Breaking News

માં-બાપ તેની 9 વર્ષની દીકરીને રોજ ગડદાપાટુંનો માર મારતા અને એક દિવસ દીકરીએ આપઘાત કરીને જીવન ટૂંકાવી લેતા માં-બાપના મોઢા ફાટેલા રહી ગયા.. વાંચો..!

નાની ઉંમરના બાળકો અણસમજુ હાલતમાં ન કરવાનું કરી બેસવા લાગ્યા છે જે દરેક વાલી માટે ખુબ જ ચોંકાવનારો પ્રશ્ન છે. અત્યારે આપઘાતની સંખ્યામાં ભયજનક વધારો થઈ રહ્યો છે. આ વધારો દરેક વાલીઓ માટે ખૂબ જ ચિંતાજનક સાબિત થઈ શકે છે. અત્યારના બાળકો આટલી નાની ઉંમરમાં શા માટે આપઘાત કરી લેતા હશે..?  તે સૌ કોઈને વિચારવા પર મજબૂર કરી દે છે..

આપઘાતની આ વધતી ઘટનાઓ માતા-પિતા માટે લાલબતી સમાન છે. અત્યારે વધુ એક ચોંકાવનારી ઘટના બની છે. જે વાંચીને તમારા રુવાડા બેઠા થઈ જશે. હકીકતમાં એક 9 વર્ષની બાળકી પોતાના જ ઘરમાં આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું છે. આવી ઘટનાઓને રોકવા માટે માતા-પિતાએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે…

સવજીનગરના પોલીપીયામાં આવેલા ભાડાના મકાનમાં રહેતા એક પરિવારમાં અવારનવાર પતિ-પત્ની વચ્ચે નાના મોટા ઝઘડા થતા હતા. પરંતુ આ ઝઘડા નો ભોગ લાચાર અને નાદાન નવ વર્ષની નાનકડી દીકરી બનતી હતી. પતિ-પત્નીના ઝગડા બાદ તેનો પરિવાર આ નવ વર્ષની દીકરીને ઢોર માર મારતો હતો…

ઝગડાનો તમામ ગુસ્સો આ દીકરી ઉપર નીકળતો હોવાનું સામે આવ્યું છે. આ પરિવારમાં પતિ-પત્ની, એક નવ વર્ષની બાળકી અને બે નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. જ્યારે જ્યારે પતિ-પત્નીના ઝગડા થતા હતા ત્યારે ત્યારે આ નાનકડી બાળકી તેમના ઝઘડાનો ભોગ બનતી હતી.

પતિ-પત્ની તેમના ઝઘડાનો બધો જ ગુસ્સો બિચારી આ નવ વર્ષની બાળકી ઉપર કાઢતા હતા. તેથી આ નવ વર્ષની દીકરીએ કંટાળીને પોતાના ઘરની જાળી સાથે નાનકડો રૂમાલ બાંધ્યો અને ત્યારબાદ રૂમાલની આગળ ગળુ પોરવીને આપઘાત કરી હતો. આ ઘટના બનતા જ આજુબાજુના વિસ્તારોમાં ચકચાર મચી ગયો હતો.

તેમજ સોશિયલ મીડિયા પણ હડકંપ મચી ગયો છે. આ ઘટનાની જાણ નજીકના પોલીસને થતાં તેઓ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અને આ મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ખાતે પહોંચાડવામાં આવ્યો છે ત્યારબાદ આગામી તપાસ હાથ ધરવામાં આવી છે. હજુ સુધી આ મૃત્યુનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી.

પરંતુ પ્રાથમિક તારણમાં ઘરેલુ મામલામાં આપઘાત કરી હોવાનું માનવામાં આવે છે. આ ઘટના બનતા બાળ વિકાસ આયોગના ચેરમેનએ નિવેદન આપ્યું છે કે, બાળકોમાં આપઘાતના બનાવો રોકવા માટે સમાજની મોટી ભૂમિકા રહેલી છે. તેઓ બાળક સાથે સંવાદ કરે એ ખૂબ જરૂરી છે…

રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ બાળકો વાલીઓ સાથે ખુલ્લા મનથી વાત કરી શકે તે માટે જુદા-જુદા કાર્યક્રમો શરૂ કરી રહી છે. નવ વર્ષની દીકરી આપઘાત કરી લેતાં તેના પરિવાર પર આફતના વાદળો ફંટાઈ આવ્યા હતા. પરિવાર હીબકે ચઢી ગયો હતો. કારણ કે તેમની નવ વર્ષની બાળકી હવે તેમનાથી ઘણી દૂર ચાલી ગઈ હતી.

સોશિયલ મીડિયા પર લોકો ટિપ્પણી કરી રહ્યા છે કે આટલી નાની ઉંમરમાં તેઓને કઈ રીતે આત્મહત્યા કરવાનો ખ્યાલ આવતો હશે. તો અમે તમને જણાવી દઈએ કે આજકાલના ડિજિટલ જમાનામાં મોબાઇલ તેમજ સોશિયલ મીડિયા થકી નાના બાળકો આ પ્રકારના દ્રશ્યો જોતા હોય છે…

જેની સીધી અસર તેમના મનોવૃતિ ઉપર થતી હોય છે. તેથી નાના બાળકોને આ પ્રકારના દ્રશ્યોથી દૂર જ રાખવા જોઇએ. જેથી કરીને તેમનું મગજ આ પ્રકારની વૃત્તિઓ માં ક્યારે રસ દાખવે નહીં. જેમાં માતા-પિતાએ બાળકો પર ખાસ ધ્યાન આપવું જોઈએ અને બાળકોને મુંઝવતા પ્રશ્નો હલ કરવા જોઈએ.

રોજબરોજની દુનિયામાં બાળકોને પડતી તમામ મુશ્કેલીનું માતા-પિતાએ ચોક્કસપણે નિરાકરણ લાવવું જોઈએ. ભણતર માટે બાળકો પર વધુ પડતું દબાણ ના કરવું જોઈએ. સાથે અવળા રસ્તે બાળક જાય તો માતા-પિતાએ વાતચીત કરી તેને સમજાવવું જોઈએ. તેમજ આવી ઘટનાઓને રોકવા માટે માતા-પિતાએ વધુમાં વધુ સમય બાળકો સાથે વિતાવવો જોઈએ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *