Breaking News

મરેલા દીકરાની બેસણા વિધિમાં અચાનક જ દીકરો જીવતો થઈને સામે આવી જતા, ભલભલાના ધોતિયા ઢીલા થઈ ગયા, હોશ ઉડાવતો વિચિત્ર કિસ્સો..!

અવારનવાર વિચિત્ર અને સામાન્ય વ્યક્તિને બે ઘડી વિચારવા ઉપર મજબૂર કરી દે તેવી ઘટનાઓ સામે આવવા લાગી છે. અમુક ઘટનાઓ જાણ્યા બાદ તો આપણું મગજ પણ કામ કરતું બંધ થઈ જાય છે કે, શું આ વાત સત્ય છે કે નહીં..? પરંતુ અત્યારે અમે જે ઘટના જણાવવા જઈ રહ્યા છીએ તે બિલકુલ સત્ય છે..

અને આ ઘટનાએ આસપાસના વિસ્તારમાં અરેરાટીનો માહોલ સર્જાવી નાખ્યો હતો, આ બનાવ બલિયાના નરહી વિસ્તારનો છે. આ ગામની અંદર રમણીકભાઈ તેમના પરિવાર સાથે રહે છે. તેમનો નાનો દીકરો અજય માત્ર ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યા બાદ એવા અવળા રવાડે ચડી ગયો હતો કે, રમણીકભાઈની ઇજ્જત સમગ્ર પરિવારમાં બરબાદ થઈ જવા પામી હતી..

અજય ધોરણ 10ના અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તરત જ ખૂબ જ ખરાબ સંગતમાં ચડી ગયો અને દારૂ તેમજ જુગાર પણ રમવા લાગ્યો હતો. આ સાથે સાથે તેણે નાની ઉંમરની અંદર જ લાખો રૂપિયાનું દેવાળું ફૂંકી નાખ્યું હતું. જેને પૂર્ણ કરવામાં રમણીક ભાઈને મોઢે ફીણ આવી ગયા હતા અને હવે તો અજય તેના મિત્રો સાથે હંમેશા ઘરની બહાર રહેતો હતો..

તે કોઈ વખત ચાર કે પાંચ મહિના પછી ઘરે આવતો તો કોઈ વખત સાત કે આઠ મહિના પછી ઘરે આવતો હતો, પરિવારના સભ્યોએ ઘણી બધી વાર તેને સમજાવવાની કોશિશ કરી અને મેથીપાક પણ ચખાડ્યો પણ અજયને ખરાબ સંગત એટલી બધી જોર પકડી બેઠી હતી કે પરિવારના કોઈ પણ સભ્યનું તે માનતો હતો નહીં અને દિન પ્રતિદિન તે અવળા રવાડાના કામકાજો કરવા લાગ્યો હતો..

એક દિવસ તો રમણીકભાઈ તેના નાના દીકરા જઈને જણાવી દીધું હતું કે, તને હવે પરિવારમાંથી નાત બાર કરીએ છીએ અને હવે અમારા માટે તું સદાય મરી ગયો છો. તેમજ અમે તને મૃત સમજી લીધો છે, કારણ કે તે અમારા માટે કશું પણ જીવન જીવવા જેવું બાકી રાખ્યું નથી. હવે અજય પરથી સૌ કોઈ લોકોને પ્રેમ અને રસ ઉડી ગયો હતો..

કોઈપણ વ્યક્તિને હજુ યાદ આવતો નહીં કારણ કે, અજય ક્યારેક છ મહિનાએ ઘરે આવતો તો ક્યારેક આઠ મહિના પણ વીતી જતા હતા. એક દિવસ ગામના સરપંચ રમણીકભાઈ પાસે આવ્યા અને કહ્યું કે, તમારો દીકરો મરી ગયો છે. તેવા સમાચાર મળ્યા છે, સરપંચનું કહેવું હતું કે તેમને શહેરમાંથી કેટલાક લોકોએ ફોન કરીને જણાવ્યું છે કે, તેમના ગામમાં રહેતા રમણીકભાઈનો નાનો દીકરો અજય પૈસાની લેતી દેતી ના મામલામાં મોતને ઘાટ ઉતરી ગયો છે..

સરપંચના મોઢેથી અજયના મૃત્યુની વાત સાંભળીને રમણીકભાઈને સહેજ પણ દુઃખ થયું નહીં કારણ કે, તેઓ તેમના દીકરાને પહેલેથી જ મરેલો સમજી ચૂક્યા હતા. કારણકે અજય રમણીકભાઈની ઇજ્જતને બરબાદ કરવામાં કશું બાકી મૂક્યું હતું નહીં, તો બીજી બાજુ પરિવારના સભ્યોને પણ હેરાન પરેશાન કરી નાખ્યા હતા..

એટલા માટે પરિવારજનોએ ખુશી-ખુશી આ સમાચારને ગળે ઉતારી લીધા, રમણીકભાઈએ કહ્યું કે અજયના અવસાન બાદ આપણે તેના અંતિમ સંસ્કાર તો કરી શકવાના નથી, પરંતુ આપણે આપણા ઘરે બેસણાની વિધિ ગોઠવવી જોઈએ. ગામના ઘણા બધા લોકો આ શોક સભામાં હાજરી આપવા માટે આવી પહોંચ્યા હતા. અને એ જ વખતે એવું દ્રશ્ય સર્જાયું કે, ભલભલાના ધોતિયા ઢીલા થઈ ગયા..

અને ત્યાં શોકસભાની અંદર હાજર રહેલા લોકો તો માથું પકડીને નીચે બેસી ગયા હતા, આ હોશ ઉડાવતો વિચિત્ર કિસ્સો સામે આવતા જ ચારેકોર ચકચાર પણ મચી ગયો છે. જ્યારે શોક સભા ચાલતી હતી એ વખતે અચાનક જ અજય તેના ઘરની અંદર પ્રવેશ કર્યો હતો. જે દીકરાના મૃત્યુ બાદ બેસણા ની વિધિ પરિવાર કરી રહ્યો હતો..

એજ દીકરો જીવતો થઈને સામે આવી જતા પરિવારજનોની આંખો ફાટી ગઈ હતી અને વિચારમાં મજબૂર બન્યા કે, અજયનું તો મૃત્યુ થયું છે તો કેવી રીતે તે જીવતો થયો હશે. અજય જણાવ્યું કે તમે આ શું કરી રહ્યા છો.? હું હજુ જીવું છું. છતાં પણ તમે મારું બેસણું ગોઠવી નાખ્યું છે. ત્યારે રમણીકભાઈએ કહ્યું કે, ગામના સરપંચ આવીને જણાવ્યું હતું કે, અજયનું મૃત્યુ થયું છે..

અને અમે એ વાતને સત્ય માની લીધી છે, કારણ કે હવે એમને તારા ઉપર કોઈ પણ પ્રકારનો લગાવ રહ્યો નથી. તું કોઈ વખત છ મહિનાની અંદર ઘરે આવે છે, તો કોઈ વખત આઠ મહિનાએ ઘરે આવે છે. આ ઉપરાંત તારો કોઈ પણ પ્રકારનો સંપર્ક અમારી પાસે ન હોવાને કારણે હવે અમે તને મૃત સમજી લીધો હતો અને તારું બેસણું પણ કરી નાખ્યું છે..

જો તું તારી ખરાબ હરકતો અને કાળા કારનામાઓ નહીં મૂકે તો હજુ પણ અમે તને મૃત જ સમજવાના છીએ, તારી પાસે અંતિમ મોકો છે. ત્યારે આ બધી કાળી કામગીરીઓ છોડીને ફરી પાછું પારિવારિક જીવનની અંદર જોડાઈ જવું હોય તો તું અત્યારે જોડાઈ શકે છે. નહીં તો હવે અમે તને ઘરની અંદર ક્યારેય ઘૂસવા દેશું નહીં.

સમગ્ર ગામના લોકો ત્યાં એકઠા હતા અને એ બધાની વચ્ચે રમણીકભાઈ તેના દીકરા અજયને જાહેરમાં જ ખખડાવી નાખ્યો હતો. પરંતુ અજયને કોઈ પણ અસર થઈ નહીં અને તે તેના પિતાની આ વાત સાંભળીને ઘર મૂકીને ચાલ્યો ગયો હતો. આ ઘટનાથી સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

નરાધમે લગ્નમાં આવેલી દેખાવડી યુવતીને જોઈને નજર બગાડી, 6 વર્ષથી પાછળ પડીને હેરાન કરતો અને અંતે કરી નાખ્યું એવું કે માં-બાપ હચમચી ઉઠ્યા..!

25593664738737b0d26dca99c375656a અત્યારના સમયમાં ટ્યુશન ક્લાસીસ અથવા તો શાળાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે ગંભીર ઘટનાઓ બની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *