છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના જુદા જુદા તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે કેટલાક તાલુકામાં ગોઠણ ડૂબ પાણી ભરાયા છે. તો કેટલાક તાલુકાઓમાં છાતી સમાણા પાણી ભરાઈ ગયા છે. એક સાથે ભારે વરસાદ વરસવાને કારણે શહેરના જુદા જુદા વિસ્તારો જેવા કે બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, નીચાણ વાળા વિસ્તારો માર્કેટિંગ યાર્ડ વગેરેમાં ખૂબ જ પાણી ભરાઈ જવાને કારણે ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે..
લોધિકા પંથકની અંદર માત્ર એક કલાકની અંદર ધોધમાર પાંચ ઇંચ વરસાદ વરસી જતા લોધીકા પંથક માંથી પસાર થતી નદીમાં ભારે ઘોડાપૂર આવી ગયું હતું. આ નદીના આસપાસના ગામડાઓમાં પણ નદીનું પાણી ઘૂસી જવાને કારણે નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. જ્યારે અતિ ભારે વરસાદ વરસતો હતો. એ સમયે વીજળી ગુલ થઈ ગઈ હતી..
જેથી વીજપોલનું કામ કરતા સાત મજૂરો વીજળીની સમસ્યા સરખી કરવા માટે મજૂરી કામ કરી રહ્યા હતા. મજૂરીકામ પૂર્ણ થયા બાદ તેઓ સાંજે પોતાના ઘરે પરત ફરતા હતા. એવામાં તેઓ ફાફળ નદીના કોઝવે ઉપરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે અચાનક જ પાણીનો ખુબ મોટો પ્રવાહ નદીની અંદર વહેવા લાગ્યો હતો અને તેમની ગાડી ઉપર ફસાઈ ગઈ હતી…
પાણી ધીમે ધીમે એટલું બધું વધવા લાગ્યું કે, ધીમે ધીમે ગાડી ડૂબવા લાગી હતી. અને અંદર બેઠેલા સાથે સાત મજૂરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ધીમે ધીમે ગાડી તણાતી હોય તેવો અનુભવ થાતાની સાથે જ સાથે સાથે મજૂરો ગાડીમાંથી હેમખેમ રીતે બહાર નીકળીને કારની છત ઉપર ચડી ગયા હતા.
આ દ્રશ્ય લોધીકા પંથકના એક ગામડાના વ્યક્તિઓએ જોતાની સાથે જ તેમણે ગામના અન્ય લોકોને જાણ કરી હતી. અને તરવૈયાઓની મદદ લઈને તેઓનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં મહામહેનતે આ તમામ મજૂરોના જીવ બચાવી લેવામાં આવ્યા છે. જો રેસક્યુ કરવામાં માત્ર પાંચ મિનિટનું મોડું થઈ જાત તો આ સાતે સાત મજૂરોના જીવ આજે ચાલ્યા ગયા હોત..
પરંતુ ગામજનોની સુજબુજના કારણે આજે સાત વ્યક્તિઓના જીવને નવજીવન મળ્યું છે. તેઓને દોરડા વડે ખેંચીને નદીના પૂરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ તમામ મજૂરોએ ગામના લોકો અને તરવૈયાઓનો ખુબ ખુબ આભાર માન્યો છે. કારણ કે આજે તેમનું મૃત્યુ દેખાઈ આવ્યું હતું. પરંતુ ગામજનોના કારણે તેઓના જીવમાં જીવ આવ્યો…
અને હવે તેઓ પોતાને ઘરે પરત ફરી રહ્યા છે. જુદા જુદા તાલુકાઓમાં વરસાદને લીધે જુદી જુદી ઘટનાઓ બની છે. અમુક તાલુકાઓમાં ભારે વરસાદને પગલે વીજળી પડવાના તેમજ મકાન અને વૃક્ષો ધરાશાયો થવાના બનાવો બન્યા છે. તો અમુક તાલુકાઓમાં ગાય, ભેંસ જેવા પશુઓ પાણીના પ્રવાહની અંદર તણાઈ જવાના આ સાથે ઘરની અંદર ગોઠણ સમાણા પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]