Breaking News

માં-બાપે મજુરી કરીને ભણાવેલા દીકરાએ પત્નીના ઈશારે માં-બાપને ઘરમાંથી કાઢી મુક્યા, ભગવાને એક દિવસ કર્યો એવો ચમત્કાર કે દીકરો… જાણો..!

માતા પિતા તેમના બાળકને જન્મ આપતા નિયમ સાથે જો સાચવણી કરે છે અને તેમની દરેક ઈચ્છા અને તોફાનને સહન કરે છે, તેમને ભણાવી ગણાવીને મોટા કર્યા બાદ જ્યારે માતા પિતાનું ઘડપણ શરૂ થાય ત્યારે તેમને એક એવી ઈચ્છા અને અપેક્ષા હોય છે કે તેમનો દીકરો તેમને ખૂબ જ સારી સાચવણી કરે અને તેમનું ગઢપણ ખૂબ જ સુખી રીતે પસાર થાય..

પરંતુ અત્યારના સમયમાં ઘણા બધા માતા-પિતાને તેમના દીકરા કે દીકરીઓ તરફથી નિરાશા સહન કરવાનો વારો આવે છે. દિન પ્રતિ દિન વૃદ્ધાશ્રમમાં વડીલોની સંખ્યા વધી રહી છે. કારણ કે અમુક દીકરા કે દીકરીઓ એ ભૂલી ગયા છે કે, તેમના મા-બાપે તેમને દિવસના તનતોડ મહેનત કરીને ભણાવી ગણાવીને મોટા કર્યા છે..

અને અત્યારે તેઓ જે પણ સફળતા પ્રાપ્ત કરે છે, તે તેમના માતા-પિતાને કારણે જ આગળ વધી રહ્યા છે. પરંતુ આવી બાબતો અમુક લોકો સમજી શકતા નથી અને તેના માતા પિતાને તરછોડીને ઘરની બહાર ધક્કો મારી કાઢી મુકતા હોય છે. આવી ઘટનાઓ જ્યારે આપણે સાંભળીએ ત્યારે આપણું મગજ હલીબલી જાય છે..

અને એકદમ ગુસ્સો આવી જતો હોય છે, અત્યારે કંઈક એવી જ એક ઘટના બની જવા પામી છે. 65 વર્ષના કૃષ્ણરાજભાઈ અને તેમની 62 વર્ષની પત્ની લીલાબેન બંને ઘડપણના સમયમાં તેના દીકરાને ઘરે આશરો લઈને આવ્યા હતા. તેઓ વતનમાં રહેતા હતા અને તેમનો દીકરો શહેરમાં ખૂબ જ સારી કંપનીમાં નોકરી કરતો હતો..

ત્યારથી કૃષ્ણરાજભાઈ તેમના દીકરાના લગ્ન કરાવી આપ્યા છે, ત્યારથી જ તેના દીકરાની પત્નીના ઈશારે હવે તેમનો દીકરો પણ તેના માતા પિતાના કહેવાના શબ્દો કહેવા લાગ્યો હતો, પરંતુ આ બધી બાબતો આ મા બાપનો છેલ્લા ઘણા સમયથી સહન કરતા હતા. તેઓથી આગળની જિંદગી એકલા નહીં જીવાય તેમ સમજીને તેઓ તેમના દીકરાના ઘરે રહેવા માટે આવી પહોંચ્યા હતા..

પરંતુ ત્યાં તેમના દીકરાની પત્નીને આ ઘરડા મા-બાપને રાખવા ગમતા ન હોવાથી તે અવારનવાર આ ઘરડા મા-બાપને લઈ તેના પતિને ચડયામણી કરતી હતી. તેમજ કૃષ્ણરાજ ભાઈનો દીકરો અમિત એક દિવસ ગુસ્સે ભરાયો અને તેના માતા-પિતાને ઘરમાંથી કાઢી મૂક્યા હતા, બિચારામાં ફરી પાછા તેમના વતનને જઈને રહેવા લાગ્યા પરંતુ કહેવાય છે કે જે વ્યક્તિ અનીતિની રાહ ઉપર ચાલે..

અને અન્ય કોઈ વ્યક્તિનું દિલ દુભાવવાની કોશિશ કરે તેને ભગવાન એકને એક દિવસ જરૂર મેથીપાક ચખાડે છે. અને આ મીઠો મેથીપાક પણ ખાતાની સાથે જે કોઈપણ વ્યક્તિની બુદ્ધિ સીધી પાટીએ ચાલવા લાગે છે. અને તેમને પાછળના સમયમાં કરેલી કરતુતોનો પછતાવો પણ થવા લાગતો હોય છે..

એક દિવસ અચાનક જ તેની નોકરી છૂટી ગઈ અને તેની પત્નીનો ખર્ચો ખૂબ જ વધારે હોવાને કારણે હવે તેને પૈસાની ખૂબ જ જરૂર આવી પહોંચી અને આ સાથે સાથે તેને માથે ખૂબ જ વધારે પૈસાનું દેવું થઈ ગયું હોવાથી હવે તે તેના માતા-પિતા પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે વારસામાં તમે જમીન આપો અને એ જમીન વેચીને તે રૂપિયા લઈ અન્ય વ્યક્તિઓને ચૂકવી દેશે અને તેનું બધું જ દેવું પૂરું થઇ જશે..

પરંતુ આ સમયે તેના ઘરડા માતા-પિતાએ તેને કહ્યું કે, અમે તને મજૂરી કરીને ભણાવ્યો હતો અને શહેરમાં સારી નોકરી કરવા માટે મોકલ્યો પરંતુ તે અમને સારી રીતે સાચવવાને બદલે ઘરમાંથી ધક્કો મારીને બહાર કાઢી મૂક્યા હતા. પરંતુ તું અમારો દીકરો છો અમે હંમેશા તારું સારું ઈચ્છીએ છીએ એટલા માટે કૃષ્ણ રાજભાઈએ તેમની તમામ જમીન પણ વેચી દીધી..

અને તેના દીકરાનું ઉજવળ ભવિષ્ય જોઈ તેને મદદરૂપ બન્યા હતા. આ દિવસે અમિતને ખૂબ જ પછતાવો થયો હતો કે, તેણે તેની પત્નીના ઇશારે જે કામ કર્યું તે ખૂબ જ ખોટું હતું, તો બીજી બાજુ અમિતની પત્નીને પણ હવે બુદ્ધિ સરખી રીતે ચાલવા લાગી હતી અને હવે તે તેના માતા પિતાને ખૂબ જ સારી રીતે સાચવણી કરે છે..

આવી બધી ઘટનાઓ ઉપરથી દરેક વ્યક્તિએ સારી સલાહ અને શિખામણ લેવી જોઈએ કે, ગમે તેવી ખરાબ પરિસ્થિતિ આવે એમાં પણ મા બાપ હંમેશા તેમના દીકરાને દીકરીની સાથે જ ઉભા રહે છે. તો માતા-પિતાએ દિવસ મહેનત કરીને તેમના દીકરાને દીકરીનું ભવિષ્ય બનાવવામાં જે મદદ કરી હોય એ મદદ ને ક્યારેય પણ આજની પેઢીના નવ જુવાનિયા દીકરા દીકરીઓ ભૂલવી જોઈએ નહીં અને માતા પિતા સાથે હંમેશા સારો વ્યવહાર કરવો જોઈએ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *