Breaking News

‘મને જીવતી જોવી હોઈ તો પ્રેમિકાને મૂકી દેજો’ કહેતા જ માથાભારે પતિ ગુસ્સે ભરાયો, કરી બેસ્યો એવું કે આવ્યો પછતાવાનો વારો..!

લગ્ન જીવનના પણ કેટલાક નિયમો હોય છે, સુખમય રીતે લગ્નજીવન વિતાવવા માટે પતિ અને પત્ની બંને વચ્ચે સારી સમજણ શક્તિ હોવી ખૂબ જ જરૂરી છે. જો સરખા વિચારોથી જીવન જીવવામાં આવે તો લગ્નજીવન લાંબો સમય સુધી ટકી શકતું નથી, ટૂંક સમયની અંદર જ લગ્નજીવન તૂટી જવાના આપણે ઘણા બધા કિસ્સાઓ સાંભળ્યા છે..

અને અત્યારે એક લગ્ન જીવનમાં એવડી મોટી આગ લાગી ગઈ હતી કે, આગ શાંત પડે ત્યાં સુધીમાં તો વ્યક્તિને ખૂબ જ પછતાવો પણ થઈ ગયો હતો, આ હચમચાવી લેતી ઘટના ગુપ્તાપાર્ક કોલોનીમાંથી સામે આવી છે, આ કોલોનીની અંદર કિશોર નામનો યુવક તેના પરિવાર સાથે જીવન ગુજારી રહ્યો છે..

પરિવારમાં કિશોરની પત્ની રેણુકા કિશોરની માતા ચંદ્રાવતીબેન કિશોરના પિતા અમરનાથ ભાઈ અને કિશોરનો નાનો ભાઈ ગૌતમનો સમાવેશ થતો હતો. કિશોર અને રેણુકાના લગ્ન થયા તેના 7 વર્ષ સુધી ચુક્યા છે, સાત વર્ષના લગ્ન જીવન દરમિયાન તેમને કોઈ પણ સંતાન પણ જનમ્યું હતું નહીં..

કિશોરે ખાનગી કંપનીમાં મેનેજર તરીકેનું કામકાજ કરતો હતો, તેમજ રેણુકા ઘરકામની અંદર મદદરૂપ બનતી હતી, રેણુકાને છેલ્લા અઢી વર્ષથી તેના પતિ ઉપર શંકા હતી કે તેનો પતિ પરિવારને ઉલ્લુ બનાવીને અન્ય કોઈ મહિલા સાથે સમય વિતાવી રહ્યો છે, પરંતુ આ વાતની જાણ કરી તેણે ક્યારેય પણ તેના પતિને પૂછી નહીં..

આ ઉપરાંત બહારથી પણ જાણકારી મેળવવાની કોશિશ કરી નહીં, કિશોરની રહેણી-કહેણી અને તેના વાત વર્તન ઉપરથી રેણુકાની અંદાજ આવી ગયો હતો કે, કિશોર અન્ય કોઈ મહિલાના પ્રેમ સંબંધમાં જોડાયેલો છે, રેણુકાએ તેના પતિની પાછળ પાછળ જઈને સત્ય શું છે તે જાણવાની કોશિશ કરી હતી..

કિશોરને કંપનીમાંથી શનિ-રવિની રજા આપવામાં આવી હતી, એક દિવસ સવારના સમયે કિશોર શનિવારની રજા હોવા છતાં પણ તે પોતાની કંપનીએ જવા માટે નીકળી ગયો હતો. રેણુકાને આ દ્રશ્ય ખૂબ જ ચોકાવનારું લાગ્યું હતું અને તેને શંકા જતા તેણે કિશોરનો પીછો કરવાનો પણ શરૂ કર્યો..

તે જ્યારે કિશોરની પાછળ પાછળ જવા લાગે ત્યારે તેણે દેખાયું તો તેમની કોલોનીની અંદર રહેતી માધુરી નામની મહિલા કિશોરની સાથે રિક્ષામાં બેસીને દૂર જઈ રહી હતી, રેણુકાએ પણ રીક્ષા પકડીને તેના પતિનો પીછો કરવાની કોશિશ કરી હતી. શહેરથી થોડે દૂર આવેલી એક હોટેલમાં કિશોર તેમજ માધુરી બંને અંદર ઘૂસી ગયા હતા..

આ દ્રશ્ય જ્યારે રેણુકાએ પોતાની નજર સામે જોઈ લીધું ત્યારે તે સમજી ચૂકી હતી કે, કિશોર માધુરીના પ્રેમ સંબંધમાં જોડાયેલો છે અને તેની સાથે અંગત પળો પણ વિતાવી રહ્યો છે, આ ઘટનાની સહન કરવી ખૂબ જ મુશ્કેલ હતી. તે તરત જ પોતાના ઘરે પરત આવી ગઈ અને તેના સાસુ સસરાએ પણ આ વાતની જાણકારી આપી દીધી હતી..

સાંજના સમયે જ્યારે કિશોર ઘરે આવ્યો ત્યારે રેણુકાએ તેના પતિને જણાવ્યું કે, જો મને જીવતી જોવી હોય તો તમે તમારી પ્રેમિકાને મૂકી દેજો, બસ આ શબ્દ સાંભળતાની સાથે જ કિશોર ખૂબ જ ગુસ્સે ભરાઈ ગયો હતો. અને પોતાના હાથમાં રહેલી ચીજ વસ્તુઓનો છૂટો ઘા કરીને રેણુકા ને ઢોર મારે મારવા લાગ્યો હતો..

આ ઘટના બની ત્યારે સમગ્ર પરિવાર હાજર હતો, પરંતુ પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિએ રેણુકાને બચાવવાની કોશિશ કરી નહીં કિશોરના હાથમાં સ્ટીલનું વાસણ આવી જતા તેણે વાસણનો ઘા રેણુકા ના માથા ઉપર મારી દીધો હતો અને રેણુકાને માથામાં લોહીની ધાર નીકળી જવા પામી હતી..

ધીમે-ધીમે તેણે આંખો પણ મીચી દીધી અને બોલવાનું પણ બંધ કરી દીધું હતું, તાબડતોબ તેને હોસ્પિટલે પણ લઈ જવામાં આવી હતી, જ્યારે કિશોરનો ગુસ્સો શાંત થયો ત્યારે તેને પસ્તાવો થવા લાગ્યું કે, તેણે ગુસ્સાની અંદર ખૂબ જ મોટું પગલું ભરી લીધું છે. હકીકતમાં તે અન્ય કોઈ મહિલાના પ્રેમ સંબંધમાં જોડાયેલો છે..

એ જાણવા છતાં પણ તેની પત્ની તેને પ્રેમથી સમજાવતી હતી કે, આ પ્રેમ પ્રકરણને બંધ કરી દેજો, પરંતુ માથાભારે કિશોરે તેની પત્નીને મોતને ઘાટ ઉતારવા માટે તેને ઢોર મારવાનું શરૂ કરી દીધું હતું, અને અત્યારે રેણુકા લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે..

જ્યારે આ ઘટના બની ત્યારે કિશોરના નાના ભાઈ ગૌતમ તેમજ કિશોરના પિતા અમરનાથ ભાઈએ કિશોરને બરાબરનો ખખડાવી નાખ્યો હતો, અને તેને ઘરમાંથી બહાર કાઢવાની પણ ધમકી આપી દીધી હતી કે, જો તું તારો પ્રેમ પ્રકરણ બંધ નહીં કરે તો તને ઘરમાંથી બહાર કાઢી મુકવામાં આવશે કારણ કે, તારી પત્નીએ તને ઘણી બધી સારી બાબતો શીખવી છે..

તેમજ પરિવારને પણ ખૂબ જ સારી રીતે ચલાવે છે, પરંતુ તને તારી પત્નીની જો કદર ન હોય તો તું ઘરમાંથી જઈ શકે છે, આ ઘરની અંદર તારું હવે કોઈ કામ નથી, બસ આટલા શબ્દો સાંભળતાની સાથે જ કિશોરની એકલપણે ઠેકાણે આવી પડી હતી, જ્યારે આપણે આવા પારિવારિક કિસ્સાઓ સાંભળીએ છીએ ત્યારે બે ઘડી આપણે પણ વિચારમાં મુકાઈ જતા હોઈએ છીએ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રોજની માથાકૂટોથી કંટાળી ગયેલી 4 બાળકોની માતાએ ફિનાઈલના ટીકડા પીઈને આપઘાત કરી લેતા રોક્કળ મચી ગઈ, પરિવાર દોડતો થઈ ગયો..!

આજકાલ આપઘાતના બનાવવામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. લોકો પોતાના અંગત કારણો અને જીવનમા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *