Breaking News

‘મારા વાડામાં કચરો કેમ સળગાવ્યો’ કહીને ધારિયા ધોકાના લઈને પડોશી મહિલાએ મારામારી શરુ કરી દેતા થયું એવું કે પોલીસ પણ ચોંકી ઉઠી.. વાંચો..!

નાની નાની વાતોમાં થયેલા ઝઘડા ખૂબ મોટું સ્વરૂપ ધારણ કરી લેતાં હોય છે. અને અંતે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા ભલભલા લોકોનો જીવ તાળવે ચોંટી જતો હોય છે. કારણ કે કાયદેસરના પગલાં થી સૌ કોઈ લોકો ડરી રહ્યા છે. છતાં પણ કાનૂનને તોડીને મારામારી કરતા કોઈ અચકાતું નથી.

હાલ મજીસર તાલુકામાં એવી જ એક ઘટના બની છે. જે સાંભળ્યા બાદ તમે પણ હચમચી જશો. મજીસર તાલુકાના ટુંઢેલ ગામમાં બાજુ બાજુમાં રહેતા બે ઘરમાં ખૂબ મોટી બબાલ થઈ ગઈ હતી. આ ગામમાં રેહતી અસ્મિતા નામની મહિલાએ પોલીસ સ્ટેશનમાં તેના પાડોશી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે..

આ મહિલાની ઉંમર 45 વર્ષની છે. તે પોતાના પરિવાર સાથે રહે છે. અને પરિવાર ખેતીકામ સાથે સંકળાયેલો છે. આ મહિલાએ તેના પાડોશીઓની સામે ફરિયાદ નોંધાવી છે. અને કહ્યું છે કે પાડોશી અને ઢોર માર માર્યો છે. પડોશમાં પણ એક સયુંકત કુટુંબ રહે છે. જેમાં અભિષેક, આશિષ, રમીલા અને કમલબેનનો સમાવેશ થાય છે..

એક દિવસ અસ્મિતાબેને સવાર સવારમાં પોતાના ઘર પાસે કચરાના ઢગલાને આગ આપી હતી. જેથી કરીને કચરો ઉડીને કોઈ અન્ય જગ્યા પણ ન જઈ શકે. પરંતુ આ કચરો સળગાવતાની સાથે જ પાડોશમાં રહેતા રમીલા અને કમલા નામની બે મહિલાઓ ત્યાં દોડી આવી હતી. અને અસ્મિતાબેન સાથે બોલાચાલી કરવા લાગી હતી.

તેમજ ધીમે ધીમે ઊંચા અવાજે બોલી બોલીને ઝઘડો પણ કરવા લાગી હતી. પરંતુ અસ્મિતા નામની મહિલા આ ઝઘડાને ટાળીને પરિવાર પોતાના પતિ અને પુત્ર સાથે તબેલામાં કામ કરવા માટે ચાલી ગઇ હતી. તેણે આ ઝઘડા ઉપર ધ્યાન આપ્યું ન હતું. અને એ બંને મહિલાઓની વાત મનમાં લીધી ન હતી..

અસ્મિતાબેન પોતાના પતિ અને પોતાના પુત્ર સાથે તબેલામાં કામ કરતી હતી. એ સમયે પડોશમાં રહેતી રમીલા અને કમલા ધારીયા તેમજ ધોકો લઈને ત્યાં આવી પહોંચ્યા હતા. અને જોરજોરથી ગાળાગાળી કરવા લાગ્યા હતા. અને ત્યારબાદ તેણે અસ્મિતાબેનને ઢોર માર માર્યો હતો. તે વાતે વાતે જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા હતા..

માત્ર કચરો સળગાવવાની વાતને લઈને નાનું અમથો ઝઘડો ખૂબ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ બંને મહિલા અસ્મિતાબેનને ઢોર માર મારતી હતી. એ સમયે અસ્મિતાબેન જોરજોરથી બૂમો પાડવા લાગી હતી. એટલા માટે ખેતરમાં કામ કરતાં તેનો પતિ અને તેનો પુત્ર પણ ત્યાં દોડી આવ્યા હતા..

અને અસ્મિતાબેનને માર ખાતા બચાવી હતી. અસ્મિતા ખૂબ જ લોહી લુહાણ થઈ ગઈ હતી. તેની હાલત ખુબ જ ગંભીર હોવાને કારણે તેને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી.. ત્યારે તેના પતિ અને તેના દીકરાએ આ બે મહિલા સહિત તેના ઘરના અન્ય ચાર લોકો સામે પણ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

હકીકતમાં પડોશીએ આપણો પહેલો પરિવાર હોય છે. કોઈપણ પ્રકારની સુખ, દુઃખ અને જરૂરિયાતોમાં સૌથી પહેલો પડોશી જ આવીને ઊભો રહે છે. પરંતુ આ કેસોમાં બિલકુલ ઉંધુ બન્યું હતું. એક પડોશી એ જ બીજા પડોશી ઉપર હુમલો કરી દેતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. હકીકતમાં આ ઘટના બન્યા બાદ સમગ્ર વિસ્તારમાં લોકોમાં ભય બેસી ગયો હતો. તેમજ ચકચાર મચી ગયો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *