આજકાલના યુવાનો યુવતીઓ પ્રેમ સંબંધમાં જોડાયા બાદ પરિવારજનો તરફથી તેમના લગ્ન ન કરાવી દેતા, તેઓ ન કરવાના કામો કરી બેસતા હોય છે. હાલ દિલીપ નામના એક યુવકે એવું જ કર્યું છે. જેના કારણે સમગ્ર પરિવાર દોડતો થઇ ગયો છે. જ્યારે યુવક યુવતીઓ એકબીજાના પ્રેમમાં પડતા હોય છે..
ત્યારે તેઓ ખૂબ ઊંચી ઊંચી વાતો કરતા હોય છે. અને તેઓ એક જ સાથે જીવવાના અને એક જ સાથે મરવાના પણ વચનો આપતા હોય છે. આ બધી બાબતો પ્રેમ સંબંધમાં બિલકુલ નોર્મલ છે. પરંતુ સામાન્ય જીવનમાં લોકો આ બાબતોને નકારી કાઢે છે. હકીકતમાં પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલા કંજરી ગામમાં દિલીપ ધનાભાઈ રાઠવા નામનો વ્યક્તિ રહેતો હતો.
દિલીપની ઉંમર ૧૯ વર્ષની હતી. તે પાછળનાં ઘણાં વર્ષોથી એક યુવતી સાથે પ્રેમ સંબંધમાં જોડાયેલો હતો. દિલીપની ઈચ્છા એ યુવતી સાથે લગ્ન કરવાની હતી. પરંતુ તે કોઈ કારણોસર પરિવારને આ વાતની જાણ કરતો હતો નહીં. પરિવારનો દીકરો દિલીપ ૧૯ વર્ષનો થતાં જ તેના લગ્ન અન્ય એક યુવતી સાથે નક્કી કરી દેવામાં આવ્યા હતા.
દિલીપ આ વાતથી બિલકુલ નારાજ હતો. પરંતુ તે અંદર ને અંદર ઘૂંટાઈ રહ્યો હતો. અને પરિવારજનોને તેના પ્રેમસંબંધની જાણ કરી હતી નહીં. બે દિવસ બાદ જ તેના લગ્ન યોજાયા હતાં. લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી. તેની લગ્નની કંકોત્રીનું વિતરણ પણ થઇ ગયું હતું..
પરંતુ દિલીપની ઈચ્છા એ યુવતી સાથે લગ્ન કરવાની ન હોવાથી તે એક દિવસ મોટરસાયકલ લઈને ઘરેથી નીકળી ગયો હતો. તેણે વાઘોડિયા તાલુકાના જરોદ ગામ પાસે આવેલા રાજપરા ગામમાં પોતાની પ્રેમિકાને લઇને પહોંચી ગયો હતો. આ ગામના પાદરમાંથી નર્મદાની કેનાલ પસાર થાય છે.
દિલીપ ને લાગ્યું કે હવે તેનો પ્રેમ સંબંધ તેના પરિવાર માટે યોગ્ય નથી. એટલા માટે તેણે તેની પ્રેમિકાની સાથે નર્મદાની કેનાલમાં કૂદકો લગાવીને આપઘાત કરી લીધો હતો. હકીકતમાં દિલીપે તેના પરિવારને એક પણ વાર આ પ્રેમસંબંધની જાણ કર્યા વગર જ તે મનથી હારી ગયો હતો.
અને તેની પ્રેમિકા સાથે નર્મદાની કેનાલમાં કૂદી પડ્યો હતો. કેનાલમાં કોઈક અજાણ્યા યુવક યુવતીઓ કૂદી ગયા છે આ બાબતની જાણ ગ્રામજનોને થતા તેઓ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને પોલીસના કાફલા ને પણ જાણ કરી દીધી હતી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી..
કેનાલ પાસે મળેલી બાઈક પરથી પોલીસને જાણ મળી કે આ બાઈક દિલીપ નામના યુવકની છે જે કંજરી ગામ નો છે. તો બીજી બાજુ દિલીપ લાંબા સમય સુધી ઘરે પરત ન ફરતા તેના પરિવારજનોએ પણ શોધખોળ હાથ ધરી હતી. એવામાં પોલીસે દિલીપના પરિવારજનોનો સંપર્ક સાધીને કહ્યું હતું કે તમારો દીકરો એક અજાણી યુવતી સાથે નર્મદાની કેનાલમાં ભૂસકો લગાવી દીધો છે..
જેના કારણે તેનું મૃત્યુ થયું છે. એક બાજુ ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી અને બીજી બાજુ પોલીસે આ સમાચાર આપતા જ પરિવારજનો હચમચી ગયા હતા. એકાએક પરિવારજનો અને હૈયાફાટ રૂદન જોવા મળ્યું હતું. કારણકે બે દિવસ બાદ જેના લગ્ન છે તે વરરાજો હવે જીવીત રહ્યો હતો નહીં.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]