Breaking News

‘મમ્મી હું જલ્દીથી ઘરે આવવાનો છું’ તેમ માતાને ફોનમાં કહીને મિત્રો સાથે દરિયા કિનારે ફરવા ગયેલા દીકરા સાથે બન્યું કે, પરિવાર દીકરાની રાહ જ જોતો રહી ગયો..!!

નવા વર્ષની શરૂઆત થતાં જ એવા ચોકાવનારા કિસ્સાઓ બની રહ્યા છે કે જેના કારણે લોકો પોતાના પરિવારથી દૂર થઈ રહ્યા છે. હાલમાં આવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટના આગ્રાના આવાસ વિકાસ કોલોનીમાં રહેતા પરિવારના દીકરા સાથે બની હતી. પરિવારનો દીકરો દિપક માખીજા એન્જિનિયરનો અભ્યાસ કરતો હતો.

દીપકને તેમના પરિવારના લોકોએ એન્જિનિયરના અભ્યાસ માટે બેંગ્લોરમાં મોકલ્યો હતો. દીપકને પરિવારમાં તેમના માતા-પિતા અને દાદા-દાદી રહે છે. દીપકના દાદાનું નામ ગોપાલદાસ, દાદીનું નામ ચંદ્રાવતી અને તેમની માતાનું નામ સીમા છે. દરેક લોકો પરિવારમાં ખૂબ જ રાજી ખુશીથી રહેતા હતા. દિપકને પણ એન્જિનિયરનો અભ્યાસ પૂરો થયો હતો.

દીપક અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હોવાથી એક વર્ષ પહેલાં તે એન્જિનિયરિંગમાં સારા પેકેજમાં નોકરી માટે સિલેક્ટ થયો હતો. જેના કારણે નવા વર્ષની શરૂઆત થતાં જ તેને સારી નોકરી ચાલુ થવાની હતી. જેના કારણે નવા વર્ષની ઉજવણી કરવા માટે તે પોતાના મિત્રો સાથે પુડુચેરીના દરિયા કિનારે પાર્ટી કરવા માટે ગયો હતો.

તેમણે પોતાની માતા સીમાબેનને પણ ફોન કરીને કહ્યું હતું કે, ‘પોતે મિત્ર સાથે બાઈક પર પૂડુચેરી આવ્યો છે અને નવા વર્ષની ઉજવણી કર્યા બાદ તે આગ્રા જલ્દીથી આવશે’ તેમ જણાવ્યું હતું. ત્યારબાદ દીપક તેમના મિત્રો સાથે નવા વર્ષની ઉજવણી કરી રહ્યો હતો. દરેક મિત્રો દરિયાકિનારે ખૂબ જ મસ્તી કરી રહ્યા હતા. મિત્રો સાથે દીપક દરિયામાં નાહવા માટે પણ ગયો હતો.

તેઓ દરિયાકિનારે નાહી રહ્યા હતા અને સોંગ વગાડીને ડિસ્કો કરી રહ્યા હતા. તે સમયે દરિયામાં નહાતી વખતે અચાનક જોરદાર મોજા ઉછળ્યા હતા. જેમાં દરેક મિત્રો મોજમાં તણાયા હતા પરંતુ દિપક મોજાની સાથે સાથે દરિયામાં ઊંડે જતો રહ્યો હતો જેના કારણે તે ફરી ઉપર આવી શક્યો નહીં. દિપક એક ક્ષણમાં દરિયામાં ડૂબી ગયો.

જેના કારણે મિત્રોએ પહેલા વિચાર્યું કે દિપક સંતાઈને મજાક મસ્તી કરી રહ્યો છે જેના કારણે તેમને બચાવવા કોઈ ગયું નહીં ત્યારબાદ દીપક દેખાયો નહીં અને મિત્રો તરત જ દીપકને બચાવવા માટે પ્રયાસો કરી રહ્યા હતા. દરિયા કિનારા પર દરેક પસાર થતા લોકોને પણ દીપકને બચાવવા માટે કહ્યું હતું પરંતુ સ્થાનિક લોકો દિપકને બચાવવા માટે પહોંચ્યા નહીં.

મિત્રને દરિયામાં ડૂબતો જોયા પછી પણ ખૂબ જ ગભરાઈ ગયા હતા. ત્યારબાદ તરત જ પોલીસે પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી અને સ્થાનિક જગ્યાએ લોકોના ટોળેટોળા થઈ ગયા હતા. ત્યારબાદ પોલીસ આવ્યા બાદ દીપકના મૃતદેહને દરિયામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ પરિવારના લોકોને દીપક સાથે આ અકસ્માત સર્જાયાની જાણ કરવામાં આવી હતી.

જેના કારણે પરિવારના લોકો ખૂબ જ આઘાતમાં આવી ગયા હતા. પરિવારના લોકો તેમના દીકરા સાથે આવી ઘટનાના દુઃખીના સમાચાર સાંભળીને જ ખૂબ જ રડી રહ્યા હતા. દિપકના મૃતદેહને ફ્લાઇટ દ્વારા દિલ્હી લાવવામાં આવી રહ્યો હતો અને પરિવારના લોકો દીપકના મૃતદેહની રાહ જોઈ રહ્યા હતા.

અને તેમની માતા અને દાદી ખૂબ જ રડી હતા. પરિવારના લોકો આ આઘાત સહન કરી શક્યા નહીં. તેમના એકના એક દીકરાનું તેઓ મોઢું જોવા માગતા હતા પરંતુ તેની સાથે આવી ઘટના બની જતા તેઓ આઘાતમાં સરી પડ્યા હતા. અચાનક આ સમયમાં ક્યારે કોની સાથે શું બની જાય તે કહી શકાતું નથી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *