Breaking News

મહંતે કરોડપતિ શેઠને કહ્યું કે, તારા પરિવારમાં એક એક કરીને બધા મરી જશે, થોડા દિવસમાં જ થવા માંડ્યું એવું કે કાળજામાં ધ્રુજારી છૂટી ગઈ..! જાણો..

હજુ પણ ઘણા બધા લોકો એવા વહેમની અંદર જીવી રહ્યા છે કે, જેના કારણે તેમના પરિવાર બરબાદ થઈ જતા હોય છે. આ ઉપરાંત તમામ મૂડી પણ સાફ થઈ જાય છે. છતાં પણ લોકોના વહેમ દૂર થતા નથી, કોઈ સામાન્ય વ્યક્તિ હોય કે પછી કરોડપતિ શેઠ હોય સૌ કોઈ લોકો માં જો મનમાં અંધશ્રદ્ધા કે ખોટા વહેમમાં ઘૂસી જાય તો તેને બહાર કાઢવા મુશ્કેલ જ નહીં પરંતુ નામુમકીન સમાન પણ બની જતા હોય છે..

અત્યારે ઉદય શેઠ નામના એક કરોડપતિ વ્યક્તિને એક સાધુ મહંતે થોડા સમય પહેલા કીધેલી વાણી સાચી થતી હોય તેવો વહેમ આવતાની સાથે જ મોટો હોબાળો મચી ગયો છે. ઉદય શેઠ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે રાજસ્થાનના જેસલમેરમાં રહે છે. તેઓ હસ્તકલાના ખૂબ જ મોટા વેપારી છે..

ઉદય શેઠની કંપનીમાં થોડા સમય પહેલા એક સાધુ મહંત આવ્યા હતા. અને તેઓએ ભંડારો કરવા માટે થોડા ઘણા રૂપિયા નો ફાળો માંગ્યો હતો, ત્યારે ઉદય શેઠે તે ફાળાની આ રકમ આપવાની ના પાડી દીધી હતી. ત્યારે સાધુ મહંતે ગુસ્સે થઈને કરોડપતિ શેઠને જણાવ્યું હતું કે તારા પરિવારમાં ખૂબ વધારે પ્રમાણમાં અહમ અને અહંકાર છે..

જો આ અહંકાર ઓછો નહીં થાય તો તારા પરિવારની અંદર એક એક કરીને સૌ કોઈ લોકો મરી જશે, ત્યારે ઉદય શેઠે આ વાત ઉપર ધ્યાન આપવાને બદલે તેને નજર અંદાજ કરી દીધી હતી. અને સામાન્ય રીતે જીવન જીવવા લાગ્યા હતા. પરંતુ આશરે બે મહિના પછી અચાનક જ તેમના મોટાભાઈને છાતીમાં દુખાવો થયો હતો અને હોસ્પિટલ પહોંચતાની સાથે જ તેમનું મૃત્યુ થઈ ગયું હતું..

આ ઉપરાંત સાસરે રહેલી તેમની બહેનની સાત વર્ષની લાડકી દીકરી પણ બીજા માળેથી નીચે પડી જવાને કારણે મૃત્યુ પામી હતી. એક સાથે બે બે મૃત્યુ ના બનાવો જ્યારે તેઓએ પોતાની નજર સામે જોયા અને કાનેથી સાંભળ્યા ત્યારે તેમના કાળજામાં ધ્રુજારી છૂટી ગઈ અને એ સાધુ મહંતે કહેલી વાત તેમના મગજની અંદર વારંવાર ગુમવા લાગી હતી..

ત્યારબાદ તેમની લાડકી દીકરી જ્યારે શાળાએ જતી હતી, ત્યારે પાછળથી એક ડમ્પરે તેને ટક્કર મારી દેતા તેની લાડકી દીકરીનો પણ છૂંદો બોલી ગયો હતો, અને તેનું ત્યાં ને ત્યાં જ મૃત્યુ થઈ ગયું હતું. હવે તેમને સાધુ મહંતે કહેલી આ વાત આટલી બધી મનમાં કુંચવા લાગી હતી કે, તેઓ તાત્કાલિક ધોરણે આ સાધુ મહંતને શોધવા માટે નીકળી ગયા હતા..

પરંતુ ક્યાંયથી આ સાધુ મહંતનો તેને અતોપતો મળ્યો નહીં, તારા પરિવારમાં એક એક કરીને બધા મરી જશે તેવું કહેનારા સાધુ મહંતના શબ્દો હવે સાચા પડવા લાગ્યા હતા અને એક પછી એક તેમના પરિવારના દરેક સભ્યો ઉપર કોઈને કોઈ આફતો આવવા લાગી હતી, જેને લઈને તેઓ ખૂબ જ ચિંતીત હતા..

તેઓએ તાત્કાલિક ધોરણે પરિવારના સભ્યોને એકઠા કરીને જણાવ્યું કે, એક સાધુ મહંત તેઓને મળ્યા હતા. તેઓએ આ વાત કહી હતી અને ત્યાર પછી તેમના પરિવારની અંદરથી સુખ શાંતિ છીનવાઈ ગયું છે. ત્યારે પરિવારના અન્ય સભ્યો કહ્યું કે, આ તમામ બાબતો ખોટી છે. જો આપણું મોત આવવાનું હશે તો અત્યારે બેઠા બેઠા પણ આપણું મૃત્યુ થઈ જશે…

અને જો આપણે લાંબુ જીવન જીવવાનું હશે, તો ગમે તેટલી મુશ્કેલી આવીએ પણ પણ આપણું મૃત્યુ નહીં થાય. આ બધા મનના વહેમોને મગજમાંથી દૂર કરી દેવા જોઈએ. પરંતુ ઉદયસેઠ એટલો બધો ચિંતિત થઈ ગયો હતો કે, જેની ન પૂછો વાત. તે વિચારવા લાગ્યો કે તેના પરિવારની આ દુરદશા તેના કારણે થઈ રહી છે..

એટલા માટે તેણે પોતાનો જીવ આપવાનું નક્કી કરી દીધું હતું અને એક દિવસ તેણે ઝેરી દવાના ઘૂંટડા પીને આપઘાત કરી લીધો જેમાં તેણે એક અંતિમ ચિઠ્ઠી પણ છોડી હતી. તેમાં તેણે લખ્યું કે મેં સાધુ મહંતને ભંડારો કરવા માટે રૂપિયા આનો ફાળો આપ્યો હતા નહીં એટલા માટે તેઓએ મને તારા પરિવારના દરેક સભ્યો એક એક કરીને મરી જશે તેવું જણાવ્યું હતું..

અને આ તમામ મુસીબત મારા કારણે જ શરૂ થઈ છે. એટલા માટે હું મારો જીવ ટૂંકાવી દઉં છું. મારો જીવ ચાલ્યા ગયા બાદ પરિવારના સૌ સભ્યો સુખ શાંતિથી રહી શકશે, જો હું જીવતો હોઈશ તો મારે વધારે દૂરદશા જોવાનો વારો આવશે એટલા માટે તેઓએ મોત અને વહાલું કરી લીધું છે.

જ્યારે જ્યારે આવી ઘટનાઓ સામે આવે છે. ત્યારે લોકોના મગજ કામ કરતાં બંધ થઈ જાય છે કે આખરે મનના વહેમ લોકોના મગજની ઉપર એવી રીતે સવાર થઈ રહ્યા છે કે તે અંતે કોઈ વ્યક્તિનો જીવ પણ લઈ લે છે. આજકાલના સમયની અંદર વાસ્તવિક ચીજ વસ્તુઓને ધ્યાનમાં લેવી જોઈએ જ્યારે મનના વહેમોને દૂર કરીને પરિવાર સાથે સુખ શાંતિથી જીવન જીવવું જોઈએ. અ તમામ ઘટના ઉદયસેઠના નાના ભાઈએ જણાવી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *