થોડા દિવસ પહેલા જ ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓ અને બોર્ડની પરીક્ષાની પૂર્ણાહુતિ થઈ છે. આ પરીક્ષા પૂર્ણ થતાની સાથે જ વિદ્યાર્થીઓ રિઝલ્ટની ચિંતા કરવા લાગ્યા છે. વિદ્યાર્થીઓની સાથે સાથે અમુક વાલી મિત્રો પણ ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયા છે કે આખરે તેમનું બાળક કેટલા માર્કસ લાવીને પાસ થશે..?
પરંતુ રિઝલ્ટની ચિંતા મૂકીને બાળકોને ખુલ્લા મને ગમતી પ્રવૃત્તિ કરવા દેવા જોઈએ. કારણકે રીઝલ્ટ ની ચિંતા બાળકોના મન ઉપર ખૂબ જ પ્રેશર બનાવી દે છે. જેના કારણે છેલ્લા બે દિવસની અંદર રીઝલ્ટના ટેન્શનના લીધેથી બે બાળકો એ આપઘાત કરી લીધો છે. અને વધુ એક ચોંકાવનારી ઘટના સુરતના અડાજણ વિસ્તારમાંથી સામે આવી છે..
ધોરણ 10 ની પરીક્ષા પૂર્ણ થતાની સાથે અડાજણ પાલનપુર પાટિયા પાસે રહેતો વિદ્યાર્થીએ વહેલી સવારે ઘર મૂકી દીધું હતું. આ વિદ્યાર્થી એક ચિઠ્ઠી લખીને ઘરેથી નીકળી ગયો હતો. જેમાં તેણે લખ્યું હતું કે મારે ખૂબ જ મોટા સપના છે, પરંતુ આ સપના મારાથી પૂર્ણ થાય એમ નથી..
એટલા માટે હું ઘર મૂકીને જાઉં છું. ઘરના કોઈ પણ વ્યક્તિ મને શોધતા નહીં. આ પ્રકારના શબ્દો લખીને આ બાળક એ ઘર મૂકી દીધું છે. હકીકતમાં આ વિદ્યાર્થીને બોર્ડની પરીક્ષામાં નાપાસ થવાનો ડર સતાવતો હતો. એટલા માટે તે વહેલી સવારે જ ઘરેથી નીકળી ગયો છે. આ વિદ્યાર્થી ઘરેથી નીકળતાની સાથે જ પરિવારજનો એ તેના મિત્રો અને સગા-સંબંધીઓ ને જાણ કરી દીધી હતી.
પરંતુ વિદ્યાર્થીનો કોઈ પણ અતો પતો ન મળતાં પરિવાર પોલીસ સ્ટેશન દોડી આવ્યો હતો. પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને આ વિદ્યાર્થીને શોધવાની તજવીજ હાથ ધરી હતી. વિદ્યાર્થીના મોબાઈલનું અંતિમ લોકેશન એલ.પી.સવાણી રોડ ઉપર આવતું હતું. એટલા માટે સીસીટીવી કેમેરાની મદદથી આ વિદ્યાર્થી ની તપાસ કરવામાં આવી હતી..
પરંતુ કોઇ ચોક્કસ માહિતી ન મળતાં વિદ્યાર્થી પેટ્રોલ પંપ પાસેથી મળી આવ્યો હતો. આ વિદ્યાર્થીના મોબાઈલમાંથી વોટ્સએપ ફોન કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીએ તેના મિત્રને કોલ કરીને કીધું હતું કે મારે નોકરી કરવી છે. તું મને કોઈપણ કારણોસર કામ-ધંધો અપાવી દે. મને હવે ભણવામાં રસ રહ્યો નથી..
પોલીસે આ વિદ્યાર્થીને ફરિયાદ નોંધાતાની સાથે ત્રણ કલાકની અંદર અંદર શોધી નાખ્યો હતો. વિદ્યાર્થી સહી-સલામત મળી જતાં વિદ્યાર્થીના પરિવારજનોએ તેમજ પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. સૌ કોઈ લોકો આ ઘટનાની બન્યા બાદ વિચારો પર મજબૂર બની ગયા છે કે આખરે બાળકોને એવું તો કેવું ટેન્શન મગજ પર સવાર થઈ જતું હશે કે જેના કારણે તેઓ ઘર મુકવા પર પણ મજબૂર બની જાય છે…
હકીકતમાં વિધાર્થીઓને રિઝલ્ટની ચિંતા ન કરીને ખુલ્લા મને જીવવું જોઈએ મહેનત કરેલું ફળ જરૂર મળશે તેવી આશા હંમેશા દિલ માં રાખવી જોઈએ. અમે ગુજરાત પોસ્ટ્સના માધ્યમથી વાલીઓને અપીલ કરીએ છીએ કે બાળકની પરીક્ષા પૂર્ણ થયા બાદ ઠંડા કલેજે વાત કરવામાં આવે અને આગળના ભવિષ્યની તેમજ રિઝલટની ટેન્શન ભરી વાતો ન કરવામાં આવે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]