અવારનવાર ભૂમાફિયાઓ સામાન્ય વ્યક્તિને ખૂબ જ હેરાનગતિ પહોંચાડે છે. અને તેમાં પણ જો વ્યક્તિ વડીલ મહિલા હોય તો તેને દબોચીને તેઓ પોતાના દરેક કામ કરાવી લેતા હોય છે. તેમજ ઘણાખરા લોકોની જમીન પચાવી પાડતા હોય છે. થોડા સમય પહેલા એક કિસ્સો સામે આવ્યો હતો..
જેમાં ગામડાના માફિયાઓએ એક વડીલ મહિલાની જમીન પચાવી પાડી હતી. આ મહિલાઓ પોતાની જમીનને સાચવવા માટે દિવસ-રાત દોડતી રહી. પરંતુ આ મહિલાને ન્યાય મળ્યો નહીં અને અંતે તેણે ઝેરી દવાના ટીકડા પીને આપઘાત કરી લીધો હતો. હાલ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના વાંગધ્રા ગામમાં વાલજીભાઈ જાદવભાઈ વેકરીયા કે જેઓની ઉંમર ૨૧ વર્ષની છે..
તેઓ આ ગામની સીમમા ખેતી કરીને પોતાનું જીવન ગુજારે છે. એક દિવસ એવો પોતાના ખેતર આંટો મારવા ગયા હતા. ત્યારે તેઓએ જોયું કે તેમના ખેતરમાંથી માટીનો ખૂબ મોટો જથ્થો ગાયબ હતો. એટલે કે કોઈ વ્યક્તિ માટીને ત્યાંથી ખાલી કરી રહ્યું હતું. અને અન્ય કોઇ જગ્યાએ પડી રહ્યું હતું..
આ માટેનું કાવતરું પોતાની સાથે જ તેઓએ ત્યાં આસપાસમાં ઉભેલા રવજીભાઈ, હરજીભાઈ અને ભદ્રેશભાઈને કહ્યું હતું કે તમે કોને પૂછીને મારા ખેતરમાં થી માટી ઉપાડી રહ્યા છો..? તમારે મને પૂછવું તો જોઇએ ને..! બસ આટલું કહેતાની સાથે જ રવજીભાઈ હીરજીભાઈ અને ભદ્રેશભાઈ ત્રણેય લોકો વાલજીભાઈ ઉપર ખંપાળી લઈને તૂટી પડ્યા હતા..
શરૂઆતમાં તો માહોલ ખૂબ જ ગાળા ગાળી ભર્યો થઈ ગયો હતો. પરંતુ ધીમે ધીમે તે મારામારી કરીને સાવ જીવથી મારી નાખવાની ધમકીઓ પણ આપવા લાગ્યા હતા. પોતાના ખેતરની દેખરેખ રાખવા માટે વાલજીભાઈ પ્રશ્નોત્તરી કરી રહ્યા હતા. કે તેમના ખેતરમાંથી આ માટીનો જથથો કોણે ઉપાડ્યો છે અને તેઓ કોને પૂછીને આ જ તો ઉપાડી રહ્યા છે..?
બસ આટલું પૂછવા ની ફરજ હતી છતાં પણ આ ત્રણેય લોકોએ તેમના પર ઢોર માર માર્યો હતો અને તેમને ગંભીર ઈજા પહોંચાડી હતી. ખરેખર આ એક પ્રકારની ગુંડાગર્દી છે. જેની સામે વાલજીભાઈએ ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી દીધી છે. આ બનાવ બન્યો એના માત્ર બે દિવસ પછી જ જામનગરના એક ગામડામાં વડીલોના દાદીને તેમનુ ઘર ખાલી કરાવવામાં આવી રહ્યું હતું..
ગામમાં માથાભારે તત્વોનો ખૂબ જ ત્રાસ વધી ગયો હતો. તેઓએ તેમની સામે જે વ્યક્તિ સાવ સાદી વર્તન કરે તેવા લોકોને તેઓ દબાવીને તેમની સંપત્તિ પચાવી પાડવાના કારનામાઓ કરતા હતા. તેવામાં તેઓ આ મહિલાને પોતાનો શિકાર બનાવી હતી. અને તેમનું મકાન ગામના સામાજિક તો એ પચાવી પાડ્યું હતું.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]