Breaking News

મારફાડ પત્નીના શોખને પુરા કરવા પતિ કરતો એવી હરકતો કે પોલીસે નોંધી નાખ્યા 40 ગુનાઓ.. હોશ ઉડાવતો કિસ્સો આવ્યો સામે..!

પતિ અને પત્ની બન્ને સમજદાર હોય તો ઘરમાં આવતા પૈસાથી તેઓ સરળતાથી જીવનનું મેનેજમેન્ટ કરી શકે છે. પરંતુ જુઓ આ બન્નેમાંથી કોઇ એક ઘર ચલાવવાની બાબતોને લઈને પણ અણસમજુ હોય તો કેટલા રૂપિયા વેડફાઈ જતા હોય છે. હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં એક એવો અનોખો કિસ્સો સામે આવ્યો છે..

જેમાં એક પતિએ તેની પત્નીના મોજશોખ માટે ન કરવાના ખેલ કરી નાખ્યા છે. ઉમેશ ખટીક નામના એક વ્યક્તિએ જુદી જુદી જગ્યા ઉપર કુલ 40 કરતાં પણ વધારે ગુનાઓ આચર્યા છે. આ ગુનાઓ પાછળનું એક કારણ ઉમેશ ખટીકે  જણાવ્યું છે કે, તેની પત્ની મન મૂકીને પૈસા વાપરે છે..

તેમજ ખૂબ મોંઘીદાટ વસ્તુઓની ખરીદી કરે છે. સાથે સાથે તેની લાઈફ સ્ટાઈલ એટલી બધી ઊંચી ચાલી ગઈ છે કે, જેના ખર્ચને પહોંચી વળવા માટે ઉમેશ ખટીક સમર્થ નથી. રોજ હજારો રૂપિયાનો ખર્ચો કરે છે. પોતાના પહેરવેશ અને મોજશોખની ચીજ વસ્તુઓને લઈને પાણીની જેમ પૈસા વાપરે છે..

જ્યારે ઉમેશ ખટીકની આવક ખૂબ જ ઓછી હોવાને કારણે તેની પત્નીના ખર્ચાને પહોંચી વળશો હતો નહીં. જો ઉમેશ ખટીક તેની પત્નીની ઈચ્છાઓને પૂર્ણ ન કરે તો તેઓ વચ્ચે ઝઘડા થવાનો ડર હતો એટલા માટે ઉમેશ ખટીક જુદી જુદી જગ્યાઓ પર ચોરી કરવા લાગ્યો હતો..

જેમાં તેની સામે અત્યાર સુધીમાં કુલ ૪૫ જેટલા ગુનાઓ નોંધાયા છે. જેમાં ૨૧ ગુનાઓ અમદાવાદ શહેરમાંથી નોંધાયા છે. જ્યારે 11 બનાવો સુરત શહેરમાંથી નોંધાયા છે. જયારે હૈદરાબાદ, બેંગલોર સહિતના મોટા મોટા શહેરોમાં પણ તેની સામે ગુનાઓ નોંધાતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડ પર આવી ગયું હતું..

અને રીઢા ચોર ઉમેશ ખટીકને પકડી પાડ્યો હતો. ઉમેશ છેલ્લા ઘણા સમયથી પોલીસની જાળમાંથી નીકળી જતો હતો. તે જ્યારે બીજા રાજ્યોમાં ચોરી કરવા માટે જતો હતો. ત્યારે તે વિમાનમાં બેસીને જતો હતો. જેથી કરીને કોઈપણ વ્યક્તિને શક ન પડે. આ ઉપરાંત સોનાના ચેન ગાડીઓની સાથે સાથે પૈસાની પણ ચોરી કરતો હતો..

તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે સીટી બસ નો સહારો લેતો હતો. અને જુદા જુદી જગ્યાઓ પરથી ચોરી કરીને તેની પત્ની ના શોખ પૂર્ણ કરતો હતો. અમદાવાદના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન, ચાંદખેડા, વાડજ, આનંદનગર, નારોલ, શાહીબાગ તેમજ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં તેની સામે મોટા મોટા ગુનાઓ નોંધાયેલા છે.

તે અમદાવાદમાં ચોરી કરેલી એક્ટિવાને વેચવા માટે આવ્યો હતો. એ સમય દરમિયાન પોલીસને બાતમી મળતાં તેણે આરોપીને પકડી પાડયો છે. હાલ તેની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે. જેથી કરીને તેને આચરેલા બધાજ ગુનાઓની જાણ થઈ શકે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *