ભુપેન્દ્ર સરકારના નવા મંત્રીઓની નિમણુક અંગેની મોટી ખબર જાહેર, જાણો કોને મળ્યું સ્થાન ?

ગુજરાતની રાજનીતિમાં અત્યારે કંઇક નવા દોર ચાલી રહ્યા છે. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે શપથ લઈ લીધા છે અને આજે ભુપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી મંડળની રચના થવાની છે. ત્યારે ભાજપના તમામ ધારાસભ્યોને ગાંધીનગર ખાતે પૂર ઝડપે બોલાવી લેવામાં આવ્યા છે.

ભુપેન્દ્ર પટેલની સરકાર નું મંત્રીમંડળ લઈને આજે બેઠક થવાની છે. તે પહેલા માહિતી મળી છે એ મુજબ 24 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવી શકે છે. જેમાં તમામ પંથકમાંથી ઓછામાં ઓછા 6 MLA ને સ્થાન આપી શકાય તેવું છે. મંત્રીમંડળની શપથવિધિ ગાંધીનગરના રાજ ભવન મા યોજાશે.

આ ઉપરાંત જૂના મંત્રીઓને પોતાની ઓફિસ ખાલી કરી દેવાની પણ સૂચના આપી દેવામાં આવી છે. આ સૂચના મુજબ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પોતાનું કાર્યાલય ખાલી કરી આપ્યું છે. હાલ ભૂપેન્દ્ર પટેલ સ્વર્ણિમ સંકુલ પહોંચી ગયા છે. મંત્રીઓના શપથ વિધિ ને લઈને ભાજપના તમામ ધારાસભ્યો ગાંધીનગર ખાતે પહોંચી ગયા છે.

પરંતુ તેમાંથી કોઈપણ ધારાસભ્યને શપથગ્રહણ કરવા માટેનો ફોન આવ્યો નથી. નવી સરકારમાં કોને સ્થાન મળશે અને કોને નહીં, તે અંગે ભાજપ કે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી. જે ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવશે તેને ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે સંગઠન મહામંત્રી તરફથી બુધવારે રાત્રે ફોન કરીને તૈયાર રહેવા કહી દેવામાં આવ્યું હતું.

આ મંત્રીમંડળમાં રૂપાણી સરકારના મંત્રીઓને સ્થાન અપાશે કે નહીં? કોને પ્રમોટ કરવામાં આવશે કે કોને પડતા મુકાશે ?તે તો આજે મંત્રીમંડળ જાહેર થયા બાદ જ ખબર પડશે.અહેવાલો મુજબ નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ની ટીમ માં નવ નેતાઓ મંત્રી બનવાની રેસમાં આગળ છે. જેમાં ડોક્ટર નીમાબેન આચાર્ય, ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી, પંકજ દેસાઈ, ગોવિંદ પટેલ, કિર્તીસિંહ વાઘેલા,મનીષા વકીલ, રાકેશ શાહ અને પિયુષ દેસાઈ નો સમાવેશ થાય છે.

રૂપાણી સરકારના અમુક મંત્રીઓને પડતાં પણ મુકાશે એવી માહિતીઓ મળી રહી છે. જેમાં કૌશિક પટેલ, ઈશ્વર પરમાર, કુવરજી બાવળીયા, બચુભાઈ ખાબડ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વાસણ આહીર, કિશોર કાનાણી, વિભાવરીબેન દવે, યોગેશ પટેલ, રમણલાલ પાટકર અને ધર્મેન્દ્રસિંહ જાડેજા નો સમાવેશ થાય છે.

નવા મંત્રીઓ માં જાતિ મુજબ પણ મંત્રીઓની વહેંચણી કરવામાં આવી શકે છે. જેમાં પાટીદાર ને ૭થી ૮ મંત્રીઓ, અન્ય સવર્ણને 5 મંત્રીઓ, ઓબીસીને 8 થી 10 મંત્રીઓ, દલિત ને 2 મંત્રીઓ અને આદિવાસી ને 2 થી 3 મંત્રીઓ પણ આપી શકે છે. આ મુજબ મહિલા મંત્રીઓ તરીકે સુરતના સંગીતા પાટીલ, વડોદરાના મનીષા વકીલ, ઊંઝાના ડોક્ટર આશા પટેલ તેમજ ભુજના નીમાબેન આચાર્ય નો સમાવેશ થઇ શકે છે.

મંત્રીઓના નામ જાહેર થયા બાદ શનિ-રવિના સમયમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ ગાંધીનગર ખાતે આવશે. નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઘાટલોડીયા બેઠક અંગે આનંદી બહેને જ ભલામણ કરી હતી.ભુપેન્દ્ર પટેલ આનંદી બહેનના વિશ્વાસુ માણસ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment