Breaking News

મંદીના સમયે વેપારીને ફોન પર ધમકી મળી, ‘તારે દુકાન ચલાવી હોઈ તો પૈસા પહોચાડી દેજે નહીતો…!’ વાંચો…!

કોરોનાના સમયમાં દરેક ધંધામાં ભારે મંદીનો સામનો કરવો પડી રહ્યો છે. મોંઘવારી વધતી જાય છે અને રોજગારી ઘટતી જાય છે. આવા સમયે ઘર ચલાવવા માટે ભારે મુશ્કેલીઓ સહન કરવી પડે છે. એમાં પણ લૂખા એ ગુંડા તત્વોનો ત્રાસ વધી જતા વેપારીઓ ભારે ચિંતામાં મુકાયા છે.. આ બાબતે તેઓ પોલીસ પાસે ગયા છે.

અમે વાત કરી રહ્યા છીએ રંગીલા રાજકોટની જે હવે સુરક્ષિત ન રહ્યું હોઈ તેવું લાગી રહ્યું છે. કારણ કે અહીયા ગુંડાઓ બેફામ બન્યા છે.  રંગીલા રાજકોટમાં કેટલાક લૂખા અને ગુંડા તત્વો ખુબ ધાક ધમકીઓ જમાવી રહ્યા છે.

હવે રાજકોટમાં એક કાપડ વેપારી પાસેથી માથાભારે તત્વોએ પ્રોટેક્શન માટે રૂપિયા માગ્યા હોવાનો કેસ નોંધાયો છે. રાજકોટમાં એક કાપડ વેપારીએ કિશન ગઢવી નામના માથાભારે તત્વ પર ફરિયાદ નોંધાવી છે અને પોલીસને કહ્યું કે આ વ્યક્તિ મને છેલ્લા ૫ મહિનાથી કોલ કરીને ધમકીઓ આપે છે કે,

જો તારે શાંતિથી ધંધો કરવો હોઈ તો મને પૈસા પહોચાડી દે, તારે મને પ્રોટેક્શન માટે રૂપિયા આપવા જ પડશે,, આ પ્રકારની ધમકીઓ તેણે સતત મળતી હતી.  દુકાન ચલાવવા માટે 2.5 લાખ રુપિયાની માગણી કરવામાં આવી. ગુંડાઓ બેફામ બનીને દાદાગીર કરી રહ્યા છે તેમજ વેપારીઓ ડરાવી અને ધમકાવી રહ્યા છે.

આખરે કંટાળીને વેપારીએ રાજકોટના માલવિયાનગર પોલીસમાં આ ઈસમ સામે ફરિયાદ નોંધાવી છે. આ ઘટના સોશિયલ મીડયામાં આવ્યા બાદ સૌ કોઈ લોકો એક જ સવાલ પૂછી રહ્યા છે કે, શું આ ગુંડા અને લુખ્ખા તત્વોને પોલીસ તેમજ કાયદાનો કોઈપણ ડર નથી ? તેઓ શા માટે ખુલે આમ દાદાગીરી કરી રહ્યા છે..! શું તેમને રોકનાર કોઈ નથી..?

હાલ આ બાબત સોશિયલ મીડિયામાં છવાયેલી છે. ગુંડાતત્વોને બરાબરનો મેથીપાક ચખાડવામાં રાજકોટ પોલીસની કામગીરી નબળી પડી છે. અને હવે આ ફરિયાદ નોંધાતા જ રાજકોટ પોલીસ એક્શનમાં આવીને આ લૂખાગીરી કરતા ઈસમોને પકડી પડશે અને જનતા સામે એક અનોખી મિસાલ ઉભી કરશે કે નહી એ તો સમય જ બતાવશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *