Breaking News

લગ્નમાં હાજરી આપવા ગામડે ગયેલા પરિવારના ઘરે ચોરોએ ધામો જમાવ્યો, પરિવાર ઘરે આવીને દરવાજો ખોલ્યો ત્યાં તો આવ્યો રાડો ફાડીને રડવાનો વારો..!

સુરક્ષા અને સલામતીની જવાબદારી શહેરના તંત્રમાં કામ કરતા અધિકારીઓ ઉપર હોય છે. તંત્ર ખૂબ જ સજાગ રહીને સાવચેતી થી કામકાજ કરે છે. છતાં પણ કેટલાક ચોર લૂંટારાઓ એ તંત્રની ઊંઘ હરામ કરી નાખી છે. તેવો અવનવી તરકીબો અપનાવીને કોઈ ઘરને ટાર્ગેટ બનાવી તેની અંદર ત્રાટકી કિંમતી ચીજ વસ્તુઓની ચોરી કરી લેતા હોય છે..

અત્યારે એક પરિવાર લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગામડે ગયો હતો. પરંતુ જ્યારે તેઓ તેમના ઘરે પરત આવ્યો ત્યારે ઘરનો દરવાજો પોતાની સાથે જ રાડુ ફાડીને રડવાનો વારો આવી ગયો હતો અને તેમની પરસેવાની તમામ કમાણી લૂંટાઈ ગઈ હતી. આ ઘટના રાજસ્થાનના સવાઈ માધુપુરની છે.

અહીં રાજનગર કોલોનીમાં ધર્મરાજભાઈ તેમના માતા પિતા તેમજ તેમની પત્ની અને નાના બાળકોની સાથે રહે છે. તેમના મોટાભાઈ લક્ષ્મીકાંતના ઘરે લગ્ન પ્રસંગ આવી પહોંચ્યો હતો, એટલા માટે તેઓ તેમના લગ્ન પ્રસંગની અંદર હાજરી આપવા માટે ગયા હતા. લગ્ન પ્રસંગ પૂર્ણ કરીને ચાર દિવસ બાદ તેઓ તેમના ઘરે પરત આવ્યા..

ત્યારે જ્યારે ઘરનો દરવાજો જોયો હતો તૂટેલો હતો અને અંદર પ્રવેશ કરતાની સાથે જ તેમના ઘરની અંદર રહેલા કબાટના તાળા પણ તૂટેલા હતા, તેની અંદરના લોકરમાંથી અંદાજે સાડા 6 લાખ રૂપિયા રોકડા ગયાબ હતા. તેમજ 3 લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીના પણ ગાયબ હતા..

જેમાં હાર, સોનાની વીંટી તેમજ બંગડીનો સેટ પણ સમાવીશ થતો હતો. તેમની પત્ની તો માથે હાથ દઈને નીચે ઢળી પડી હતી. કારણ કે દિવસ રાતની મહેનતથી તેઓએ આ તમામ રૂપિયાની મૂડી સાચવી હતી. આવનારા દિવસોમાં તેઓ નવું ઘર ખરીદવા માટે પૈસા પચાવી રહ્યા હતા, પરંતુ તેમના સ્વપ્ના પૂરા થાય એ પહેલાં તો આ લૂંટારા તેમના ઘરે ત્રાટક્યા હતા..

અને તમામ રૂપિયા તેમજ દાગીના ચોરી કરીને જતા રહ્યા છે. ચોરોએ જે ધામો જમાવ્યો હતો, તેમાં તેઓને ખૂબ જ મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. તેઓએ જ્યારે જેમના આસપાસના પડોશીઓને પૂછપરછ કરી ત્યારે જ ખબર પડી કે, પડોશીઓની કોઈપણ પ્રકારની જાણકારી નથી…

આ ચોરી રાતના સમયે થઈ હોવાથી કોઈ વ્યક્તિને સહેજ પણ અંદાજો આવ્યો નથી. તેઓએ નજીકના પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, તેમના ઘરે ચોરીની ઘટના બની છે. જેમાં સાડા છ લાખ રૂપિયાના રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીના પણ ગાયબ છે..

પોલીસે ફરિયાદ નોંધાવી છે, અને સીસીટીવી કેમેરાની મારફતે આ ચોર લૂંટારા કોણ છે? તેમજ ક્યાંથી તેઓએ પ્રવેશ કર્યો હતો અને કેટલા વાગે ચોરી થઈ છે. વગેરે જેવી માહિતીઓ મેળવવી રહી છે. એક પછી એક કડીઓ મેળવીને ચોર સુધી પહોંચવા માટે માથામણ થઈ રહી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *