રોજ ઘણા બધા પારિવારિક મામલાવો સમાચાર પત્રકમાં આપણે સાંભળતા હોઈએ છીએ. તેમજ સોશિયલ મીડિયા પણ અવારનવાર ઘરેલુ મામલાઓ સામે આવતા હોય છે. ઘણા બધા ઘરેલુ મામલાઓમાં સસરા તેમજ પતિ ઘરની પુત્રવધૂને ત્રાસ પહોંચાડતા હોય છે. તો ઘણા મામલાઓમાં ઘરમાં પુત્રવધૂનું રાજ ચાલતું હોય છે. અને તેના રાજમાં સાસુ સસરા તેમજ પતિ હેરાન થતાં હોય છે..
હાલ મહેમદાવાદમાંથી ચકચાર મચાવી દે તેવો એક કિસ્સો સામે આવ્યો છે. મહેમદાવાદ વિસ્તારમાં રાધે કિશન સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં હિગુ પરિવાર રહે છે. આ પરિવારના મોભી કરણભાઈનો દીકરો આકાશના લગ્ન ઉમરેઠના ભાટાવાડાના ઘેલાભાઈની 27 વર્ષની દીકરી જલ્પા સાથે કરવામાં આવ્યા હતા.
જલ્પાનો પતિ આકાશ તેમજ તેના સાસુ-સસરા એટલે કિરણભાઈ તેમજ છાયાબેન અને તેની નણંદ હિરલબેન આ તમામ લોકો એક જ પરિવારમાં રહેતા હતા. લગ્ન બાદ થોડા દિવસ તો તેઓનું જીવન ખૂબ સારી રીતે વીત્યું હતું. પરંતુ જેમ જેમ સમય વિતતો ગયો. તેમ તેમ સાસુ-સસરા જલ્પાને ખૂબ જ મહેણાં-ટોણાં મારવા લાગ્યા હતા.
તેમજ આકાશ પણ જલ્પાને ખૂબ જ હેરાન ગતિ પહોંચાડવા લાગ્યો હતો. તે અવારનવાર જલ્પાને ઇગ્નોર કરતો હતો. જો તેની સાથે બુલેટ પર બેસીને જલ્પા કોઈ જગ્યાએ બહાર જાય તો હંમેશા તેના કરતાં એક વેંત દૂર બેસવું પડે છે. તેમજ તેને અટકવાની પણ તે મનાઈ ફરમાવતો હતો. આ સાથે સાથે કોઈ હોટલમાંથી બહાર જમવા જાય એ વખતે પણ આકાશ પોતાના મોબાઈલમાં મજા કરતો હોય..
જ્યારે જલ્પા એકલી બેસીને જમતી હતી. એટલે કે જલ્પાને દિવસેને દિવસે ખૂબ જ હેરાન ગતિ પહોંચાડતો હતો. આ તમામ બાબતોને જલ્પા સહન કરતી હતી. એક દિવસથી પોતાના પિયર મળવા ગઈ ત્યારે તેના માતા-પિતાને આ તમામ બાબતો જણાવી હતી. માતા-પિતા એ વિચાર્યું કે પોતાની દીકરીનું ઘર ભાંગશે એટલા માટે તેઓ તેમની દીકરીને સમજાવી હતી..
અને આ તમામ બાબતો સહન કરવા જણાવ્યું હતું. પરંતુ દિન-પ્રતિદિન સાસરિયાં તરફથી હેરાનગતિ એટલી બધી વધી જતી હતી કે અંતે જલ્પાએ એવું પગલું ભરી લીધું છે કે, જેના કારણે સાસરીવાળાના મોઢા હમેશા માટે ફાટેલા રહી ગયા છે. જ્યારે જલ્પાના માતા-પિતા ને માથે મોટું દુઃખ આવી પહોંચ્યું છે. એક દિવસ તેણે પોતાના રૂમમાં જઈને રાત્રિના સમયે પંખા સાથે લટકી ને ગળાફાંસો ખાઇ લીધો હતો.
બીજા દિવસે સવારે જ્યારે સાસરિયા વાળાને જાણ થઈ કે તેમની ઘરની પુત્રવધુ જલ્પાએ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું છે. ત્યારે તેઓ હક્કા-બક્કા રહી ગયા હતા અને વિચારમાં મુકાઇ ગયા હતા. જલ્પાએ એક સુસાઈડ નોટ લખી હતી. આ સુસાઇડ નોટના શબ્દો જ્યારે સામે આવ્યા ત્યારે હડકંપ મચી ગયો હતો. કારણ કે આ સુસાઇડ નોટમાં હાજર થાય તેના સાસરિયાઓ વિરુદ્ધ ખૂબ જ મોટા ધડાકા કરી દીધા હતા..
જલ્પાએ સુસાઇડ નોટમાં જણાવ્યું હતું કે જ્યારે હું પરણીને મારા સાસરે આવી ત્યારે મેં વિચાર્યું હતું કે પરિવારજનો મને એક દીકરીની જેમ રાખશે તેમજ હું પણ પરિવારજનોને મારા સગા માતા-પિતા તેમજ ભાઈ બહેનની જેમ જ સાચવીશ. તેમ જ મારા પતિને હું રાજાની જેમ સાચવીશ. પરંતુ અને સાસરિયાઓ તરફથી કોઈપણ પ્રકારની હૂંફ મળી નહીં..
અને તેઓ હંમેશા મારી સાથે મહેણાં ટોણાં મારતા હતા અને ખૂબ જ હેરાન કરતી પહોંચાડતા હતા. મારા પતિ પણ મને ખૂબ જ ત્રાસ પહોંચાડતો હતો. અવારનવાર મારા ઉપર ગુસ્સો કરતો હતો. એટલા માટે આ તમામ માયાજાળમાંથી મુક્તિ મેળવી ને મારો રસ્તો પકડી લીધો છે.
આ સુસાઈડ નોટના શબ્દો જ્યારે કોઈ લોકોએ સાંભળ્યા ત્યારે તમામ લોકો એકાએક રડવા લાગ્યા હતા. બીજી બાજુ જલ્પાના પિતા ઘેલા ભાઇએ પોલીસમાં ફરિયાદ નોંધાવીને જણાવ્યું હતું કે, તેમની દીકરીને તેમના સાસરિયાં તરફથી ખુબજ હેરાનગતિ પહોંચાડવામાં આવતી હતી. જેના કારણે તેમની દીકરીનો જીવ ગયો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]