Breaking News

‘બધા જ મંત્રીઓ મને ઓળખે છે’ આવું કહી ને વારંવાર વેપારીઓ ની ઉઘરાણી ના ત્રાસ થી ઝેરી દવા પી નદીમાં લગાવી છલાંગ….!

જેમ જેમ સમય સતત આગળ વધી રહ્યો છે તેમ લોકો ના જીવનધોરણો માં પણ અનેક બદલાવ આવતા જ રહેતા હોય છે જેમાં મુખ્યત્વે જો વાત કરવામાં આવે તો લોકો જેમ જેમ આગળ વધતા જાય તેમ જીવનમાં વાતે વાતે રૂપિયા ની ખુબ જ જરૂર જણાતી જ હોય છે પરંતુ કયારેક લોકો પોતાના ખર્ચ નું ધ્યાન ન રહે અથવા કોઈ કારણોથી આર્થિક સંકડામણ માં જો આવી જાય તો માણસ ખુબ જ મોટી મૂંઝવણ માં આવી જ જતો હોય છે અને આના કારણે જ ગંભીર પરિણામો સામે આવતા હોય,

આવા જ એક કિસ્સા ની વાત અહીં કરવામાં આવી છે હાલમાં પણ એવી જ એક ઘટના આપણી સામે આવી છે જેની વિસ્તારમાં વાત કરવામાં આવે તો અમદાવાદ માં આવી એક ઘટના બની છે જેમાં તમે કદાચ વ્યાજખોરો ના ત્રાસથી તો અનેક લોકોએ આપ-ઘાત કર્યા હોવાની ઘટના બની હશે પરંતુ વેપારીઓના ત્રાસથી એક વેપારીએ જીવન ટુકાવ્યું હોય તેવો એક બનાવ અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ મથકે નોંધાયો છે.

જેમાં એક સાથે 11 વેપારીના નામજોગ અંતિમચીઠ્ઠી લખી વેપારીએ મો-તને વ્હાલું કર્યું હતું. એમાં પણ આ વ્યક્તિએ તો 60 થી 70 ટકા રૂપિયા ચૂકવ્યા છતાંય વેપારીઓના સતત અસહ્ય ત્રાસથી કંટાળી વેપારીએ નદી માં ઝપલાવી આત્મ-હત્યા કરતા વેપારીના પુત્રએ આત્મહત્યા માટે દુષપ્રેરણા, મારામારી, ધમકી આપવી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પો સ્ટે ના પીઆઇ આઈ ટી દેસાઈએ જણાવ્યું છે.

આટલું જ નહીં સાથે સાથે તમામ વેપારીઓ વિરુદ્ધ મૃત-કને માર મારવો, ગંદી ગાળો બોલવી, કોરા કાગળો પર સહીઓ કરાવી લેવી ઉપરાંત રૂપિયા ચૂકવ્યા હોવા છતાંય ખોટે ખોટા કેસો કરવાની સાથે જ ખુબ જ  માનસિક રીતે ટોર્ચર કર્યા હોવાનો ગંભીર આક્ષેપ ફરિયાદીએ કર્યો છે. જે અંગે પોલીસે ગુનો નોંધી ધરપકડ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. હવે આમાં ખુબ મહત્વની વાત એ હતી કે,

રૂપિયાની ઉઘરાણી માટે પહોંચેલા એક વેપારીએ હવાલા વાળા રૂપિયાની ઉઘરાણી માટે આવ્યો હોવાની ધમકી આપી બધા મંત્રીઓને ‘મને ઓળખે છે’ તેમ કહી માર મારી અપહરણ કરવાની અને હાથ પગ તોડવાની પણ ધમકીઓ પણ આપી હોવાનો આક્ષેપ કરાયો છે. જે મામલે હવે પોલીસે તમામ બાબતો પર તપાસ શરૂ કરી છે. હવે આમાં પણ ખાસ નવાઈ પમાડે એવી વાત તો એ જોવા મળી કે વેપારી કેવી રીતે ઉઘરાણી કરી રહ્યા છે, અમદાવાદ ના વેપારી વિજય જિનગર એ સ્યુસાઇડ નોટમાં,

વેપારીઓ રાજેન્દ્ર શરાફ, ગોપાલભાઈ, નિલેશ પંચાલ, વિનય અગ્રવાલ, સંજય ભાઈ, ઋષભ એન્ટરપ્રાઇઝના માલિક ઋષભભાઇ, વિક્રમ તથા યશ નામના વેપારીઓ વિરુદ્ધ સ્યુસાઇડ નોટમાં આક્ષેપ કર્યા છે, મુંબઇના રાજેન્દ્ર શરાફ, ગોપાલભાઇ, નીલેશ પંચાલ, વિનય અગ્રવાલ તથા અમદાવાદના વેપારી બાબા પ્રિન્ટના સંજયભાઇ, દીપકભાઇ, અસલમભાઇ લક્ષ્મી ટેક્સટાઇલ્સના માલિક કમલેશભાઇ,હિન્દુસ્તાનના માલિક વિક્રમભાઇ અને મેક્સીમાના માલિક યશભાઇ સામે ફરિયાદ નોંધાઈ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *