દરેક વ્યક્તિ પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવવા માટે કોઈ ને કોઈ કામ કરતા હોય છે. અમદાવાદમાં ઉત્તમ પ્રજાપતિ નામનો યુવક પાણીપુરીની લારી ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. રોજની જેમ તે પોતાની લારી લઈને કામ ધંધા નીકળી જતો હતો. એક દિવસ ખોખરા રણવીર પ્રજાપતિ નામના યુવક તેના બે મિત્રો સાથે પાણીપુરીની લારી પર ધસી આવ્યા હતા..
અને ઉત્તમ પ્રજાપતિ સાથે ઉગ્ર બોલાચાલી કરવા લાગ્યા હતા. આ બોલાચાલી થતાની સાથે જ ઉત્તમ પ્રજાપતિની પાણીપુરીની લારી એ આવેલા તમામ ગ્રાહકો પણ ત્યાંથી ભાગી ગયા હતા. ઉત્તમ પ્રજાપતિ પણ થોડીવાર મૂંઝવણમાં મુકાઈ ગયો કે આ લોકો શા માટે તેની સાથે જોરથી બુમ અને ગાળાગાળી કરી રહ્યા છે..
એવામાં ખોખરા રણવીર પ્રજાપતિએ ઉત્તમ પ્રજાપતિને કહ્યું કે તું મારી માસીની છોકરી સાથે શા માટે વાતચીત કરે છે. તું તમારા સંબંધોની વાતચિત તેની સાથે ન કરતો. એમ કહીને રણવીર ગાળાગાળી કરવા લાગ્યો હતો. જોરશોરથી રસ્તા પર બૂમો પાડવા લાગ્યો હતો. એકાએક ઉપર અદ્રશ્ય જોઈને ઉત્તમ પ્રજાપતિ પણ ડરી ગયો હતો..
એવામાં રણવીરે તેના બે મિત્રોની સાથે ઉત્તમ પ્રજાપતિને ઘાયલ કરી નાખવાના ઈરાદે પાણીપુરીની લારીની બાજુમાં પડેલા એક પથ્થરને ઉઠાવ્યો હતો અને ઉત્તમ પ્રજાપતિના માથાના ભાગે ઘા મારી દીધો હતો. જોતજોતામાં તો માથામાંથી લોહીની ધાર વહેવા લાગી હતી અને ઉત્તમ પ્રજાપતિ પણ રડવા લાગ્યો એટલા માટે આસપાસના લોકો ત્યાં એકઠા થઇ ગયા હતા..
એક સાથે લોકોનું ટોળું આવતા જોઈને રણવીર અને તેના મિત્રો પણ ગભરાઈ ગયા હતા. એટલા માટે તેઓ ઘટના સ્થળેથી દુર ભાગી ગયા હતા. આસપાસના લોકોએ પાણીપુરીની લારી ચલાવનાર ઉત્તમ પ્રજાપતિને માથામાંથી લોહી નીકળતું હોવાથી તેને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો..
ઉત્તમની મલમ પટ્ટી કરાવીને ત્યારબાદ તે ખોખરા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. અને રણવીર તેમજ તેના બે સાથીદારો સામે ગાળાગાળી કરવાની તેમજ ખોટી રીતે મારપીટ અને ધમકી આપવાની ફરિયાદ નોંધાવી હતી. હકીકતમાં સંપૂર્ણ માહિતીમાં તો શું બન્યું હશે તે બાબતની જાણ થઇ શકી નથી.. પરંતુ કોઈપણ વ્યક્તિને જાહેર રસ્તા પર માર મારવો તેમજ ગાળાગલી કરવી એ બિલકુલ ખોટી બાબત છે. પોલીસ આ બાબતને લઈને જરૂરી કાર્યવાહી કરશે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]