Breaking News

લગ્નના આગળના દિવસે જ દુલ્હનનો પગ લપસતા 15 દાદર કુદીને લથડીયા ખાઈ ગઈ, બીજે દિવસે વરરાજા મગજ વાપરીને કર્યું એવું કે લોકો જોતા રહી ગયા.. જુવો ફોટા..!

અત્યારે એક અનોખા લગ્નનો કિસ્સો સામે આવ્યો છે. કહેવાય છે, લગ્નના સાત ફેરા ફર્યા બાદ પતિ અને પત્ની સાથે જન્મ સુધી સાથ સહકાર આપે છે. પરંતુ અત્યારના સમયમાં તો ખરાબ સમયની અંદર જે વ્યક્તિ સાથ સહકાર પૂરો પાડે તેને જ મહાન ગણવામાં આવે છે. લગ્નજીવનને એવા ઘણા બધા કિસ્સાઓમાં પતિ પત્ની વચ્ચે હંમેશા લડાઈ ઝઘડા થતા રહેતા હોય છે..

પરંતુ અત્યારે એક પતિની સારી સમજણને કારણે ચારેકોર તેની વાહ વાહી થઈ રહી છે. આ બનાવ રાજસ્થાનના કોટાનો છે. અહીં એમબીએસ હોસ્પિટલની અંદર એક ખૂબ જ અજુગતો બનાવ બની ગયો છે. હકીકતમાં રામગજ મંડી વિસ્તાર પાસે આવેલા ભાવ પુરામાં રહેતા પંકજભાઈ રાઠોડના લગ્ન વિસ્તારમાં રહેતી મધુ નામની યુવતી સાથે નક્કી કરવામાં આવ્યા હતા..

બંનેના ઘરમાં ખૂબ જ ખુશીનો માહોલ પણ સર્જાઈ ગયો હતો અને જુદી-જુદી રસોમાં પણ શરૂ કરી દેવામાં આવી હતી. લગ્નના માત્ર એક દિવસ પહેલા જ દુલ્હન મધુ સાથે એવી ઘટના બની ગઈ કે, તેને હોસ્પિટલ ભેગું થવાનો વારો આવ્યો હતો. તે જ્યારે તેના ઘરે હલનચલન કરતી હતી ત્યારે અચાનક જ મધુનો પગ લપસી જતા તે 15 જેટલા દાદરા લથડીયા ખાઈને કૂદી ગઈ હતી..

ઉપરથી નીચે પટકાવાને કારણે તેના હાથ પગ અને માથાના ભાગે ખૂબ જ ગંભીર ઈજા પહોંચી ગઈ હતી, તેના હાથ અને પગ આટલા બધા નાજુક બની ગયા કે તેને તરત જ હોસ્પિટલે લઈ જવી પડી હતી. તેમને અતિશય દુખાવો થતો હોવાથી ડોક્ટરે સારવાર શરૂ કરી અને જણાવ્યું કે, તેના હાથ અને પગ બંનેમાં ફ્રેક્ચર કરવું પડશે.

આ ઘટના બની ગઈ ત્યારે વરરાજાના પિતા શિવાલાલ રાઠોડએ મધુના ભાઈ સાથે પણ વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન તેઓએ વરઘોડો હોસ્પિટલ સુધી લઈ જવાની ઈચ્છા નક્કી કરી હતી, અને ત્યાં જ તેઓએ લગ્નની વિધિ શરૂ કરીને હોસ્પિટલમાં જ ફેરા ફરી લીધા હતા…

શરૂઆતમાં તો સૌ કોઈ લોકોને આ ઘટના ખૂબ જ અજુગતી લાગી હતી. પરંતુ હકીકતમાં પંકજ રાઠોડનો વરઘોડો હોસ્પિટલ સુધી લઈ જવામાં આવ્યો હતો. અને બંને વ્યક્તિએ હોસ્પિટલ ની અંદર ફેરા ફરીને લગ્ન કર્યા હતા. જ્યારે આ બનાવો બન્યો ત્યારે ત્યાં ઉભેલા સૌ લોકો કહેવા લાગ્યા કે, પંકજ તેની પત્નીનું જન્મોજનમ સુધી ધ્યાન રાખશે..

અત્યારે તેની પત્ની હોસ્પિટલની અંદર સારવાર લઈ રહી છે. લગ્ન પ્રસંગ અટકાવી દેવાને બદલે તેઓએ હોસ્પિટલને જ લગ્ન મંડપ બનાવી લીધું હતું અને ત્યાં વરમાળા પહેરાવીને મંગળસૂત્ર પણ પહેરાવવામાં આવ્યું હતું. ડોક્ટર એ જણાવ્યું હતું કે દુલ્હન મધુને હજુ પણ થોડા સમય સુધી હોસ્પિટલની અંદર દાખલ રહેવું પડશે.

લગ્નના વિચિત્ર કિસ્સો અત્યારે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. હોસ્પિટલની અંદર ફેરા ફરવાની આ તરકીબને સૌ કોઈ લોકો ખૂબ જ ધ્યાનથી જોઈ રહ્યા છે. થોડા સમય પહેલા પણ JCBમાં વરરાજાને બેસારીને પરણવા માટે લઈ જવામાં  આવ્યો હતો તેની વાહવાહી ચારેકોર થઈ હતી. તેના વિડીયો પણ ચારેકોર ધૂમ મચાવી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *