Breaking News

દારૂડિયા પતિના ત્રાંસથી કંટાળીને પતિએ તેની દોઢ વર્ષની દીકરી સાથે ટ્રેન નીચે પડતું મુક્યું, માં-દીકરીના મોત થતા માતમ છવાયો..!

સુખી લગ્ન જીવન જીવવા માટે પતિ અને પત્ની બંનેની બરાબરીની સમજણ હોવી જરૂરી છે. અને સાથે-સાથે સાસુ અને સસરા તેમજ પરિવારના અન્ય સભ્યો પણ ખૂબ સારા સુમેળથી રહે તો લગ્નજીવન સુખમય રીતે પસાર થતું હોય છે. પરંતુ છેલ્લા થોડાક વર્ષોથી આપણે જોઈએ છીએ કે કોઈને કોઈ કારણોસર લગ્નજીવન થોડા જ સમયમાં તુટી જતું હોય છે…

અથવા તો સંબંધોમાં કોઈને કોઈ કારણોસર તિરાડો પડી જતી હોય છે. જેના કારણે નાના મોટા ઝઘડાઓ ઉત્પન્ન થતા હોય છે. પરંતુ હાલ સુહાસ જિલ્લામાં સુખમય લગ્નજીવન ન મળવાને કારણે એક પરિણીતાએ પોતાની દોઢ વર્ષની દીકરી સાથે આપઘાત કરવાનું પગલું ભરી લીધું છે.

સુહાસ જિલ્લાના મીઠીપુર તાલુકામાં આવેલા સાનપુર ગામમાં ખાળકુવા વિસ્તારમાં અસીશભાઈ રહેજાની બે દીકરીઓના લગ્ન આજથી 12 વર્ષ પહેલા ઉપરા ગામમાં નહીડા પરિવારમાં કરવામાં આવ્યા હતા. મોટી દીકરી સુમીલાના લગ્ન રામુ નહીડા સાથે કરવામાં આવ્યા હતા. જ્યારે નાની દીકરી શિલ્પાના લગ્ન રામુના સગા કાકાના દીકરા સાથે કરવામાં આવ્યા હતા..

બંને દીકરીઓને એક જ પરિવારમાં આપીને દીકરીના માતા-પિતાને ભરોસો હતો કે તેઓ ની દીકરી સુખમય રીતે જીવન જીવશે. પરંતુ તેઓની આ વાત સત્ય પડી ન હતી. કારણ કે લગ્ન બાદ શરૂઆતના દિવસોમાં રમીલાની જિંદગી સારી રીતે ચાલતી હતી. પરંતુ કોઇને કોઇ કારણસર તેના સાસુ-સસરા તેને ત્યાં પહોંચાડી રહ્યા હતા..

એ દરમિયાન તેણે એક દીકરાને જન્મ આપ્યો હતો જેની ઉંમર અત્યારે પાંચ વર્ષની છે દીકરાના જન્મ બાદ પણ પરિવારની ખુશી લાંબો ટાઈમ ટકી શકી ન હતી તેના સાસુ-સસરા અવારનવાર તેને કોઇને કોઇ કારણોસર હેરાનગતિ પહોંચાડતા હતા. અને એ પછી તો સુમીલાનો પતિ રામુ કોઈપણ પ્રકારનો કામ ધંધો કરતો ન હતો.

અને તે દારૂના અવળા રવાડે ચડી ગયો હતો. આ બાબતને લઈને સુમીલાએ તેના પતિને ઠપકો આપ્યો હતો. પરંતુ તે સુધરવાનું નામ લઇ રહ્યો ન હતો. અને આ બાબતને લઈને સુમીલા પોતાના સાસુ-સસરાને પણ વાત કરી હતી. પરંતુ સાસુ-સસરાએ પણ પોતાના દીકરાને ખૂબ ગુણવાન બતાવ્યો હતો..

અને સુમીલાની વાતને નકારી કાઢી હતી. થોડા સમય બાદ સુમીલાએ એક દીકરીને જન્મ આપ્યો હતો. બે-બે સંતાનોના માતા-પિતા બન્યા છતાં પણ પરિવારમાં યોગ્ય સુમેળ દેખાયો ન હતો. રોજ-રોજની માથાકુટથી કંટાળી ગયેલી સુમીલા અવારનવાર ઝઘડો થતાં ની સાથે પોતાના પિયર ચાલી જતી હતી…

પરંતુ તેના પિતા અવારનવાર તેને સમજાવીને આશ્વાસન આપી સાસરે જવા માટે રાજી કરતા હતા. અંતે તો સુમીલાના પિતાને પણ જાણ થઇ ગઇ હતી કે હકીકતમાં તેના સાસરિયા વાળા તેને ખૂબ જ રાહત પહોંચાડે છે તેઓ સાસરિયા વાળા ને કોઈ પણ શબ્દો સમજાવવા માટે આવે એ પહેલાં સુમીલા પોતાની દોઢ વર્ષની બાળકીને લઈને એક દિવસ સવારે ઘરેથી નીકળી ગઈ હતી…

અને તે ટેકરી વિસ્તારમાં રેલવે ટ્રેક પસાર થાય છે. ત્યાં ચાલી ગઇ હતી. અને ટ્રેન આવતાની સાથે જ ટ્રેન નીચે પડતું મુકીને જીવન ટૂંકાવી દીધું હતું. આ સાથે સાથે તેણે પોતાની દીકરીને પણ જીવન ટૂંકાવી દેવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ આસપાસના વિસ્તારોમાં પહેલા લોકો આ પ્રકાર નું દ્રશ્ય જોઈ ગયા હતા.

એટલા માટે તેઓએ દીકરીને બચાવી લીધી હતી પરંતુ આ દીકરીને સારવાર દરમિયાન નજીકની સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું છે. ઘરેલુ કંકાસને કારણે આજે એક મા દીકરીએ જીવ ગુમાવ્યો છે. તેઓનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. તેમજ અંતિમ સંસ્કાર વિધિ પતાવીને દીકરીના પિતાએ પોતાના જમાઈ રામુ તેમના વેવાઈ સુખદેવભાઈ તેમજ તેમની વેવાણ ગીતાબેન સામે પોતાની દીકરીને ઘરેલુ કંકાસ આપીને હેરાન ગતિ પહોંચાડવાની ફરિયાદ નોંધાવી દીધી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

નરાધમે લગ્નમાં આવેલી દેખાવડી યુવતીને જોઈને નજર બગાડી, 6 વર્ષથી પાછળ પડીને હેરાન કરતો અને અંતે કરી નાખ્યું એવું કે માં-બાપ હચમચી ઉઠ્યા..!

25593664738737b0d26dca99c375656a અત્યારના સમયમાં ટ્યુશન ક્લાસીસ અથવા તો શાળાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે ગંભીર ઘટનાઓ બની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *