Breaking News

માંડવી બીચ ઉપર પેરાગ્લાઇડિંગ કરતો હતો યુવક, અચાનક થયું એવું કે યુવક 25 ફૂટથી પટકાયો જમીન પર.. કાળજું કંપાવે તેવી ઘટના..!

તમે જ્યારે ફરવા જાવ છો ત્યારે જુદી જુદી એક્ટિવ કરવાનું ખૂબ મન થતું હોય છે. પરંતુ એ એક્ટિવિટી કરવા માટે પોતાના જીવને જોખમમાં મુકો એ યોગ્ય કહેવાય નહીં. બંજી જમ્પિંગ, પેરાગ્લાઈડિંગ, રિવર રાફ્ટિંગ વગેરે જેવી પ્રવૃત્તિઓમાં ખૂબ ભારે માત્રામાં જીવને જોખમ રહેલું છે..

છતાં પણ લોકો તેને અજમાવતા હોય છે. મોજશોખ માટે લોકો કંઇપણ કરવા માટે તૈયાર થઈ જાય છે. પછી તે વિમાનમાંથી કૂદકો મારવાનો હોય કે દરિયા ની અંદર જઈને જળચર પ્રાણીઓને નિહાળવાનું હોય.. મોજશોખ માટે બધુ કુરબાન કરવા લોકો તૈયાર છે. તાજેતરમાં જ ગુજરાતના માંડવી બીચ પર એક અનોખો કિસ્સો બન્યો છે.

માંડવી બીચ પર પેરાગ્લાઇડિંગમાં 25 ફૂટ ઊંચેથી ભુજનો યુવાન નીચે આવ્યો હતો. આ ઘટના બનતા જ આસપાસના લોકોમાં અરેરાટી મચી ગઈ હતી. આ ઘટના અચાનક ગાડીને બ્રેક મારી હતી એના કારણે બની હતી. ગાડી બંધ થઈ જતા કરતાં દુર્ઘટના સર્જાઈ હતી. ત્યારે હવે ચાલક સામે ગુનો નોંધાયો છે.

ગાડી ચાલકની બેદરકારીને કારણે યુવક 25 ફૂટની ઉંચાઈથી નીચે પટકાતાં ઘાયલ થઈ ગયો છે. રાઈડ ગાડીના ચાલક વિરુદ્ધ 4 દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ મુદ્દે સમાચાર મળતા જ કચ્છના કલેક્ટરે માંડવીમાં પેરાશૂટ બંધ કરવા માંડવી પોલીસેને આદેશ આપી દીધો છે. છતાં એ પોલીસે કોઈ પગલાં ના ભરતા આ અકસ્માત સર્જાયો હતો.

ભુજના સંજોગનગરમાં રહેતો યુવાન માંડવી બીચ પર ફરવા ગયો હતો. ત્યાં પેરાગ્લાડિંગની ગાડીમાં બેસીને ઉડાન કરી રહ્યો હતો ત્યારે ચાલકની બેદરકારીને કારણે 25 ફૂટથી નીચે પટકાયો હતો. જેથી યુવક ઇજાગ્રસ્ત થયો હતો. ગાડીચાલક વિરુદ્ધ 4 દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

માંડવી પોલીસ મથકમાં ભુજના તારીફ સલીમ બલોચ (ઉં.વ.23)એ માંડવી બીચ પર પેરાગ્લાડિંગની ગાડી ચલાવતાં બ્લૂસ્ટાર વોટર પેરાશૂટના ગાડીચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ગાડીચાલકે 25 ફૂટ ઊંચે પેરાશૂટ ઉડાડીને અચાનક ગાડીને બ્રેક મારી બંધ કરી દેતાં કોઇ સેફટીના સાધન ન હોવાને કારણે ફરિયાદી ઊંચેથી નીચે પટકાયો હતો. જેને કારણે તેને કમરના ભાગે ઇજા પહોંચી હતી.

અત્રે ઉલેગનીય છે કે, પેરાશૂટ બંધ કરવા કચ્છ કલેકટરે માંડવી પોલીસને લેખિત આદેશ આપ્યો હતો. તેમ છતાં માંડવી પોલીસે કોઇ જ દરકાર ન કરી, જેને કારણે અકસ્માત સર્જાયો હતો. ઘટના સામે આવતાં પોલીસે આરોપી  ગાડીચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સેફટી ના કોઈ સાધન ના હોવાથી આ અકસ્માત સર્જાયો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *