Breaking News

માં-બાપને આંખ આવતા દવાખાનેથી ટીપાં લઈ આવ્યા અને બીજે જ દિવસે થયું એવું કે 2 વર્ષના દીકરાનો જીવ ઉકેલાઈ ગયો..!

અત્યારે આંખ આવી જવાની બીમારીએ માથું કાઢી નાખ્યું છે, રોજબરોજ હજારોની સંખ્યામાં આંખ આવી જવાને કારણે લોકોને સારવાર લેવા માટે દવાખાને દોડતું થવું પડે છે, આ રોગ એટલો બધો ચેપી છે કે, તેની દવા કરવી ખૂબ જ જરૂરી છે. અને સાવચેતી રાખવી પણ ખૂબ જ જરૂરી છે..

ઘરમાં કોઈ એક વ્યક્તિને આંખ આવી હોય તો થોડા જ સમયની અંદર અન્ય વ્યક્તિ પણ ચેપી બની શકે છે, અત્યારે એક માતા પિતાને આંખ આવી જતા તેઓ દવાખાને ટીપા લેવા માટે દોડી આવ્યા હતા, ડોક્ટરે દવાની સાથે સાથે આંખમાં નાખવાના ટીપા પણ લખી આપ્યા હતા..

આ ઉપરાંત ઘરમાં અન્ય કોઈ વ્યક્તિને ચેપ ન લાગે એટલા માટે સાવચેતી રાખવા માટે પણ જણાવ્યું હતું, આ યુવક યુવતીઓએ સાવચેતી તો રાખી પરંતુ ઘરની અંદર આંખમાં નાખવાના ટીપા છૂટા મૂકી દીધા હતા, અને અંતે તેમને એવું પરિણામ ભોગવવું પડ્યું હતું કે, જેના વિશે તેઓએ ક્યારેય વિચાર પણ કર્યો નહીં હોય..

આ ઘટના મગનપાર્ક વિસ્તારમાંથી સામે આવી છે, અહીં આવેલી ધનજી સોસાયટીમાં અમિતભાઈ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે. પરિવારમાં તેમની પત્ની રેણુકાબેન તેમજ તેમનો બે વર્ષનો દીકરો જીતનો સમાવેશ થાય છે, તેમનો નાનકડો દીકરો ઘરે નાના રમકડા સાથે રમતો હતો અને અમિતભાઈ તેમજ રેણુકાબેનને આંખ આવી જવાને કારણે તેઓ દવાખાનેથી દવા લઈને પોતાના ઘરે આવી પહોંચી હતી..

તેઓએ દવા લીધા બાદ આંખમાં નાખવાના ટીપા જીતના રમકડાની પાસે આવેલા ડ્રેસિંગ ટેબલ ઉપર મૂકી દીધા હતા, રેણુકાબેન એવી તો શી ખબર કે તેમનો નાનકડો દીકરો રમતા રમતા આંખના ટીપા પોતાના હાથમાં રમવા માટે લઈ લેશે એટલું જ નહીં પરંતુ આ નાનકડો દીકરો રમતા રમતા રૂમની અંદર પહોંચી ગયો અને આંખમાં નાખવાના આ ટીપા પોતાના હાથમાં લઈને તેને મોઢામાં નાખવા લાગ્યો હતો..

આંખમાં નાખવાના ટીપા પીઈ જવાને કારણે નાનકડા દીકરા જીતની તબિયત ગણતરીની મિનિટોમાં જ બગડવા લાગી હતી, રેણુકાબેન રસોડામાં રસોઈ બનાવી રહ્યા હતા. તેમજ અમિતભાઈ પોતાના કામ ધંધો જોવા માટે નીકળી ગયા હતા, એ વખતે નાનકડા દીકરા જીતે આંખમાં નાખવાના ટીપા પી લીધા હતા..

આ ઘટના આટલી બધી ચોંકાવનારી સાબિત થઈ કે બિચારા નાનકડા દીકરાઓ ઇન્ફેક્શન લાગી જવાને કારણે જીવ પણ ચાલ્યો ગયો હતો, અડધી કલાકની અંદર જીતને ઉલટીઓ શરૂ થવા લાગી અને તેની તબિયત પણ બગડવા લાગી હતી. રેણુકાબેનને લાગ્યું કે, અચાનક જ તેમના દીકરાને શા માટે ઉલટીઓ શરૂ થઈ ગઈ છે..

તેઓ તાબડતોબ તેમની સોસાયટી પાસે આવેલા દવાખાનામાં જીતને સારવાર માટે લઈ ગયા હતા, ડોક્ટરએ નજેવી દવા આપીને સારું થઈ જશે તેવું જણાવી દીધું હતું, પરંતુ રેણુકાબેન તેમના દીકરાને લઈને ખૂબ જ ચિંતીત હતા. તેમના દીકરાને સારવાર લીધા બાદ પણ કોઈ અસર ન દેખાતા અંતે તેને મોટી હોસ્પિટલે પણ લઈ જવો પડ્યો હતો..

હોસ્પિટલે લઈ ગયા બાદ ડોક્ટરે જણાવ્યું કે, જીતને પેટમાં ઇન્ફેક્શન થઈ ગયું છે. જેના કારણે તેનું શરીર કામ કરતું ધીમે ધીમે બંધ થવા લાગ્યું છે, આ ઇન્ફેક્શન કોઈ પદાર્થ ખાવા પીવાને કારણે થઈ ગયો હશે. અમિતભાઈ જ્યારે તેમના ઘરેથી હોસ્પિટલે જવા માટે નીકળે ત્યારે તેઓએ જોયું તેઓ તેમના આંખમાં નાખવાના ટીપાનું બુચ ખુલ્લી હાલતમાં પડ્યું હતું..

અને તેની અંદરથી લગભગ 50 ટકા જેટલા પ્રવાહી પણ ગાયબ હતું, એટલે તેઓ સમજી ગયા કે તેમના દીકરાએ આંખમાં નાખવાના ટીપા પીઈ લીધા છે. આ ઘટનાને લઈને ડોક્ટર પણ ચોંકી ઉઠ્યા હતા, તરત જ સારવાર પણ શરૂ કરી પરંતુ આ બે વર્ષના દીકરાને બચાવી શક્યો નહીં અને તેનું કમ કમાટી ભર્યું મૃત્યુ પણ થઈ ગયું હતું..

મા-બાપની નજરની સામે જ બે વર્ષના દીકરાનો જીવ ઉકેલાઈ જતા તેઓના તો હોશ છૂટી ગયા હતા, અમિતભાઈ તેમજ રેણુકાબેન દુઃખની આ ઘટનાને સહન કરી શકયા નહીં, તેવો વારંવાર તેમના દીકરાના લઈને રડવા લાગ્યા હતા. ઘટનાની જાણકારી જ્યારે તેમના પરિવારના અન્ય સભ્યો સુધી પહોંચી ત્યારે તેઓમાં પણ મોતનો માતમ છવાઈ ગયો હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *