Breaking News

મંગેતર સાથે વિડીયો કોલમાં રક-ઝક થતા જ યુવતીને ખોટું લાગી ગયું અને ભરી લીધું એવું પગલું કે જાણીને લોકોના મોઢા ફાટી ગયા..!

આજના સમયમાં લોકોમાં સહનશક્તિ ઓછી થઈ રહી છે. લોકો પોતાની મુશ્કેલીને દૂર કરવાને બદલે પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે અને તેમના પરિવારના લોકોને પણ દુઃખ પહોંચાડી રહ્યા છે. આવા કિસ્સાઓ અવારનવાર બનતા જોવા મળે છે પરંતુ હાલમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો.

આ કિસ્સો જમશેદપુરના ટેલકો પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પ્રેમનગર રોડ નંબર 4 માં રહેતા પરિવારમાં બન્યો હતો. પરિવારમાં માતા-પિતા અને તેમની દીકરી રહેતા હતા. પિતાનું નામ સુભાષ તિવારી છે અને યુવતીનું નામ પ્રિયા કુમારી હતું. પ્રિયા કુમારી તેમના માતા-પિતા સાથે પ્રેમ નગર રોડ નંબર 4 માં આવેલી કોલોનીમાં રહેતી હતી.

પ્રિયાની સગાઈ ઘણા સમય પહેલા બિહારના ચંપારણના રહેવાસી પરિવારના યુવક સાથે સગાઇ થઈ ગઈ હતી. યુવકનું નામ ચિન્ટુ છે. પ્રિયા અને ચિન્ટુને ખુબ જ સારા એવા સંબંધો હતા. બંને અવારનવાર એકબીજાને મળતા અને ચિન્ટુ સાથે પ્રિયા દરરોજ સાંજે વિડીયો કોલ કરીને વાત પણ કરતી હતી. પ્રિયા તેમના માતા-પિતા સાથે પણ ખૂબ જ રાજી-ખુશીથી રહેતી હતી.

પરંતુ એક દિવસ સાંજે પ્રિયા અને ચિન્ટુ વિડીયો કોલમાં વાત કરી રહ્યા હતા. તે સમયે અચાનક જ પ્રિયાએ રૂમનો દરવાજો બંધ કર્યો અને ચિન્ટુ સાથે વિડિયો કોલ પણ બંધ કરી દીધો અને ત્યારબાદ ચિન્ટુ વારંવાર પ્રિયાને કોલ કરી રહ્યો હતો પરંતુ પ્રિયા કોલ ઉપાડતી ન હતી છતાં પણ ચિન્ટુ વારંવાર કોલ કરતો હતો.

ત્યારબાદ ચિન્ટુએ પ્રિયાના પિતા સુભાષ તિવારીને કોલ કર્યો હતો અને જણાવ્યું હતું કે, પ્રિયા તેમનો ફોન ઉપાડી રહી નથી. જેના કારણે સુભાષ તિવારીએ પ્રિયાના રૂમમાં જઈને ચિન્ટુને વાત કરાવું છું. તેમ જણાવ્યું હતું. ત્યારબાદ સુભાષ તિવારી પ્રિયાના રૂમમાં ગયા પરંતુ પ્રિયાએ દરવાજો ખોલ્યો નહીં.

જેના કારણે સુભાષ તિવારીએ રૂમમાં રહેલી બારીમાંથી જોયુ તો તેઓ જોતા જ ચોકી ગયા હતા અને આઘાતમાં આવી ગયા. જેના કારણે તેમના હાથમાંથી ફોન પડી ગયો હતો. ત્યારબાદ પ્રિયાની માતા પણ દોડતી-દોડતી આવી હતી અને તેમણે પણ જોયું તો પ્રિયાએ એવું કરી નાખ્યું હતું કે માતા-પિતા ત્યાંને ત્યાં જ આઘાતમાં રડી પડ્યા હતા.

અને ત્યારબાદ પાડોશીના લોકો પણ માતા-પિતાનો રડવાનો અવાજ સાંભળીને પ્રિયાના ઘરે આવ્યા હતા. પાડોશીના લોકોએ પણ પ્રિયાના રૂમમાં જોયું તો પ્રિયા લટકી રહી હતી. પ્રિયએ લટકીને આપઘાત કરી લીધો હતો અને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. તરત જ પાડોશીના લોકોએ રૂમનો દરવાજો તોડીને પ્રિયાના મૃતદેહ પાસે પહોંચ્યા હતા.

ત્યારબાદ સુભાષ તિવારીએ ટેલકો પોલીસ સ્ટેશનમાં પોતાની દીકરી આપઘાત કર્યાની જાણ કરી હતી જેના કારણે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને સુભાષ તિવારીએ પ્રિયાના મંગેતર ચિન્ટુને પણ પ્રિયાએ આપઘાત કરી લીધાનું જણાવ્યું હતું. ચિંટુ પ્રિયાના મૃત્યુના સમાચાર સાંભળતા જ બેભાન થઈ ગયો હતો..

તેણે પોતાની જીવનસાથીને ગુમાવી દીધી હતી. જેના કારણે તે આઘાતમાંથી બહાર આવી શક્યો નહીં. ત્યારબાદ પરિવારના લોકોને લાગી રહ્યુ હતું કે પ્રિયા અને ચિન્ટુને વિડીયો કોલ પર વાતચીત દરમિયાન કોઈ ઝઘડો થયો હશે. જેના કારણે પ્રિયાએ આ પગલું ભરી લીધું છે પોલીસ હજુ આગળની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *