ગુજરાતમાં છેલ્લા બે અઠવાડિયાથી ધીમી ધારે વરસાદની શરૂઆત થઇ ચૂકી છે. જેમ જેમ ચોમાસું આગળ વધતું જશે તેમ તેમ જુદા જુદા વિસ્તારોમાં વરસાદ થવા લાગ્યો છે. પરંતુ ચોમાસાના બે મહિનાઓ વીતી ગયા બાદ ગુજરાત પર વારંવાર ચક્રવાતો ત્રાટકતા હોય છે. તેમજ વાવાઝોડા આવી પહોંચતા હોય છે. અમુક ચક્રવાતો તમે વિદેશોમાં જોયા હશે કે..
તેઓ કેવડી મોટી તબાહી મચાવીને ચાલ્યા જાય છે. આ પ્રકારનું વધુ એક ચક્રવાત સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં ત્રાટક્યું છે. આ ચક્રવાત દેખાતાની સાથે જ સુરેન્દ્રનગરના લખતર તાલુકાના સૌ કોઈ લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાઈ ગયો હતો. તો કેટલાક લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. અને આ દ્રશ્યો જોવા માટે લોકો સંતાઈને મજા માણી રહ્યા હતા.
સુરેન્દ્રનગરના લખતર તાલુકાના વંટોળિયો આવી પહોંચ્યો હતો. અને આ ભમરી એટલી બધી તીવ્રતા વાળી હતી કે તે ભલભલા મકાનોને પોતાની ચપેટમાં લઈ રહી હતી. આ વંટોળની ચપેટમાં ઘણા ખરા લોકોના મકાન આવી ગયા હતા. તેમજ ઘણાખરા લોકોની વાડીઓમાં બનાવેલી ઓરડી પણ આ વંટોળની ચપેટમાં આવી જતા હતા..
અને અન્ય ઘરવખરીની ચીજવસ્તુઓ જમીનથી ૧૫ જેટલી ઊંચી ઉડાડી દીધી છે. આ વંટોળ લખતર તાલુકાના વિઠલગઢ અને જ્યોતિપરા ગામની આસપાસના વિસ્તારોમાં જોવા મળ્યો હતો. એકાએક આકાશમાંથી સફેદ વાદળોનો ગોળ ફરતો ફરતો નીચે જમીન પર ટપકી પડયો હતો અને દૂર દૂર સુધી ધૂળ ઉડાડી દીધી હતી..
આ દ્રશ્યને લોકો પોતાના મોબાઈલ ફોનમાં કેદ કરવા લાગ્યા હતા. જ્યોતિપરા ગામમાં કાચા મકાનોના છાપરા ઉડાડી દીધા હતા. તેમજ બે વીજપોલ પણ ધારાશાયી થયા હતા. એટલે કે વંટોળની તીવ્રતા આટલી બધી વધુ છે. જેને કારણે ખૂબ ભારે વજનના વીજપોલ પણ ધારાશાયી થઈ ગયા હતા.
સાથે સાથે એક વ્યક્તિને ભારે ઈજા પહોંચી છે આ વંટોળના દ્રશ્યો સૌ કોઈ લોકો પોતાના ઘરેથી નિહાળી રહ્યા હતા. તો કેટલાક લોકો આ વંટોળને લઈને ખૂબ જ ડર ફેલાયેલો હતો. કારણ કે જે લોકોના કાચા મકાન હતા. તે તમામ લોકોને આ વંટોળ પોતાના મકાન પર ત્રાટકવાની ખૂબ જ બીક લાગતી હતી. કારણ કે જો વાવંટોળ કાચા મકાનો ઉપર ત્રાટકે…
તો અચાનક જ મકાનના છાપરા ઉડી જવાની શક્યતાઓ રહેલી હતી. આ વંટોળને જોઈને કેટલાક લોકોએ ભાગો.. બધા ભાગો.. કહીને બુમાબુમ કરવા લાગ્યા હતા. અને ભાગમભાગ મચી ગઇ હતી. તો કેટલાક એરિયામાં તબાહી પણ મચી ગઇ હતી. આ વિસ્તારમાં આવનારા બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે..
આ ઉપરાંત હવામાન વિભાગે આવનારા પાંચ દિવસમાં સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસે તેવી સંભાવના વ્યક્ત કરી છે. આ પ્રકારનો એક વંટોળ ગુલાબ અને તાઉતે વાવાઝોડા વખતે સર્જાયા હતા. આ વાવાઝોડાએ ગુજરાતમાં ઘણા ખરા પંથકમાં ખૂબ મોટું નુકસાન પહોંચાડ્યું હતું.
આ વંટોળને જોતા જ કેટલાક લોકો પોતાના ઘરમાં લપાઈને બેસી ગયા હતા. તો કેટલાક લોકો નીડર બનીને વંટોળનો વિડીયો ઉતારવા રસ્તા પર આવી પહોંચ્યા હતા. આ વંટોળનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યો છે. ચારે કોર લોકોના મોબાઈલ માં આ વંટોળનો વિડીયો પહોચી ગયો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]