Breaking News

જવાદ વાવાઝોડાની અસર ચાલુ.? ગીર સોમનાથમાં 15 બોટ પલટી મારતા 8 માછીમારો લાપતા.. વાંચો..!

ગુજરાતમાં અત્યારે સીમલા મનાલી જેવી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. કારણકે અરબ સાગરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે એક તારીખથી લઈને ચાર તારીખ સુધીની ગુજરાતના હવામાન વિભાગે તેમજ જાણીતા હવામાન નિષ્ણાંતોએ કમોસમી માવઠા અને તોફાની પવનો ની આગાહી આપી હતી..

તે મુજબ છેલ્લા ૨૪ કલાકમાં સમગ્ર ગુજરાતમાં ભરપૂર માત્રામાં વરસાદ વરસ્યો છે. તેમજ પવન પણ પોતાનું રોદ્ર સ્વરૂપ દેખાડી રહ્યો છે. એવામાં ભારતીય હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ તેમજ આંધ્રપ્રદેશના દરિયા કિનારાના વિસ્તારો પાસેથી જવાદ નામનું મહાકાય વાવાઝોડું ભારતમાં પ્રવેશ થવા જઈ રહ્યું છે.

જેની દિશા ગુજરાત તરફ રહેલી છે. તેથી તે ઓરિસ્સા આંધ્રપ્રદેશમાંથી પસાર થઈને છત્તીસગઢ મહારાષ્ટ્રના પૂર્વીય ભાગો તેમજ મધ્ય પ્રદેશમાંથી થઈને ગુજરાતમાં પ્રવેશશે. આ પરિસ્થિતિઓના આધારે ગુજરાતના દરિયાકિનારે ખૂબ મોટા પ્રમાણમાં મોજા ઉછળી રહ્યા છે. તેમજ તોફાની પવન ફુંકાઈ રહ્યા છે.

ગઈકાલે દિવસે તેમજ રાત્રે માવઠા વરસવાના શરુ થયા હતા. તેમજ રાત્રે તો ૫૦ થી ૬૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા લાગ્યો હતો. આ પરિસ્થિતિઓની વચ્ચે ગીર સોમનાથના માછીમારોને ખુબ મોટો આઘાત લાગ્યો છે કારણકે રાત્રી દરમિયાન માછીમારી કરતી 15 બોટ ડૂબી ગઇ હતી.

જોકે આગાહીના પગલે ગુજરાતના હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દીધી હતી છતાં પણ કોઈ કારણોસર આ માછીમારો સુધી જાણ નહીં પહોંચી હોય અથવા તો તેવો માછીમારી કરીને પરત ફરતા હશે, ત્યારે દરિયાના કરંટ ના લીધે તેથી તેઓની 15 બોટ ડૂબી ગઇ હતી.

જેના લીધે આઠ માછીમારો મારો ગુમ થયા છે. આ ઘટનાની જાણ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને થતા તેઓએ જિલ્લા કલેકટર સાથે વાતચીત કરીને આ માછીમારોને બચાવો અંગે તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરવા સૂચવ્યું છે. તેમજ મુખ્ય મંત્રીઓને આદેશ આપતા કહ્યું હતું કે કોસ્ટ ગાર્ડ સાથે સંકલન કરીને બે હોલિકોપ્ટર દ્વારા જીવનને બચાવી લેવામાં આવશે…

આદેશ બાદ તરત જ ટીમો માછીમારોને શોધવા અને તેને પરત લાવવા માટેની કામગીરી શરૂ કરી દીધી હતી. આ માછીમારોને બચાવવા માટે નેવીના હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે. તેમજ પ્લેન દ્વારા સતત દરિયામાં રેસ્ક્યૂ કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. જેમાં ચાર માછીમારો નો બચાવ કરી લેવામાં આવ્યો છે.

જ્યારે ૧૪ માછીમારો પૈકીના આઠ માછીમારો સમુદ્રમાં ગુમ થયાની જાણ મળી છે. ગીર સોમનાથ ના નવા બંદરના દરિયાકિનારે અંદાજે ઘણી બધી ફિશીંગ બોટો ઉપસ્થિત હતી. પરંતુ રાત્રે બે થી ત્રણ કલાક સુધી 90 કિલોમીટર પ્રતિ ની ઝડપે પવન ફૂંકાયો તેના કારણે 10 બોર્ડ ડૂબી ગઈ હતી. તેમજ ૪૦ બોટોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *