Breaking News

માં-બાપ ઘસઘસાટ ઊંઘમાં સુતા રહ્યા અને બાળક વહેલા જાગીને 8 માળેથી નીચે પટકાતા છૂંદો બોલી ગયો, ઓમ શાંતિ..!

અમુક પરિવારની માથે એવી રીતે કાળ ફાટી નીકળતો હોય છે, જેના વિશે તેઓએ ક્યારેય વિચાર પણ કર્યો ન હોય, સમગ્ર પરિવાર રાજી ખુશીથી જીવન જીવતો હોય પરંતુ કોઈ એક સેકન્ડમાં તેમની સાથે એવી ઘટના બની જાય કે, સમગ્ર જીવન પર તેમને પછતાવાનો વારો આવી જતો હોય છે..

હાલ દિલ્હીની નજીક આવેલા નોઈડાના સેક્ટર 78 માં અતિશય ચોંકાવનારી એક ઘટના સામે આવી ચૂકી છે, આ ઘટનાને સાંભળ્યા બાદ સૌ કોઈ લોકો ચીખો ફાડી બેઠા છે, સેક્ટર નંબર 78ની અંદર નામની એક સોસાયટી આવેલી છે. જેમાં ઘણા બધા બિલ્ડીંગો છે, આ બિલ્ડિંગના આઠમાં માળ પર એક પરિવાર તેના બે સંતાનોની સાથે રહે છે..

સાંજના સમયે સાથે ભોજન લીધા બાદ સમગ્ર પરિવાર રૂમની અંદર સુઈ ગયો હતો, પરંતુ સવાર-થતાની સાથે જ તેમનો ચાર વર્ષનો અક્ષત ચૌહાણ નામનો નાનકડો દીકરો તેના માતા પિતાથી પણ પહેલા ઉઠી ગયો હતો અને ઘરની અંદર રમવા લાગ્યો હતો, રમતા રમતા તે બાલકનીનો દરવાજો ખોલીને બહાર જતો રહ્યો અને ત્યાં જાળી ઉપર છોડના કુંડા પાસે રમતો હતો..

એવામાં રેલિંગ ઉપર ચડીને તે નીચે જોવા માટે ગયો એટલામાં તો તે નીચે ખાપકી ગયો હતો, એક બાજુ ઘરની અંદર અક્ષતના માતા પિતા તેમજ તેની બહેન સુખથી ઊંઘ લઈ રહ્યા હતા અને એ વખતે આ નાનકડો દીકરો આઠમાં માળની બાલકની માંથી નીચે પડી જતા તેના શરીરનો છૂંદો બોલી ગયો અને ઘટના સ્થળે જ તેના જીવ લગભગ નીકળી ગયો હતો..

આ ઘટનાનો અડધો કલાક વીતી ચૂક્યો છતાં પણ તેના માતા પિતાને આ ઘટના વિશે ખબર પડી નહીં, જ્યારે આ નાનકડો દીકરો આઠમાં માળેથી નીચે પટકાયો હતો, ત્યારે સોસાયટીના કમ્પાઉન્ડની અંદર બેઠેલા સિક્યુરિટી ગાડે આ દ્રશ્ય તેની નજર સામે જોયું હતું તેને તરત જ આ બાળકને ઊંચક્યો અને નજીકની મધરલેન્ડ હોસ્પિટલની અંદર સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો..

ત્યાંથી તેને કૈલાસ હોસ્પિટલમાં ટ્રાન્સફર પણ કરવામાં આવ્યો પરંતુ ડોક્ટરે આ બાળકને તપાસ કર્યા બાદ સંપૂર્ણપણે મૃત જાહેર કરી દીધો હતો એની અડધી કલાક પછી તેના પરિવારને ખબર પડી કે, તે જ્યારે ઘસઘસાટ ઊંઘમાં સુતા હતા ત્યારે તેમનો લાડકો દીકરો રમતો રમતો બાલકની અંદર ચાલ્યો ગયો અને ત્યાંથી નીચે પડી જવાને કારણે તેનું મૃત્યુ થઈ ગયું છે..

બાલ્કનીની અંદર બનાવવામાં આવેલી રેલીગ અંદાજે સાડા ચાર ફૂટ ઊંચી છે, પરંતુ રેલિંગ વચ્ચેનો ગેપ વધારે હોવાને કારણે આ બાળક રેલિંગની વચ્ચેથી નીચે સરકી ગયું હતું. આ ઘટનાને લઈને કોઈ પણ ફરિયાદ પણ નોંધવામાં આવી નથી, છતાં પણ પોલીસ સીસીટીવી કેમેરાની તપાસ કરી રહી છે..

આ અગાઉ પણ ઊંચી બિલ્ડીંગોમાંથી બાળકો નીચે પટકાવવાની ઘટના ઘણી બધી વાર સામે આવી ચૂકી છે અને અત્યારે વધુ એક ઘટના સામે આવી જતા સમગ્ર સોસાયટીમાં મોતનો માતમ છવાઈ ગયો હતો. અક્ષરના માતા પિતા તો દુઃખની આ ઘડીને સહન કરી શક્યા નથી અક્ષરની માતા પણ પોતાના બાળકને મૃત્યુના સમાચાર સાંભળીને ત્યાં ને ત્યાં નીચે ઢળી પડી હતી..

તેને પણ સારવાર લેવાની ફરજ આવી પડી હતી, પરિવાર સુખ ચેનથી સુઈ રહ્યો હતો, તેમને એવી તો શી ખબર કે તેમનો દીકરો સવારમાં વહેલા ઉઠી જશે અને રમતો રમતો બાલકની અંદર ચાલ્યો જશે તેઓએ બાલકનીનો દરવાજો પણ બંધ કર્યો હતો પરંતુ તેમના ચાર વર્ષના દીકરાએ જેમ તેમ કરીને આ દરવાજો ખોલી નાખ્યો હતો..

અને બાલકની અંદર પ્રવેશ કરી ત્યાં રમવા લાગ્યો હતો અને રમતા રમતા તે નીચે પટકાતા તેનું મૃત્યુ થઈ ચૂક્યું છે, આ ઘટનાને લઇ સમગ્ર પરિવાર હાલ ખૂબ જ ઊંડા શોકની અંદર ચાલ્યો ગયો છે, જયારે જયારે કોઈ પરિવાર સાથે આવી ઓચિંતી ઘટનાઓ ઘટી જતી હોઈ ત્યારે ત્યારે સૌ કોઈ લોકોના હોશ ઉડી જતા હોઈ છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *