દરેક બાળકોને સંસ્કાર આપવા, ભણાવી ગણાવીને મોટા કરવાની દરેક માતા-પિતાની ફરજ છે. પરંતુ જ્યારે બાળકો મોટા થઈને નોકરી ધંધે લાગે છે. અને માતા-પિતાનું ઘરડાપણ શરૂ થાય છે. ત્યારે માતા-પિતાને સાચવવા એ દરેક બાળકોને પણ ફરજ હોય છે. પરંતુ હાલ રાજકોટના હિંગળાજનગર વિસ્તારમાં દીકરો જ તેના બાપનો હત્યારો બન્યો છે.
હિંગળાજ નગરના આવાસમાં ચોટલિયા પરિવાર વસવાટ કરે છે. પરિવારમાં વજુભાઈ ચોટલિયા તેમની પત્ની મનીષાબેન ચોટલિયા અને તેમનો દીકરો રવિ ચોટલિયા રહે છે. તેમજ તેમની બે દીકરીઓ સાસરે છે. વજુભાઈ પોતે કડીયાકામ તેમજ છૂટક કલરકામની મજૂરી કરે છે. અને પરિવારનું ગુજરાન ચલાવે છે.
જ્યારે તેમનો વીસ વર્ષનો દીકરો રવિ એક ગેરેજમાં નોકરી કરે છે. લોકડાઉન પછીના સમયથી વજુભાઈનો ધંધો બરાબર ચાલતો હતો નહીં. એટલા માટે તે અવારનવાર ઘરવખરી ખરીદવાના પૈસા તેમજ અન્ય વાપરવાના પૈસા પણ રવી પાસે માંગતા હતા. પરંતુ આ બાબત રવિને બિલકુલ પસંદ કરતી નહીં..
તે અવારનવાર તેના પિતા સાથે પૈસાની બાબતને લઈને માથાકૂટ કરવા લાગતો હતો. એક દિવસ રાત્રી ના સમયે વજુભાઈએ તેના પુત્ર પાસેથી પૈસા માંગ્યા હતા. એ સમય દરમિયાન રવીએ તેના પિતાને કહ્યું હતું કે, તમે મારા પૈસા વાપરો છો. અને મારા પૈસાથી મોજ શોખ કરો છો..
છતાં પણ તમે મારા લગ્ન કરાવી દેતા નથી. એમ કહીને રવિએ તેના પિતા વજુભાઈને ઢોર માર મારવાનું શરૂ કરી દીધું હતું. વજુભાઈનું માથું પકડીને તે વારંવાર દીવાલ સાથે ફટકારતો હતો. તેના પિતાની દયનીય હાલત જોઈને પણ તે ઉભો રહ્યો ન હતો. અને વારંવાર વજુભાઈ પર ઘા મારવા લાગ્યો હતો..
તેનામાં દયા નામનો એક પણ છાંટો ન હોય તેવું લાગતું હતું. કારણ કે વજુભાઈ લોહિયાળ હાલતમા જમીન પર પડી ગયા હતા. છતાં પણ તે આડેધડ લાતો મારવા લાગ્યો હતો. માત્ર પૈસા માંગવાની બાબતને લઈને એક દીકરો જ એના બાપનો હત્યારો બન્યો છે. વજુભાઈની બૂમો સાંભળીને તાત્કાલિક ધોરણે તેમની પત્ની મનીષાબેન પણ ત્યાં આવી પહોંચ્યા હતા..
અને તેઓએ બૂમાબૂમ કરીને પાડોશીઓને મદદ માટે બોલાવ્યા હતા. આ બનાવ બનતાની સાથે જ તેમનો દીકરો ગાયબ થઈ ગયો હતો. ત્યારે પાડોશી ની મદદથી મનિષાબેન એ વજુભાઈને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. પરંતુ ત્યાં ફરજ પરના ડોક્ટરે તપાસ બાદ જણાવ્યું હતું કે વજુભાઈ નું મૃત્યુ થયું છે..
આ શબ્દ સાંભળતાની સાથે જ મનિષાબેન ના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. કારણ કે તેમની નજર સામે જ તેમના દીકરાએ તેમના પતિનું મોત નીપજાવી દીધું હતું. આ બાબતને લઈને તાત્કાલિક ધોરણે મનીષાબહેન માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયા હતા અને ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેમનો દીકરો કે જેની ઉંમર ૨૦ વર્ષની છે..
તેણે મનિષાબેનના પતિ એટલે કે વજુભાઈની હત્યા કરી નાંખી છે. પોલીસે પુત્ર સામે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં રવિ ચોટલિયા નામના આરોપીની પોલીસે ધરપકડ પણ કરી લીધી છે. હાલ આ મામલે આગામી તપાસ ચાલી રહી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]