Breaking News

મંચ્યુરીયનની લારી પર તપાસ ચલાવતા મળી એવી વસ્તુ કે જાણીને તમે પણ ખાતા પહેલા 100 વાર વિચાર કરશો, બહારનું ખાતા પહેલા ચેતજો..!

જો લાંબુ જીવન જેવું હોય તો દરેક વ્યક્તિને પોતાના સ્વાસ્થ્યનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. ખાવા પીવામાં કોઈપણ ધ્યાન રાખવામાં ન આવે આ ઉપરાંત બહારનું તીખું તળેલું અને ભેળસેળ વાળું ખાવાને કારણે શરીરનું સ્વાસ્થ્ય ધીમે ધીમે બગડવા લાગે છે. ત્યારબાદ ધીમે ધીમે અંગો પણ કામ કરતા બંધ થઈ જાય કે ધીમા કામ કરતા થઈ જતા હોય છે..

જો શરીરનું સ્વાસ્થય સારું રાખવું હોય તો ખાવા પીવાની કોઈ પણ ચીજ વસ્તુ સાથે થોડી ઘણી પણ ભાંગછોડ કરવવી ન જોઈએ. શહેરના નાગરિકોના સ્વાસ્થયને લઈને દરેક મહાનગરપાલિકા અને નગરપાલિકાના ફૂડ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ ખૂબ જ ચિંતિત હોય છે. તે વો અવારનવાર શહેરના ફૂલ સ્ટોલ તેમજ ખાણીપીણીની લારી અને રેસ્ટોરેન્ટમાં તપાસ ચલાવતા હોય છે અને જાણકારી મેળવે છે કે શું શહેરના નાગરિકોને આરોગ્યમય આહાર આપવામાં આવે છે કે નહીં..?

આ ઉપરાંત ખાણીપીણીની કોઈપણ ચીજ વસ્તુઓમાં ભેળસેળ થયેલી માલુમ પડે તો તાત્કાલિક ત્યાં રહેલા તમામ અકાદ્ય પદાર્થોના જથ્થાને નાશ કરવામાં આવતો હોય છે. તેમજ જે તે રેસ્ટોરન્ટ કે ખાણીપીણીની લારી ચલાવનાર માલિકોને નોટિસ પણ ફટકારવામાં આવે છે. હાલ તહેવારોનો સમય ચાલી રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાની ફુડ અને આરોગ્ય વિભાગની ટીમો ખૂબ જ સતર્ક રહે છે..

તેઓએ તહેવારના સમયમાં લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને પર આ બજાર વિસ્તારમાં આવેલી આશીર્વાદ માર્કેટિંગ પેઢીમાં તપાસ ચલાવી હતી જ્યાં લાલ મરચા પાવડર, હળદર પાવડર તેમજ ધાણાજીરૂમાં શંકાસ્પદ ચીજ વસ્તુઓની ભેળચળ હોવાનો મામલો સામે આવ્યો હતો. તથા તમામ વસ્તુના નમૂના પણ લેબોરેટરીમાં ચેકિંગ માટે મોકલવામાં આવ્યા છે.

લાલ મરચા પાવડરની અંદર મકાઈનો લોટ તેમજ ઓરેન્જ કલર સામેલ હોવાની માહિતી મળી આવી હતી. આ તમામ જથ્થો આરોગ્ય વિભાગ એ તેમજ વિભાગે નાશ કર્યો છે. અને આ પેઢી ચલાવનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગ્રીનલેન્ડ ચોકડી ઉપર આવેલા કુલ 12 જેટલા ફૂડ સ્ટોલ નું ચેકિંગ કરવામાં આવ્યું હતું..

જ્યાં ઠંડા પીણા, આઈસ્ક્રીમ કેન્ડી આ ઉપરાંત અન્ય નાસ્તાની લારીઓ ઉપર ચકાસણી કરતા ત્યાં ખૂબ જ અખાદ્ય જથ્થો મળ્યો હતો. આ ઉપરાંત ચાઈનીઝ, મનચુરીયન અને નુડલ્સનું વેચાણ કરતો એક ફુડ સ્ટોલ પર તપાસ ચલાવતા ત્યાં તમામ વસ્તુઓ અકાદ્ય મળી આવી હતી. મનચુરીયન બનાવવા માટે વપરાતું તેલ પણ ખુબ જ ખરાબ જણાયું હતું..

આ તેલને વારંવાર ઉકાળવામાં આવતું હતું. એકના એક તેલમાં બનાવવામાં આવતો ખોરાક વધારે પડતી વસ્તુના કારણે તે લોકોના સ્વાસ્થયને જોખમમાં મૂકે છે. મંચુરિયનની લારી પર રહેલા તમામ અખાદ્ય જથ્થાને નાશ કરવામાં આવ્યો હતો. શહેરના નાગરિકોને તીખું ધમધમતું મંચુરિયન ખાવાનું ટેવ હોય છે.

પરંતુ તેઓ ક્યારેય પણ મંચુરિયન બનાવવા માટે વપરાતી ચીજ વસ્તુઓ શુદ્ધ છે કે નહીં..? આ ઉપરાંત તેલ, મીઠું, મરચું સહિતના અન્ય મસાલાઓ પણ સારી ગુણવત્તાના વાપરવામાં આવે છે કે નહીં..? તેની કોઈ જાણકારી મેળવતું નથી. હાલ મંચુરિયન ખાનારા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવી ગયો છે..

કારણ કે આ મંચુરિયનની લારી ઉપરથી ન ખાવાલાયક ચીજવસ્તુઓ મળી આવી છે. આ બનાવ સાંભળ્યા બાદ મંચુરિયન રસયાવો જે તે જગ્યાનું મનચુરીયન ખાવાનું ટાળવા લાગ્યા છે. આ ઉપરાંત પોતાના સ્વાસ્થ્ય અંગે વિચારવા લાગ્યા છે. આ સાથે સાથે સેવપુરી, દહીં પૂરી, ભેળ તેમજ બટેકા ભૂંગળા અને ચિપ્સનું વેચાણ કરનાર પર પણ ખરાબ ક્વોલિટીનું તેલ મળી આવ્યું હતું.

બોમ્બે સ્ટાઇલ ભેળ અને ચાટપુરી ભેળનું વેચાણ કરનાર સ્ટોલ ઉપર ચાર કિલો અખાદ્ય વાસી બાફેલા બટાકાનો જથ્થો મળી આવતા તેને સ્થળ પર જ નાબૂદ કરવામાં આવ્યો. આ ઉપરાંત જ્યુસ સેન્ટરમાં પણ પાઈનેપલ શરબત નો પાંચ લીટર જથ્થો નાબૂદ કરવામાં આવ્યો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *