મંદિરેથી દર્શન કરીને ઘરે જતા ધો.6 ના વિદ્યાર્થીને ટ્રકેએ અડફેટે લીધો, પરિવાર ચોધાર આંસુએ રડ્યો.. વાંચો.!

ગુજરાતમાં અક્સમાતની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થતો જાય છે. અક્સમાતમાં પરિવારના અનમોલ રત્નો જીવ ગુમાવી દેતા પરિવાર રસ્તા પર આવી જાય છે. અકસ્માતમાં ગુમાવેલા સભ્યોની કમી ક્યારેય કોઈ પૂરી કરી શકતા નથી. રાજકોટમાં એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે જેમાં એક નાના બાળક ભોગ બની ગયો છે.

રાજકોટ શહેરમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા લક્ષ્મણ પાર્કમાં આ બનાવ બન્યો છે. ત્યાં હિટ એન્ટ રન પ્રકારનો અકસ્માત બન્યો છે. જેમાં મયંક હસમુખભાઈ હાપલીયા (ઉં.વ.૧૧) શનિવારે સવારે સાઇકલ લઇને પોતાના ઘરેથી નીકળી ઘર પાસે આવેલા મંદિરે દર્શન કરવા માટે ગયો હતો.

મંદિરે ભગવાનના દર્શન કરીને મયંક પરત ફરી રહ્યો હતો. તે પરત ફરતો હતો ત્યારે વિચાર્યું પણ નહી હોઈ કે તેની સાથે અણબનાવ ઘટશે અને મોત પણ પામશે. તે ઘર બાજુ સાયકલ લઈને આગળ વધતો હતો ત્યારે ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા લક્ષ્મણ પાર્ક પાસે મયંકની પાછળથી મિની ટ્રક ફૂલ સ્પીડથી આવી રહી હતી.

ટ્રક ચાલકને મયંકની સાયકલ નહી દેખાતી હશે કે સ્ટેરીંગ પરથી કાબુ ગુમ્વાયું હશે પરતું તેણે મયંકની સાયકલને અડફેટે લઈ લેતા મયંક દુર સુધી હવામાં ફંગોળાયો હતો. અને ગલોતીય મારીને દુર ઘસડાયો હતો. આ બનાવ બન્યો એટલે તરત જ મીની ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

મયંક રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે કુવાડવા રોડ પર આવેલા ગુરુદેવ પાર્કમાં રહેતો હતો. તે ધોરણ 6 માં અભ્યાસ કરતો હતો. આ આકસ્મિક બનાવમાં બિચારો મયંક ઘટના સ્થળે જ મોત પામ્યો છે. બેફામ ગાડીઓ ટેમ્પા અને ટ્રક ચાલકોના લીધે બિચારા માંસુમે જીવ ગુમાવ્યો છે.

હજુ તો બિચારો દુનિયાને જોવે એ પેહલા જ આવા ગણ્યા ગઠીયા ડ્રાઈવરના લીધે તેઓને જીવ ગુમાવી દેવો પડ્યો. આ ઘટનામાં ઔતરુણનું સારવાર દરમિયાન ઔમોત નીપજ્યું હતું. બીજી અકસ્માતની ઘટનામાં  વીંછિયા નજીક બાઈકચાલક યુવાન પર ડમ્પર ફરી વળતાં તેનું પણ ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment