આજકાલના બાળકોને ખુબ જ ધ્યાન રાખવુ પડતુ હોય છે. મા-બાપથી બાળકોને ધ્યાન રાખવામાં સહેજ પણ ચૂક થઈ જાય કે અંતે ખરાબ સમાચાર સાંભળવાનો વારો આવતો હોય છે. આ પ્રકારના જ એક ખરાબ સમાચાર સાંભળવાનો વારો માંગરોળ તાલુકાના લીંબોદરા ગામના એક પરિવારનો આવ્યો છે.
મોહિની ઇમરાન મલેક નામની આઠ વર્ષની એક દીકરી પોતાના મામાના ઘરે માંગરોળ તાલુકાના લીંબોદરા ગામમાં આવી હતી. આ દીકરીનું ગામ મોટી નરોલી હતું. પરંતુ તે પોતાના મામાને ઘરે રોકાવા આવી હતી. આ દીકરીના મામાનો દીકરો રેહાન ઈલ્યાસ પઠાણ કે જેની ઉંમર 10 વર્ષની છે. આ દીકરો અને દીકરી બંને પોતાના ઘરના પાછળના ભાગે રમી રહ્યા હતા..
તેઓના ઘરથી માત્ર ૧૫ ફૂટ દૂર સુધી સુજલામ સુફલામ યોજના અંતર્ગત એક તળાવ બનવા જઇ રહ્યું હતું. આ તળાવમાં અડધું કામ પૂર્ણ થયું હતું. જ્યારે અડધું કામ બાકી હતું. આ તળાવમાં વરસાદના પાણીનો ખૂબ મોટો ભરાવો થયો હતો. આ બંને બાળક તળાવના કિનારે રમતા હતા એવામાં વરસાદને કારણે લપસણી જમીનથી લપસીને બંને બાળકો તળાવમાં પડી ગયા હતા.
અને ધીમે-ધીમે બન્ને તળાવના પાણીની અંદર ડુબવા લાગ્યા હતા. જોતજોતામાં જ બુડબુડીયા બોલી ગયા હતા. અને બંને બાળકોનું મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં મામા ફોઈના બંને બાળકોનું તળાવમાં ડૂબી જવાને કારણે મૃત્યુ થયું છે. લાંબા સમય બાદ પણ આ બંને બાળકોનો કોઈ અતો પતો ન મળતાં તળાવની અંદર તપાસ કરતા આ બંને બાળકોની લાશ મળી આવી હતી.
આ બાળકોને બચાવવા માટે એ સમયે કોઈપણ વ્યક્તિ હાજર હતો નહીં. એટલા માટે બંનેનું મૃત્યુ થયું છે. આ બાબત સામે આવતાં જ સમગ્ર ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. અને તળાવ ની કામગીરી તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા માટે જણાવી દીધું છે. એક જ ઘરમાં બંને બાળકોના મૃત્યુ થતાં પરિવાર ઉપર શોક છવાયો છે..
લીંબોદરા ગામ માં તેમજ આસપાસના પંથકમાં પણ આ બંને બાળકોના પડઘા પડયા છે. ગામના લોકોએ આક્ષેપ કર્યો છે કે, સુજલામ સુફલામ યોજના હેઠળ આ તળાવ ખોદાઈ રહ્યું છે. આ તળાવ દ્વારા વાળી એજન્સીએ તળાવને ઉંડુ કરી નાખ્યું છે. છતાં પણ તેની આજુબાજુમાં કોઇ પણ સલામતીની વ્યવસ્થા કરવામાં આવી નથી..
તળાવને એકદમ ખુલ્લું મૂકી દેતા આકસ્મિક રીતે આ બંને બાળકો તેમાં પડ્યા હતા અને બંને બાળકોનું મૃત્યુ થયું છે. એવામાં તળાવ ખોદનાર એજન્સી સામે ગામના તમામ લોકોએ કાર્યવાહી કરવાની માંગણી ઉઠાવી છે. પોતાના ઘરના દસ વર્ષના દીકરાનું મૃત્યુ થયું છે. જ્યારે પોતાના મામાને ઘરે આવેલી ભાનકીનું પણ મૃત્યુ થતાં બાળકીના માતા-પિતાને જવાબ દેવો પણ મુશ્કેલ બની ગયો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]