હાલ મહિલાઓની સુરક્ષા અંગે ખૂબ જ સવાલો ઉઠી રહ્યા છે. રોજ રોજ મહિલાઓ સાથે બનતા ગુનાઓ તેમની અસુરક્ષાનો દાખલો સાબિત કરે છે. અને હવે તો મોલમાં ખરીદી કરતી મહિલાઓ પણ સુરક્ષિત રહી નથી. વડોદરા શહેરમાં સુસેન સર્કલ પાસે એક ડી માર્ટ મોલ આવેલો છે..
જેમાં એક મહિલા ખરીદી કરવા માટે ગઈ હતી. કપડાની ખરીદી કરવાણી હોવાથી તે મહિલા મોલના ટ્રાયલ રૂમમાં કપડા ચેન્જ કરવા માટે ગઈ હતી. એ સમય દરમ્યાન ડી માર્ટ મોલમાં કામ કરતો રણજીત જગદીશભાઈ પરમાર કે જે વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં રહે છે. તેણે ટ્રાયલ રૂમની ઉપરના ભાગે તેનો મોબાઈલ મૂકીને આ મહિલાનો વીડિયો બનાવવાનું શરૂ કરી દીધું હતું.
આવા પ્રકારની હલકી પ્રવૃત્તિ કરવાને કારણે રણજીત જગદીશભાઈ પરમાર નામનો હાલ માંજલપુર પોલીસના હાથે પકડાયો છે. આ યુવકે મહિલાનો વિડીયો બનાવવાનું શરૂ કર્યું હતું. પરંતુ મહિલાને ખબર પડી ગઈ હતી કે કોઈ યુવક તેનો વીડિયો બનાવી રહ્યું છે. એટલા માટે તાત્કાલિક ધોરણે ટ્રાયલ રૂમમાંથી બહાર નીકળી હતી અને વિડિયો બનાવનાર કોણ છે..
તે જાણીને તેને પકડવાનો પ્રયાસ કરી રહી હતી. પરંતુ યુવકને જાણ થતાની સાથે જ તે ટ્રાયલનો મૂકીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. એટલા માટે યુવતીએ તાત્કાલિક ધોરણે વડોદરા પોલીસની શી ટીમને જાણ કરીને મદદ માટે બોલાવી લીધી હતી. માંજલપુર પોલીસ અને શી ટીમે રણજીત જગદીશભાઈ પરમાર નામના યુવકની શોધખોળ શરૂ કરી હતી..
અને ગણતરીની મિનિટોમાં જ તેની સામે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. હાલ તેમની સામે કાયદેસરની કાર્યવાહી થઈ રહી છે. આ પહેલા પણ આંધ્ર પ્રદેશના એક મોલમાં આ પ્રકારની ઘટના સામે આવી હતી. જેમાં વિડિયો ઉતારનાર યુવક લોકોના હાથે ચડી જતા લોકોએ બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. અને ગડદાપાટુનો મનફાવે તેમ આડેધડ માર માર્યો હતો.
આ બાબત સામે આવતાં ની સાથે સૌ કોઈ લોકોમાં સનસનાટી મચી ગઈ છે. લોકો વિચારવા પર મજબૂર બની ગયા છે કે, શું હવે મોલના ટ્રાયલ રૂમ પણ સુરક્ષિત રહ્યા નથી. જે તે ના માલિકોએ ટ્રાયલરૂમની સુરક્ષાને લઇને ચોક્કસ પગલાં ભરવા જોઇએ. જેથી કરીને આવનારા સમયમાં મહિલાઓ સાથે આ પ્રકારની ગેર વ્યાજબી હરકતો ન બને.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]