Breaking News

માં-બાપ વરસ દિવસની દીકરીને ઘરે મૂકીને બહાર ગયા, ઘરે આવીને દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે, બંને થઈ ગયા બેભાન..!

હરિયાણા રાજ્યના રોહતક જિલ્લાના ભેણી ભૈરવ ગામમાં એક ચોંકાવનાર બનાવ બન્યો છે. રોહતકના ગામમાં એક માતાની બેદરકારીને કારણે 14 મહિનાની માસુમ બાળકીને પોતાનો જીવ ગુમાવી બેઠી છે. 14 મહિનાની આ બાળકી રમતા રમતા બાથરૂમમાં પહોંચી ગઈ હતી. ત્યાં તેનું પાણીથી ભરેલી ડોલમાં ડૂબવાના કારણે મૃત્યુ થઈ ગયું હતું.

હરિયાણા રાજ્યના ભેણી ભૈરવ ગામમાં સૌરભ અને તેનો પરિવાર રહેતા હતા. તેના પરિવારમાં સૌરભ ની પત્ની અને ત્રણ બાળકો છે. સૌરભ પોતાના ગામથી દૂર મહમમાં ગેરેજ માં કામ કરે છે. તે દરરોજની જેમ ગઈકાલે પણ પોતાના કામ અર્થે મહમ ખાતે પહોંચી ગયો હતો. ઘરે તેની પત્ની અને ત્રણેય બાળકો એકલા હતા.

બપોર પછી અચાનક સૌરભ ની પત્નીને કોઈ કામને કારણે ઘરની બહાર જવાની ફરજ પડી હતી. આ સમયે 14 મહિનાની પરી રમતા-રમતા બાથરૂમ સુધી પહોંચી ગઈ હતી. ત્યાં લગભગ 20 લીટર ની ડોલ પાણી થી ભરેલી પડી હતી. પરી તે ડોલ માં ડૂબી ગઇ હતી. તેમજ પાસેની રૂમમાં રહેલી બહેનોને આ બાબત વિશે જાણ ન હતી.

જ્યારે સૌરભની પત્ની ઘરે પાછી ફરી ત્યારે તે આ દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. તેણે તરત જ આ બાબતની જાણ સૌરભને કરી હતી. સૌરભે બાળકીને તરત જ નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી. પરંતુ થોડા સમયમાં જ ડોક્ટર દ્વારા પરીને મૃત જાહેર કરવામાં આવી હતી.

સૌરભ ના કહેવા પ્રમાણે કરી સરખી રીતે ચાલી શકતી ન હતી પરંતુ તે ગોઠણના આધારે ચાલી ને બાથરૂમ સુધી પહોંચી હસે , તેમજ પાણીથી ભરેલી ડોલ પાસે પહોંચીને તે સંતુલન ગુમાવી બેઠી હોવાને કારણે ડોલમાં ડૂબી ગઈ હશે. આ બાબતની જાણ મહમ પોલીસને થતા ત્યાંના ASI અધિકારી રાજેન્દ્રકુમાર ઘટના સ્થળે પહોંચ્યા હતા.

તેમજ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધર્યા બાદ આગળની કાર્યવાહી શરૂ કરી છે. સૌરભની પત્નીની આ નાની એવી ભૂલના કારણે તેને પોતાની વહાલી દિકરી ગુમાવવી પડી છે. સૌરભ અને તેની પત્ની 14 મહિનાની પરી સાથે થયેલી આ ઘટના ને કારણે ખૂબ જ દુખી છે. તેઓ પોતાને આ ઘટના માટે કોષી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *