Breaking News

લગ્નમાં હાજરી આપવા જતા પરિવારની કારનો ઓવરટેક કરતી વેળાએ કાબુ ગુમાવી દેતા થયો ગમખ્વાર અકસ્માત, એક સાથે 4 લોકોના જીવ ચિરાઈ ગયા..!

દરેક રાજ્ય તેમજ જિલ્લાના દરેક જુદી-જુદી જગ્યાએથી અકસ્માતના બનાવો અવાર નવાર સામે આવે છે. પરંતુ અમુક અકસ્માતના બનાવવામાં નજીવી ઈજા પહોંચતી હોય છે. તો અમુક અકસ્માત એવા બધા કાળમુખા સાબિત થઈ જાય છે કે, જેમાં આખાને આખા પરિવાર પણ ખલાસ થઈ જતા હોય છે..

અત્યારે એક એવો જ કાળમુખો અકસ્માત હાઇવે ઉપરથી સામે આવ્યો છે. આ ઘટના દિલ્હી મુંબઈ એક્ટ્રેસ હાઈવેની છે. અહીં મૂળ હરિયાણાના પલવલ વિસ્તારમાં રહેતા બલરાજભાઈ અને દેવેન્દ્રભાઈ ના પરિવારજનો સાથે આ અકસ્માતનો બનાવ બની ગયો છે. તેઓ સંયુક્ત કુટુંબની અંદર એક કાર લઈને તેમના નજીકના સંબંધીઓની ઘરે જયપુરમાં લગ્ન પ્રસંગની અંદર હાજરી આપવા માટે જતા હતા..

પરંતુ આ પ્રસંગની અંદર પહોંચેએ પહેલા તો એવી કાળમુખી ઘટના બની ચૂકી છે કે, જેમાં એક જ પરિવારના કુલ ચાર સભ્યોના મૃત્યુ થઈ ગયા છે. સંયુક્ત કુટુંબમાં રહેતા બંને ભાઈઓના પરિવારજનોમાં 50 વર્ષનો બલરાજ, 45 વર્ષનો દેવેન્દ્ર, 35 વર્ષની બલરાજની પત્ની મંજુ, 32 વર્ષની દેવેન્દ્રની પત્ની રેખા, બલરાજનો 14 વર્ષનો દીકરો મનનું, તેમજ દેવેન્દ્રની 16 વર્ષની દીકરી અંશિકા..

તેમજ 16 વર્ષની દીકરી દીક્ષા ,12 વર્ષની કલ્પના તેમજ 12 વર્ષના માનવનો પણ સમાવેશ થતો હતો. આ સમગ્ર પરિવાર એક કારની અંદર ખીચો ખીચ બેસીને જયપુરમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે જતો હતો. પરંતુ તેઓ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર રાણીપીના અલવર પાસે પહોંચ્યા ત્યારે આગળ જતી એક કારની ઓવરટેક કરતી વખતે આ પરિવારની કાર બેકાબૂ બની ગઈ હતી..

અને પલટી મારી જવાને કારણે આ અકસ્માતમાં બલરાજ તેમજ દેવેન્દ્રની પત્નીનું મૃત્યુ થઈ ગયું છે. તેમજ બલરાજનો દીકરો પણ મૃત્યુ પામ્યો છે. તેમજ હોસ્પિટલની અંદર સારવાર લીધી દેવેન્દ્રની દીકરી અંશિકાનું પણ મૃત્યુ થઈ ગયું છે. જ્યારે બાકીના તમામ સભ્યો ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયા છે ..

અત્યારે આ પરિવાર એટલો બધો ઊંડા શોકની અંદર ચાલ્યો ગયો છે કે, કોઈ વ્યક્તિને એક પણ શબ્દ કહેવા માટે તૈયાર નથી. આ અકસ્માત બન્યો ત્યારે હાઇવે પરના તમામ લોકોએ પોતાના વાહનો શોભાવી દઈને અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા..

તેમજ ઇજાગ્રસ્ત લોકોને એમ્બ્યુલન્સ બોલાવીને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, ઘટનાની જાણકારી નજીકના પોલીસ સ્ટેશનમાં પણ આપી દેવામાં આવી હતી. આ અકસ્માત કેવી રીતે સર્જાયો છે. તેની પણ જાણકારી મેળવી રહી છે. જેમાં પ્રાથમિક તપાસમાં ખ્યાલ આવ્યો કે, આગળ જતી એક કારની ઓવરટેક કરતી વખતે પાછળની કાર્ય ગુમાવી દીધું હતું..

અને આ કાળમુખો અકસ્માત સર્જાઈ જતા આખો હાઇવે મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો છે. ઘટના સ્થળે બે વ્યક્તિઓના તો મૃત્યુ થઈ ચૂક્યા હતા. પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અન્ય બે બાળકોનું મૃત્યુ થઈ જતા મૃત્યુ આંક ચાર વ્યક્તિએ પહોંચ્યો છે. આ કારની અંદર કુલ 9 વ્યક્તિ ખેંચો ખીચ રીતે ભરાયેલા હતા જેમાં તમામ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે ચાર વ્યક્તિએ મૃત્યુ પામતા પરિવારજનો અત્યારે મોતના ઊંડા માતમમાં ચાલ્યા ગયા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *