Breaking News

લગ્નમાં મહેમાનોને લેવા મુકવા જતા ફઈના ભાણિયાને સામે આવતી બાઈકે કચડી નાખતા પ્રસંગની ખુશી માતમમાં ફેરવાઈ, ઘરમાં રોક્કળ મચી ગઈ..!!

અવારનવાર ઘરેથી બહાર નીકળતા જ લોકો સાથે ઘટનાઓ બની રહી છે અને જેમાં ઘણા બધા વ્યક્તિઓ પોતાના નિર્દોષ જીવ ગુમાવી રહ્યા છે. આ કિસ્સાઓ ખૂબ જ જોવા મળે છે પરંતુ લોકોના ઘરમાં ખુશીનો માહોલ રહેલો હોય છે અને આવી ઘટનાઓ બની જતા પરિવારમાં દુઃખનો માહોલ છવાઈ જાય છે. આવી એક ઘટના હાલમાં સામે આવી છે.

એક ઝાંસીમાં રહેતા પરિવારમાં લગ્નનો માહોલ હતો અને પરિવારમાં એવી દર્દનાક ઘટના બની ગઈ કે, જેના કારણે પરિવારના લોકો માથે હાથ મૂકીને ચોધાર આંસુએ રડવા લાગ્યા હતા. ઝાંસીમાં બરૂસાગર રેલવે સ્ટેશન પાસે રહેતા દયારામ કાલુભાઈ રાયકવાર સાથે બની હતી. દયારામની ઉંમર 19 વર્ષની હતી. તે પોતાના માતા-પિતા સાથે રહેતો હતો.

આખો પરિવાર ખૂબ જ હળી મળીને રહેતો હતો. દયારામ મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તે પોતાના પિતાની સાથે મજૂરી કામે જતો હતો. પિતા પણ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. દયારામ તેમના માતા-પિતાનો એકનો એક દીકરો હતો. તેને મોટી બહેન છે. તેમનું નામ મમતા છે.

મમતાના લગ્ન થઈ ગયા છે, જેના કારણે તે પરણીત છે, દયારામના મામાના દીકરા નાથુ ભાઈના લગ્ન હતા. જેના કારણે સગા મામાના દીકરાના લગ્નમાં જવા માટે આખો પરિવાર મધ્યપ્રદેશના પૃથ્વીપુરામાં જવા માટે નીકળ્યો હતો. સાંજના સમયે પરિવારના લોકો લગ્નમાં જવા માટે નીકળ્યા હતા. મામાના ઘરે લગ્ન હોવાને કારણે દયારામ ખૂબ જ ખુશ હતો.

અને સાંજના સમયે મામાના દીકરા નાથુના ફળ દાનનો કાર્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેના કારણે પરિવારના લોકો આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે સમય પહેલા પહોંચી ગયા ત્યારબાદ દયારામ અને તેમનો પિતરાઈભાઈ પીક્કા લગ્નમાં આવતા મહેમાનોને બીજા સ્થળેથી લેવા માટે ઘરેથી નીકળ્યા હતા. પિતરાઈભાઈ પીક્કાની ઉંમર પણ 19 વર્ષની હતી.

બંને ભાઈઓ મામાના દીકરાની બાઈક લઈને ઘરની બહાર નીકળ્યા હતા. ઘરે લગ્નનો માહોલ હોવાને કારણે ઘણા બધા સગા સંબંધીઓ બીજા ગામોથી આવતા હતા. જેના કારણે તેઓને રસ્તામાંથી ઘરે લેવા જવા માટે બંને ભાઈઓ બાઈક લઈને નીકળ્યા હતા. રાતના 1:00 વાગ્યાના સમયે તેઓ મહેમાનોને લઈને ઘરે પરત આવી રહ્યા હતા.

મહેમાનોની બાઈક આગળ ચાલી રહી હતી અને દયારામ અને તેમના પિતરાઈભાઈની બાઈક પાછળ ચાલી રહી હતી. તે સમયે ઘર પાસે પહોંચતા જ સામેની તરફથી એક અજાણ્યો બાઈક ચાલક આવી રહ્યો હતો. તે ખૂબ જ ઝડપી સ્પીડમાં પોતાની બાઈક ચલાવી રહ્યો હતો અને તેમણે દયારામની બાઇક સાથે અચાનકત ધડાકાભેર પોતાની બાઈકની અથડાવી દીધી હતી.

બંને બાઈકને અથડાવાને કારણે બંને ભાઈઓ બાઈક પરથી નીચે પડી ગયા અને તેઓને ગંભીર ઈજા પહોંચી હતી. બંનેને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. બંનેની સ્થિતિ ખૂબ જ નાજુક બની જતા તેમને ગાલેર હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ ગ્વાલિયર પહોંચે તે પહેલા દયારામનો રસ્તામાં જ મોત થઈ ગયો હતો.

અને તેમના પિતરાઈભાઈને ગંભીર ઈજા પહોંચી હતી. જેના કારણે તેમની સારવાર ચાલી રહી હતી. દયારામનું મૃત્યુ થઈ જતા પરિવારમાં આઘાત છવાઈ ગયો હતો. તેમના સગા મામાના દીકરાના લગ્નમા ફઈના દીકરાનું મૃત્યુ થઈ જતા પરિવારના લોકોમાં આઘાત છવાઈ ગયો હતો. મામાના દીકરાની જાણ ટીકમગઢના પાથા તિગેલા ગામમાં લઈને જવાની હતી.

જેના કારણે જવાનું બંધ રાખ્યું હતું અને જાનમાં ફક્ત પાંચ જણા જઈને જ કન્યાને ઘરે લઈને આવશે અને સાથે જ ધાર્મિક વિધિઓ કર્યા બાદ જ વરકન્યાને ઘરમાં લઈને આવવામાં આવશે. ત્યારબાદ પોલીસને આ વાતની જાણ કરવામાં આવી હતી. જેના કારણે પોલીસ ઘટના પહોંચી હતી અને તમામ તપાસની હાથ ધરી હતી.

પરિવારના લોકોએ અજાણ્યા બાઈક સવાર સામે પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના બની જતા પરિવારના લોકોમાં આઘાત છવાઈ ગયો હતો. લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *