દિવસેને દિવસે શેઠિયા લોકોની ક્રુરતા વધતી જ જાય છે. આજે સુરતમાં નાના બાળકોની સારસંભાળ રાખતી મહિલાએ આઠ મહિનાના બાળકને તમાચા માર્યા તેમજ પલંગ પરથી નીચે પટકી દીધો હતો. જેના પગલે બાળકને હેમરેજ થયું હતું. અને હવે વાપીમાં એવા જ એક ક્રૂરતા ના દ્રશ્યો સામે આવ્યા છે.. જે જોઇને તમે પણ ડગી જશે.
હકીકતમાં વાપી જીઆઇડીસીમાં નિહાલ કંપની આવેલી છે. આ કંપની માલિકની ક્રૂરતા હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. નિહાલ કંપની ની બાજુમાં જ એક બીજી મોટી કંપની આવેલી છે. જેમાં કામ કરતા એક યુવકે પોલીસને ફરિયાદ નોંધાવી હતી કે, અમારી કંપનીની બાજુમાં આવેલી કંપનીમાં 4 કિશોરોને બાંધી રાખવામાં આવ્યા છે…
તેમના હાથ અને પગ દોરડાથી બાંધી દીધા છે. તેમ જ તેઓ અને બેલ્ટ અને પ્લાસ્ટિક ના પાઇપ થી વારંવાર ફટકારી રહ્યા છે. કંપનીના માલિકો આ બાળકોને ઢોર માર મારી રહ્યા છે. આ ફરિયાદ મળતાની સાથે જ વાપી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.. ફરિયાદ કરનાર યુવકે જણાવ્યું હતું કે,,
આ ચારેય બાળકોને કંપનીમાંથી ભંગારની ચોરી કરવાની શંકામાં કંપનીના માલિક તેમજ મેનેજરોએ ઢોરમાર માર્યો છે. તેઓની કંપનીના એક ઈમાનદાર કર્મચારીની આજીજીથી છેલ્લે આ બાળકોને છોડી દેવામાં આવ્યા હતા તેમજ તેઓને કપડાં પહેરાવીને ઘરે મોકલી દીધા હતા.
કડકડતી ઠંડીમાં બાળકોના કપડા કઢાવીને તેમ જ તેમના હાથ-પગ બાંધીને પ્લાસ્ટિકના ભાઈ તને ચાવડાના પટ્ટાથી ઢોર માર મારવો એ હત્યાના કેસથી કઈ ઓછું નથી. પોલીસે કલમ 323, ૩૪૨ અને ૩૪ મુજબ ગુનો નોંધ્યો છે. કંપનીના માલિકોની હિંમત એટલી બધી વધી ગઈ છે કે તેઓ કોઈના પર શંકા હોય તો કાયદાકીય કાર્યવાહી કરવાના બદલે પોતે જ સજા આપવા માટે હિંસા આ આચરી રહ્યા છે.
આ બાળકોને ઢોર માર મારતો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે જેના કારણે લોકોએ આ કંપનીના માલિક સામે ખૂબ રોષ પ્રગટ કર્યો છે. હકીકતમાં આ ઘટના ખુબ જ ચોંકાવનારી છે. જો આ બાબતે કંપનીના માલિકનો વાંક દેખાશે તો તેઓને કડકમાં કડક સજા મલી શકે છે…
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]