Breaking News

લગ્નમાં માં-બાપ સાથે આવેલો 4 વર્ષનો દીકરો રમત રમતમાં કેનાલમાં પડી જતા તડપીને થયું મોત, પરિવાર માથે આફતોનું આભ ફાટ્યું..!

માં-બાપ પોતાના કામકાજમાં વ્યસ્ત હોય અને તેમના નાના બાળકો સાથે શું થઈ રહ્યું છે, તેની ઘણી વખત ખબર રહેતી નથી અને અજાણતા જ નાના બાળકો કોઈ દુર્ઘટનાઓ પણ બની જતા હોય છે. અત્યારે એક લગ્ન પ્રસંગની અંદર મોતનો માતમ છવાઈ ગયો છે. કારણ કે, ચાલુ લગ્ન પ્રસંગમાં વરરાજો અને દુલ્હન ફેરા ફરી રહ્યા હતા..

એવામાં એક ચાર વર્ષનો દીકરો અચાનક જ ગુમ થઈ ગયો હતો અને તેને શોધવા માટે લગ્નમાં આવેલા તમામ મહેમાનો પણ કામ ધંધે લાગી ગયા હતા. આ ઘટના આગ્રાના વિસ્તારની છે. અહીં રાજેશભાઈ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે. તેઓ તેમના કાકાના ઘરે એક લગ્ન પ્રસંગની અંદર હાજરી આપવા માટે તેમના બંને દીકરાઓને સાથે લઈને આવી પહોંચી હતા..

રાજેશભાઈ તેમની પત્ની સાથે લગ્ન પ્રસંગના કાર્યક્રમમાં વ્યસ્ત હતા, જ્યારે બંને ભાઈઓ લગ્ન પ્રસંગના મંડપની બહારની બાજુએ પ્લોટની અંદર રમવા માટે ચાલ્યા ગયા હતા અને ત્યાં રમતા રમતા મોટા ભાઈને ધક્કો લાગી જવાને કારણે તેનો નાનો ભાઈ કે જેની ઉંમર ચાર વર્ષની છે, તે પાણીની નહેરની અંદર પડી ગયો હતો..

અને તે ડૂબવા લાગ્યો, તે બચાવો બચાવોની બૂમ પાડતો રહ્યો, પરંતુ ત્યાં આસપાસ કોઇપણ વ્યક્તિ હાજર ન હોવાને કારણે તેને કોઈ વ્યક્તિ બચાવી શક્યું નહીં. આ દ્રશ્ય જોઈને મોટો ભાઈ ખૂબ જ હચમચી ઉઠ્યો હતો, તે વિચારવા લાગ્યો કે, જો તેના માતા પિતાને ખબર પડશે કે રમત રમતમાં તેણે ધક્કો માર્યો અને નાનો ભાઈ કેનાલની અંદર પડી ગયો છે..

તો તેના માતા પિતા તેને ખૂબ જ ઠપકો આપશે એટલા માટે તે ચૂપચાપ ત્યાંથી નીકળીને લગ્ન પ્રસંગમાં આવી ગયો અને ત્યાં બેસી ગયો હતો. તે ગુમસુમ બેસી ગયો અને સતત વિચારતો હતો કે, તેનો નાનો ભાઈ બચી ગયો હશે કે, નહીં પરંતુ તેને મોઢામાંથી એક પણ વાર તેના માતા-પિતાને આ ઘટના વિશે જણાવ્યુ નહીં કારણ કે તેને ડર લાગતો હતો કે તેના માતા-પિતા તેને ઠપકો આપશે..

એટલા માટે તે ચૂપચાપ રહ્યો અને આ નાનકડો ચાર વર્ષનો દીકરો ગુમ થઈ જવાને કારણે હવે તેના માતા પિતાની ચિંતા વધી ગઈ હતી અને મહેમાનોની સાથે મળીને તે તેમના દીકરાને શોધવા લાગ્યા હતા. પરંતુ ક્યાંથી તેનો અતોપતો ન મળતા બીજે દિવસે તેઓએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી..

અને એ દિવસે બપોરના સમયે બાજુના ગામમાંથી કેનાલના કાંઠેથી આ દીકરો મૃત હાલતમાં મળી આવ્યો હતો, સમાચાર મળ્યા કે ચાર વરસના એક દીકરાની લાશ કેનાલ પાસેથી મળી આવી છે. ત્યારે તો રાજેશભાઈ અને તેના પરિવારના અન્ય સભ્યો પહોંચી ગયા અને જોયું તો ચાર વર્ષનો દીકરો મૃત્યુ પામેલી હાલતમાં ત્યાં મળી આવ્યો હતો અને ત્યાર પછી તેના મોટાભાઈને પૂછવામાં આવ્યો તેને ખબર પડી કે..

રમત રમતમાં દુર્ઘટના બની ચૂકી છે, જેમાં આ દિકરાનો જીવ ચાલ્યો ગયો છે. આ ઘટના બનતા જ લગ્ન પ્રસંગમાં છવાઈ ગયો હતો. ચાર વર્ષના નાનકડા દીકરાની માથા માટે તો દુઃખની આ ઘડી સહન થઈ શકે નહીં અને તે પોક મૂકીને રડવા લાગી તેની હાલત પણ બગડી જતા તેને પણ હોસ્પિટલે દાખલ કરવામાં આવી હતી..

બિચારો પરિવાર હસ્તો ખેલતો આ લગ્ન પ્રસંગની અંદર આનંદ માણતો હતો. અને બીજી બાજુ તેમની માથે ખૂબ જ મોટી આફત આવી પડી હતી, જેનો તેમને સહેજ પણ અંદાજ હતો નહી અને અચાનક જ તેમના દીકરાની લાશ મળી આવતા પામ્યો છે. આ બાળકના પરિવારજનો ખૂબ જ ઊંડા દુખની અંદર ગરકાવ થઈ ગયા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *