Breaking News

મહિલાના બ્લાઉઝ સીવવાની દુકાનમાં મળ્યું એવું કે દુકાન ચલાવનાર ડોસી ઉભા રોડે દોડતી થઈ ગઈ, લોકોમાં ફફળાટ મચી ગયો..!

દરેક વ્યક્તિ તેમના પરિવારનું ગુજરાન ચલાવવા માટે જુદો-જુદો કામ ધંધો કરીને પૈસા કમાતા હોય છે, દિવસ રાત તનતોડ મહેનત કરીને કમાયેલો પૈસો સૌ કોઈ લોકોને વ્હાલો લાગે છે, પરંતુ અત્યારે કેટલાક લોકો એવા અવનવા કીમિયાઓ અપનાવા લાગ્યા છે. જેના વિશે જાણયા બાદ તંત્રની પણ ઊંઘ ઊડી જતી હોય છે..

અત્યારે એક ભેજાબાજ મહિલાએ એવુ કાળુ કારનામુ કરી નાખ્યું છે, જેને જાણીને તમારી પણ અક્કલ કામ કરતી બંધ થઈ જશે. આ મહિલા તેમના નાનકડા પૌત્ર-પૌત્રીને સાચવવાને બદલે વડીલ ઉંમરમાં પણ સૌ કોઈ લોકોને દોડતા કરી દીધા હતા. આ ઘટના સારુચી વિસ્તાર પાસે આવેલી હરિપુર કોલોનીનો છે..

આ કોલોનીના બહારના ભાગે લીલાબેન નામની 58 વર્ષની મહિલા એક દુકાનમાં સિલાઈ મશીનનું કામકાજ કરે છે, આ દુકાનમાંથી મહિલાઓના બ્લાઉઝ તેમજ અન્ય બધી ચીજ વસ્તુઓ સીવી આપવાનું કામકાજ કરતી હતી. જેના ઘણા વર્ષોથી તે અહીં દુકાન ચલાવે છે. પરંતુ જ્યારે આ દુકાન ઉપર છાપો મારવામાં આવ્યો ત્યારે એવી બધી ચીજ વસ્તુ મળી આવી કે, આ ડોશી ઉભા રોડે દોડતી થઈ ગઈ હતી..

અને ત્યાં ઉભેલા લોકોમાં પણ ફફડાટ મચી ગયો હતો, હકીકતમાં પોલીસને થોડા સમય પહેલા બાતમી મળી હતી કે, હરીપુર કોલોનીની પાસે આવેલી સિલાઈ મશીનની એકા દુકાનમાં ડોશી સીવણ કામકાજની સાથે સાથે વિદેશી દારૂનું પણ વેચાણ કરી રહી છે, તેની દુકાન ઉપર ઘણી બધી મહિલાઓ સીવણ કામકાજ કરાવવા માટે આવી પહોંચે છે..

અને તેમની સાથે એક કાપડની થેલીની અંદર વિદેશી દારૂની બોટલોની હેરાફેરી થતી હોય તેવી બાતમી મળતાની સાથે જ પોલીસનો કાફલો આ દુકાનની આસપાસના વિસ્તારમાં ગોઠવાઈ ગયો હતો અને આ વાતની ચોક્કસ ખાતરી મળતાની સાથે તરત જ આ દુકાન ઉપર છાપો મારવામાં આવ્યો..

ત્યારે સીવણ કામકાજ કરવા માટે મુકેલા કાપડના ઢગલાની નીચેથી વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી આ દારૂનો જથ્થો પકડાઈ જતાની સાથે જ આ ડોશી તેની દુકાન મૂકીને ઊભા રોડે દોડતી થઈ ગઈ હતી. પરંતુ મહિલા પોલીસ એ તાત્કાલિક ધોરણે 58 વર્ષની લીલાબેન નામની આડોશીને પકડી પાડી અને તેમની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે..

જ્યારે આ ઘટના બની ત્યારે તેમના આસપાસના દુકાનદારો પણ ડોળા ફાડી ગયા હતા કારણ કે, તેઓએ ક્યારેય વિચાર્યું હતું નહીં કે છેલ્લા 15 વર્ષથી સીવણ કામકાજની દુકાન ચલાવનાર આ લીલાબેન આવા ગોરખ ધંધા સાથે જોડાયેલા હશે. આસપાસના તમામ લોકોના મનમાં લીલાબેન પ્રત્યે ખૂબ જ આદર અને માનસન્માન હતું..

પરંતુ જ્યારે તેમને ખબર પડી કે, લીલાબેન તેમના દુકાનની અંદર વિદેશી દારૂનો ધંધો કરતા હતા અને મહિલાઓ મારફતે કાપડની થેલીની અંદર તેવો એક પછી એક વિદેશી દારૂની બોટલની હેરાફેરી પણ કરતા હતા. ત્યારે તેમની પણ અક્કલ કામ કરતી બંધ થઈ ગઈ હતી, આ ઘટનાની જાણકારી જ્યારે લીલાબેનના પતિ તેમજ તેના બંને દીકરા સુધી પહોંચી ત્યારે..

તેમનું પણ માથું શરમથી નીચે ઝૂકી ગયું હતું, તેઓ વારંવાર લીલાબેનને કહેવા લાગ્યા કે, તેમના પરિવારમાં પૈસાની કોઈ તંગી નથી. આ ઉપરાંત લીલાબેન જે પણ ચીજ વસ્તુ માંગે છે, તે તેને સમયસર હાજર કરી દેવામાં આવે છે. છતાં પણ તેઓ શા માટે આવી કાલે કામગીરીઓ કરવા લાગ્યા હશે..

તેના વિશે જાણવા ઉપર તેઓ મજબૂર બન્યા છે, પોલીસે લીલાબેનની ધરપકડ કરી લીધી છે અને અત્યારે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેઓ આ દારૂનો જથ્થો ક્યાંથી લાવતા હતા અને કયા વ્યક્તિને વેચતા હતા, વગેરે સહિતની માહિતીઓ મેળવ્યા બાદ આગળની કડીઓને પણ જોડીને આ કેસને આગળ ચલાવવામાં આવશે અને આરોપીઓને પકડી પાડી કડક સજા પણ થશે..

હરીપુર કોલોની પાસેથી આ મામલો સામે આવતાની સાથે સમગ્ર કોલોની માં માહોલ સર્જાઈ ગયો હતો. દરેક લોકો કહેવા લાગ્યા કે લીલાબેન છેલ્લા ઘણા વર્ષોથી મહેનત અને પ્રામાણિકતાથી કામ ધંધો કરતા હતા. પરંતુ તેઓ આવી બધી પ્રવૃત્તિઓમાં ક્યારેય જોડાઈ ગયા તેના વિશે જાણવું ખૂબ જ જરૂરી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *