Breaking News

મફતમાં સફરજન આપવાની ના પાડતા પોલીસવાળાએ ગરીબ અને સગર્ભા મહિલા લારીવાળી સાથે કર્યું એવું કે…! વાંચો..

આપડે ઘણી વાર નજર સામે પણ જોયુ છે અને ન્યુઝમાં સાંભળ્યું પણ છે કે અમુક પોલીસવાળા ફેરિયા પાસેથી મફતમાં શાકભાજી કે અન્ય કોઈ વસ્તુઓની માંગ કરતા હોઈ છે. જો એ લોકો મફત માં વસ્તુ ન આપે તો બીજા દિવસે તેઓને હેરાન કરવામાં આવે છે અને ધંધો નથી કરવા દેતા.

આ વાત બધા પોલીસ જવાનોની નથી. અન્ય પોલીસ જવાનો ખુબ મહેનત અને ઈમાનદારીથી ડ્યુટી કરતા હોઈ છે પરતું અમુક પોલીસકર્મીઓ કે જેઓ પોતાની સેવાનું ભાન ભૂલીને સામાન્ય નાગરીકો સાથે દુર્વ્યવહાર કરતા જણાય છે. આ લેખ સામાન્ય નાગરિક સાથે થતા અન્યાયના અવાજ નો છે..

અમદાવાદના નિકોલમાં એક સગર્ભા મહિલા પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે ફ્રુટની લારી ચલાવે છે. તે ગર્ભવતી હોવા છતાં પણ વેપાર કરે છે એટલે તમે વિચારી શકો છો કે એ મહિલાની હાલની હાલત શું હશે.. પરતું તેની સાથે અન્યાય કરનાર પોલીસ કર્મીએ એક પળ પણ વિચાર કર્યો નોહતો અને બેરેહમીથી માર માર્યો હતો.

મફતમાં ફ્રૂટ આપવાની ના પાડતા નશામાં ધૂત પોલીસ કર્મચારીઓએ ગર્ભવતી મહિલાને માર માર્યો હતો. રાજ્યમાં દારૂબંધી છે છતાં પણ આ પોલીસકર્મી દારુના નશા માં જોવા મળ્યો હતો તેમજ નિકોલ પોલીસે ગર્ભવતી મહિલાની ફરિયાદ પણ નોંધી ન હતી.

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં વેપારીથી લઇને સામાન્ય નાગરિકો કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મીઓથી ત્રાહિમામ પોકારી ગયા છે. તેઓ આ પોલીસવાળાથી હેરાન થઈ ગયા છે. આ ભ્રષ્ટ પોલીસકર્મીઓ એટલી હદે નીચે પડી ગયા છે કે દિવસ થતાની સાથે જ વેપારીઓને હેરાન પરેશાન કરીને પૈસાની માંગણીઓ શરૂ કરી દે છે.

જો વેપારીઓ પૈસા ન આપે તો પોલીસ તેને દાઝમાં રાખીને ગમે ત્યારે ખોટા કેસમાં ફસાવીને માર મારે છે. આ ઉપરાંત દિવાળી નજીક આવતાં જ પૂર્વ વિસ્તારમાં અનેક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓએ વેપારીઓ, લારી-ગલ્લાં, ખાણીપીણીની દુકાનો પરથી દિવાળી બોનસના નામે ઉઘરાણાં શરૂ કર્યા છે.

આ સાથે જ દર મહિને આ જ ભ્રષ્ટ પોલીસ કર્મીઓ મફતમાં વેપારીઓના ત્યાંથી ચીજવસ્તુ લઇ જતાં હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઇ રહ્યું છે. જો તેઓ ના પાડે તો ખાખી નો  ડર દેખાડીને અયોગ્ય વર્તાવ કરવા લાગે છે. અહી કિલીક કરી વિડીયો જુવો ⇒⇒ https://fb.watch/8KIH3YKBo8/

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રોજની માથાકૂટોથી કંટાળી ગયેલી 4 બાળકોની માતાએ ફિનાઈલના ટીકડા પીઈને આપઘાત કરી લેતા રોક્કળ મચી ગઈ, પરિવાર દોડતો થઈ ગયો..!

આજકાલ આપઘાતના બનાવવામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. લોકો પોતાના અંગત કારણો અને જીવનમા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *