Breaking News

મજૂરો ભરેલી બસને પાછળથી ટ્રોલીએ ટક્કર મારી દેતા એક જ ઝાટકે 8 લોકોનો કચ્ચરઘાણ બોલી ગયો, કાળ પોકારતો ગંભીર અકસ્માત..!

અત્યારના સમયમાં ઘરેથી બહાર નીકળતા જ ઘટનાઓ બની રહી છે, જેના કારણે લોકો ડગલેને પગલે ગભરાઈ રહ્યા છે. લોકો પોતાના પરિવાર સાથે મુસાફરી કરી રહ્યા હોય છે પરંતુ ક્યારે તેમની સાથે કઈ ઘટના બની જાશે તે કહી શકાતું નથી. હાલમાં એવી એક ભયાનક ઘટના હાલમાં સામે આવી છે, જેને જોઈને દરેક લોકોના હૈયા ઊંચા થઇ ગયા છે.

આ ઘટના હરિયાણાના અંબાલામાં બની છે. અંબાલામાં એક ભયાનક અકસ્માત સર્જાયો છે, જેમાં એક સાથે બસમાં મુસાફરી કરી રહેલા લોકોના જીવ જોખમમાં મુકાઈ ગયા છે. યુપીના બરેલીથી બસમાં બેસીને મુસાફરો બંદી જઈ રહ્યા હતા. તે સમયે સજાદપુર નજીક પહોંચતા કક્કડ માંજરા ગામ પાસે બસ ચાલક પોતાની બસ ચલાવી રહ્યો હતો.

અને બસમાં ઘણા બધા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. તેઓ પોતાના ગામ પાસે મુસાફરી કરીને પહોંચવા ઈચ્છતા હતા. જેમાં મુસાફરો વાતો કરીને બસમાં મુસાફરી કરી રહ્યા હતા. તે સમયે અચાનક જ કક્કડ માંજરા ગામ પાસે પહોંચતા બસ ચાલોને પાછળથી આવતી ટ્રોલીએ ટક્કર મારી દીધી હતી. બસ પાછળના ભાગેથી ટ્રોલી સાથે અથડાઈ હતી.

અને જેના કારણે બસમાં મુસાફરી કરી રહેલા મજૂરોના જીવ જોખમમાં મુકાયા હતા. તેઓને પોતાની સામે મોત દેખાઈ રહ્યું હતું. આ અકસ્માત એટલો ગંભીર બન્યો હતો કે અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો તરત જ લોકોને બચાવવા માટે દોડવા લાગ્યા હતા. સ્થાનિક લોકોએ બસમાં બેઠેલા દરેક મુસાફરોને બહાર કાઢ્યા હતા.

જેમાં આઠ લોકો ગંભીર રીતે બેભાન થયા હતા. જેના કારણે તેઓને ઉચકીને બહાર કઢાયા અને ત્યારબાદ દરેક લોકોને ગંભીર ઈજાઓ થઈ હોવાને કારણે ધીમે ધીમે બસમાંથી બહાર કઢાયા હતા અને તરત જ એમ્બ્યુલન્સને પણ ફોન કરી દેવામાં આવ્યો હતો. સાથે જ પોલીસને પણ આ અકસ્માતની જાણ કરવામાં આવી હતી.

સ્થાનિક લોકોએ તરત જ અંબાલા કેન્ટ સિવિલ હોસ્પિટલમાં પાંચ ગંભીર ઈજા થયેલા વ્યક્તિઓને સારવાર માટે મોકલ્યા હતા અને તેમાંથી બે વ્યક્તિઓની ગંભીર સ્થિતિ હોવાને કારણે બીજી ચંડીગઢ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા અને જેમાં 40 વર્ષના મહિલા ગુડીબેન તેમજ તેમની દીકરી શિવાનીને દાખલ કરાયા હતા.

સાથે ચંદ બાબુ અને તેમનો એક વર્ષનો માસુમ દીકરો તેમજ એક વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દરેક લોકોની સારવાર ચાલી રહી હતી અને સાથે જ બસમાંથી 8 મૃતદેહને બહાર કાઢ્યા હતા. ઘટના સ્થળે આઠ વ્યક્તિઓના એકસાથે મૃત્યુ થઈ ગયા હતા. જેમાં છ વ્યક્તિઓના મૃતદેહને નારાયણ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ હાઉસમાં રાખવામાં આવ્યા હતા.

અને બે વ્યક્તિઓના મૃતદેહને પંચકુલા સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ મહિલા ગુડીબેન તેમજ તેમની દીકરી શિવાનીની સારવાર ચાલી રહી હતી. દરેક લોકો એટલા ગભરાઈ ગયા અકસ્માત સર્જાતા જ એટલા ગભરાઈ ગયા હતા કે હજુ પણ કંઈ બોલી શકતા ન હતા. પોલીસ આ અકસ્માતની તપાસ કરી રહી હતી. ટ્રોલી ચાલક બસ સાથે ટ્રોલી અથડાવ્યા બાદ ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. જેના કારણે પોલીસ તેમને પણ શોધી રહ્યા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *