યુવકના પ્રેમમાં જોડાયેલી હતી એટલા માટે તે ઘરનો સામાન ચોરીને યુવક સાથે ભાગી ગઇ હોવાની શક્યતાઓ છે..
પોલીસે પણ જણાવ્યું હતું કે આ બાબતે જરૂરી કાર્યવાહી થશે તેમજ મહિલાની ધરપકડ પણ કરવામાં આવશે.હકીકતમાં એકબીજાના વિશ્વાસ વગર લગ્ન કરવા ખૂબ અઘરો સાબિત થાય છે. લગ્ન થયા બાદ જો પતિ કે પત્ની બંને માંથી કોઈ એક સભ્ય ખુશ ન હોય તો તેનું પરિણામ સમગ્ર પરિવારને ભોગવવું પડે છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]