Breaking News

રાજનીતિમાં ઉથલપાથલ ! મહેશ સવાણીએ આ કારણે આપી દીધું “આપ” માંથી રાજીનામું..! “આપ” ને મોટો ઝટકો..!

ગુજરાતમાં આમ આદમી પાર્ટી ધીમે ધીમે મજબુત સંગઠન બનાવવા જઈ રહી હતી. ત્યાં અચાનક જ આમ આદમી પાર્ટીને એક મોટો ઝટકો લાગતા રાજકારણમાં મોટા ઉથલ પાથલ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. 2022 ની ચુંટણી પહેલા આમ આદમી પાર્ટી અનેક મોટા પડકારોનો સામનો કરવાની તૈયારીઓ દેખાડતી હતી…

પરંતુ ગઈ કાલે ઉત્તર ગુજરાતમાં મોટું વર્ચસ્વ ધરવતા લોક ગાયક વિજય સુંવાળા અને આજે સુરતના મોટા બીસનેસમેન મહેશ સવાણી કે જેઓ હજારો દીકરીના પાલક પિતા બનીને લોકોની નજરમાં સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ બંને મોટા નેતાએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો છે…

હાલ પાર્ટીમાં અનેક નેતાઓ આ બંને રાજીનામાની પાછળના કારણોની ચર્ચા સાથે ભારે વિચારમાં ડૂબેલા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. મહેશ સવાણી જન સેવા માટે જ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા. હાલ તેઓએ રાજીનામું મૂકી દેતા આપ સમર્થકોમાં પણ થોડો ઘણો વિચાર વિમર્શ સર્જાયો છે.

આજે સિંગર વિજય સુવાળા સહિત બે નેતાઓએ આમ આદમી પાર્ટી છોડી છે. ત્યારે હવે સુરતના ઉદ્યોગપતિ એવા મહેશ સવાણી આમ આદમી પાર્ટી છોડી છે. મહેશ સવાણીએ રાજીનામું આપતા જણાવ્યું કે, હું આમ આદમી પાર્ટીમાંથી મુક્ત થવાની જાહેરાત કરું છું, હું હવે આમ આદમી પાર્ટીમાં નથી.

હું રાજનીતિનો નહીં પરતું સેવાનો માણસ છું, મને કોઈ હોદ્દાનો મોહ નથી. અને હવે હું સેવા સાથે જ જોડાઈશ. મહેશ સવાણીને લોકો આદર્શ નેતા તરીકે માને છે. મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાયા ત્યારે પાર્ટી ખુબ જ મજબુત પકડથી રેસમાં આગળ વધી રહી હતી. પરતું રાજીનામા બાદ રાજકારણ ગરમાયું છે…

મહેશ સવાણીએ શા માટે રાજીનામું આપ્યું : આપના પૂર્વ નેતા તેમજ અતિ સેવાભાવી મહેશ સવાણીએ રાજીનામું આપતા જણાવ્યું છે કે હું સેવાનો માણસ છું. રાજનીતિ નો નહી.. બસ તેવો કોઈ પણ મોટા હોદાના મોહ વગર નિસ્વાર્થ ભાવે સેવા કરવા માટે પાર્ટીથી મુક્ત થયા છે.

શું તેવો કોઈ અન્ય પાર્ટીમાં જોડાશે ખરા ? : સૌથી પહેલા મહેશ સવાણી ભાજપને સમર્થન આપતા હતા. ૨૦૧૯માં સુરતની લોકસભાની સીટ માટે મહેશ સવાણીનું નામ ભાજપ પાર્ટીમાં અગ્રેસર બોલાતું હતું. ત્યાર બાદ તેઓ થોડા જ મહિના પહેલા આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા. અને હવે તેઓએ આપમાંથી રાજીનામું આપી દીધું છે…

તેઓ લોકોની સેવા માટે જ પાર્ટીમથી છુટા થાય છે એટલે તેઓ અન્ય કોઈ પાર્ટી સાથે જોડાશે કે નહિ? કે તેઓ માત્ર કોમન મેન બનીને લોકોની સેવા કરશે કે શું? આવા અનેક પ્રશ્નો આ રાજીનામાં એ ઉભા કરી દીધા છે.. પરંતુ તેઓ કોઈ પાર્ટી સાથે જોડાશે કે નહિ આ પ્રશ્નનો જવાબ તો સમય જ આપી શકે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *